Crime News: કોલેજમાંથી વિદ્યાર્થિનીનું અપહરણ, હોટલમાં બંધક બનાવી ચાર લોકોએ કર્યું દુષ્કર્મ, આ રીતે પીડિતા બચી અને…

Karnataka Bellary Gangrape Case : કર્ણાટક બેંગ્લોરના બેલ્લારી જિલ્લાની એક કોલેજમાંથી B.Com કરી રહેલી 20 વર્ષની યુવતીનું કેમ્પસની બહારથી કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું.

Written by Kiran Mehta
October 15, 2023 20:17 IST
Crime News: કોલેજમાંથી વિદ્યાર્થિનીનું અપહરણ, હોટલમાં બંધક બનાવી ચાર લોકોએ કર્યું દુષ્કર્મ, આ રીતે પીડિતા બચી અને…
કર્ણાટકમાં કોલેજ યુવતી પર બળાત્કાર કેસ. (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Karnataka Crime News : કર્ણાટકના બેલ્લારી જિલ્લાની એક કોલેજમાં B.Com કરી રહેલી 20 વર્ષની મહિલાનું કેમ્પસની બહારથી કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું. આ પછી એક હોટલમાં ચાર લોકોએ તેની સાથે ગેંગરેપ કર્યો. પોલીસે જણાવ્યું કે, ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્યની શોધ ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બુધવારે બની હતી. પીડિતાને મેસેજ મળ્યો હતો કે, તેનો ભાઈ કોલેજની બહાર તેની રાહ જોઈ રહ્યો છે પરંતુ જ્યારે તે બહાર પહોંચી તો તેણે જોયું કે, તેનો એક મિત્ર અન્ય ત્રણ સાથે તેની રાહ જોઈ રહ્યો હતો. તેઓએ કથિત રીતે તેને ઓટો-રિક્ષામાં બેસાડી અને પછી ભગાડી ગયા.

મહિલાની ફરિયાદને ટાંકીને એક અધિકારીએ જણાવ્યું કે, આરોપી પીડિતાને કોપ્પલ જિલ્લાની એક હોટલમાં લઈ ગયો અને એક પછી એક તેની સાથે બળાત્કાર કર્યો. શુક્રવારે, પીડિતા હોટલમાંથી ભાગવામાં સફળ રહી અને બેલ્લારી પહોંચી, જ્યાં તેણે બેલ્લારી મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

ચારેય આરોપીઓ સામે ફરિયાદ થયાની માહિતી મળતા તેઓ નાસી ગયા હતા. અધિકારીએ જણાવ્યું કે, ત્રણ આરોપીઓની ઓળખ નવીન કુમાર, મોહમ્મદ સાકિબ, તનુ ગૌડા તરીકે કરવામાં આવી છે, જેઓ બેલ્લારી શહેરના કૌલ બજારના રહેવાસી છે. જ્યારે ચોથા આરોપીની ઓળખ અને ધરપકડ માટે તપાસ ચાલી રહી છે.

મહિલાની ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર અને અપહરણના આરોપમાં કેસ નોંધ્યો છે. “આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર) અને 363 (અપહરણ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે,” બેલ્લારી મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર રમેશ કુલકર્ણીએ જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે નવીનની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોએક વ્યક્તિનું મૃત્યુ, વાંદરો અર્થીને ગળે લગાવી રડ્યો, અંતિમ સંસ્કારમાં પણ લીધો ભાગ! VIDEO જોઈ તમે પણ ઈમોર્શનલ થઈ જશો

કોચિંગ કરતી છોકરી પર બળાત્કાર

તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા રાજસ્થાનના કોટા શહેરમાં NEETની તૈયારી કરી રહેલી સગીર વિદ્યાર્થિની સાથે બળાત્કાર અને ધમકી આપવા બદલ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કોચિંગ વિદ્યાર્થીઓ માટે ટિફિન લાવનાર છોકરા અને હોસ્ટેલ માલિકની શુક્રવારે આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કોટા શહેરના પોલીસ અધિક્ષક શરદ ચૌધરીએ જણાવ્યું કે, યુવતી બિહારની રહેવાસી છે અને તેની બહેન સાથે અહીં હોસ્ટેલમાં રહેતી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ