આ રાજ્યમાં 21 વર્ષથી ઓછી ઉંમરના લોકોને નહીં મળે સિગારેટ, હુક્કાબાર ઉપર પણ પ્રતિબંધ

રાજ્યના યુવાનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્યમાં હુક્કાના ઉત્પાદનોના વેચાણ અને ખરીદી ઉપર પણ પ્રતિબંધ મુક્યો

Written by Ashish Goyal
February 21, 2024 17:50 IST
આ રાજ્યમાં 21 વર્ષથી ઓછી ઉંમરના લોકોને નહીં મળે સિગારેટ, હુક્કાબાર ઉપર પણ પ્રતિબંધ
કર્ણાટક સરકારે રાજ્યભરમાં તમામ હુક્કા બાર પર પ્રતિબંધ મુક્યો (પ્રતિકાત્મક તસવીર)

Karnataka: કર્ણાટક વિધાનસભાએ બુધવારે કોટપા એક્ટ (સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો) માં સંશોધન કરીને રાજ્યભરમાં તમામ હુક્કા બાર પર પ્રતિબંધ મુક્યો છે. રાજ્યએ 21 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનોના વેચાણ પર પણ પ્રતિબંધ મુક્યો છે.

આ આદેશનો ભંગ કરનારને કડક દંડની જોગવાઈ રહેશે, જેમાં એકથી ત્રણ વર્ષની કેદ અને એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ હશે. નોટિફિકેશન અનુસાર તેના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને તમાકુ સંબંધિત રોગોને રોકવા માટે હાલના સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ (COTPA)માં સંશોધન બાદ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

કર્ણાટક સરકારે એક મોટું પગલું ભર્યું છે અને રાજ્યમાં હુક્કાના ઉત્પાદનોના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના યુવાનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ડિસેમ્બર 2023માં ગૃહ રાજ્યમંત્રી પરમેશ્વરાએ રાજ્યમાં હુક્કા બાર પર પ્રતિબંધ મૂકવાની યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે સરકાર હુક્કા બાર અને અન્ય માદક પદાર્થોના વેચાણને રોકવા માટે કડક પગલાં શરૂ કરશે. રાજ્યમાં હુક્કા બારની સંખ્યામાં વર્ષોથી વધારો થયો છે. નવો કાયદો અન્ય રાજ્યોના કાયદાની જેમ છે જે હુક્કા બાર પર પ્રતિબંધ મૂકે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે પરામર્શ કરીને તેનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ઉત્તર પ્રદેશમાં ગોઠવાઇ ગયું

કર્ણાટકના આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે 7 ફેબ્રુઆરીએ એક્સ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. તેમાં તેમણે લખ્યું કે જાહેર આરોગ્ય અને યુવાનોની સુરક્ષા માટે, કર્ણાટક સરકારે હુક્કા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, હુક્કા એ એક વ્યસનકારક પદાર્થ છે જેમાં નિકોટિન અથવા તમાકુ અને દાળ અથવા કાર્બન મોનોક્સાઇડ ધરાવતા સ્વાદયુક્ત પદાર્થોનું પ્રમાણ વધુ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ