scorecardresearch

karnataka election result 2023 : કર્ણાટક ચૂંટણી પરિણામ, કર્ણાટકમાં નફરતની બજાર બંધ, પ્રેમની દુકાન ખુલીઃ રાહુલ ગાંધી

karnataka assemby election 2023 results live : કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધતી જોઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરી હતી

rahul gandhi| karnataka election result | karnataka result
રાહુલ ગાંધી ફાઇલ તસવીર (તસવીર – કોંગ્રેસ ટ્વિટર)

Karnataka Assembly election result 2023 : કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું પરિણામના શરુઆતી ટ્રેન્ડમાં કોંગ્રેસને જીત મળતી દેખાઈ રહી છે. કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધતી જોઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરી હતી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જનાદેશ આપનાર જનતાને અભિનંદન પાઠવ્યા હતા.

મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કર્ણાટકમાં નફરતની બજાર બંધ થઈ અને પ્રેમની દુકાન ખુલી છે. ગરીબ જનતાએ પૂંજીવાદી શક્તિઓને હરાવી છે. કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં ગરીબોની સાથે ઉભી છે. અમે પ્રેમની લડાઈ લડી. કર્ણાટકે દેખાડ્યું કે આ દેશને પ્રેમ સારો લાગે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ જનતાની જીત છે. કર્ણાટકની જનતાની જીત છે. અમે ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકની જનતાને પાંચ વાયદા કર્યા હતા. અમારા નેતાઓએ વાયદાઓ કર્યા હતા. અમે પહેલી કેબિનેટ મિટિંગમાં આ વચનો પુરા કરીશું.

રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બની શકે છેઃ સિદ્ધારમૈયા

કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે ચૂંટણીના પરિણામ લોકસભા ચૂંટણીની એક સીડી છે. મને આશા છે કે દરેક બીન ભાજપ દળ એક સાથે આવશે. મને આશા છે કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બની શકે છે.

અન્ય રાજ્યોમાં પણ જીતનો પ્રયાસ કરીશું : ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ બેંગલુરુમાં મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે આવનારા દિવસોમાં પણ જ્યાં જ્યાં રાજ્યોની ચૂંટણી હશે ત્યાં પણ કર્ણાટકની જેમ જ ચૂંટણી જીતવા માટે સંપૂર્ણ પ્રયત્નો કરીશું. અહીંના ધારાસભ્યોની બેઠક થશે. દરેકની સહમતીથી મુખ્યમંત્રીનું નામ હાઇકમાનની સામે રાખવામાં આવશે. હાઇકમાન અંતિમ નિર્ણય લેશે.

કાર્યકર્તાઓને દુઃખી થવાની જરૂર નથીઃ યેદિયુરપ્પા

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા બી.એસ.યેદિયુરપ્પાયે કહ્યું કે હાર-જીત ભાજપ માટે મોટી વાત નથી. 2 સીટોથી શરુઆ કરેલી ભાજપ પાર્ટી આજે સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. કાર્યકર્તાઓએ દુઃખી થવાની જરૂર નથી. અમે હાર પર પુનર્વિચાર કરીશું. અમે જનતાના નિર્ણયનું સમ્માન કરીએ છીએ. અમને વોટ કરવા માટે દરેક જનતાનો ધન્યવાદ કરીએ છીએ

Web Title: Karnataka assemby election 2023 results live update rahul gandhi media press conference

Best of Express