કર્ણાટકના મંત્રી વી સોમન્ના અત્યારના દિવસોમાં ભારે ચર્ચામાં છે. રવિવારે તેમનો એક વીડિયો પ્રકાશમાં આવ્યો હતો જેમાં તેઓ એક દિવસ પહેલા જ ચામરાજનગર જિલ્લામાં એક જાહેર કાર્યક્રમમાં મહિલાને થપ્પડ મારતા દેખાય છે. વિપક્ષના વિરોધ વચ્ચે સોમન્નાએ માફી પણ માંગી હતી. પરંતુ મહિલાને થપ્પડ મારવાની વાતને નકારી કાઢી હતી. મહિલાએ પણ દાવો કર્યો હતો કે વીડિયોમાં છબરડા કરવામાં આવ્યા હતા.
જોકે, આવું પહેલીવાર નથી થયું જ્યારે 72 વર્ષીય ભાજપ નેતા વિવાદોમાં આવ્યા હોય. સોમન્નાને કેટલાક કેબિનેટ સહયોગીઓએ પણ તેમને નાની નાની બાબતોમાં નારાજ થનારા વ્યક્તિ ગણાવ્યા છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે સોમન્ના ને લાગે છે કે તેઓ અત્યારના મંત્રીઓમાં વરિષ્ઠ નેતાઓ છે અને તેઓ એક સારો પોર્ટફોલિયો ઇચ્છે છે.
2020માં એક કેબિનેટ બેઠકમાં સોમન્નાએ કાયદા અને સંસદીય મામલાના મંત્રી જેસી મધુસ્વામીની સાથે બેંગલુરુમાં શહેરી વિકાસને લઈને ઉગ્ર ચર્ચ થઈ હતી. એ સમયે ચર્ચા હતી કે સોમન્નાની નજર બેંગલુરુ શહેરી વિકાસ મંત્રાલયના પોર્ટપોલિયો ઉપર છે. સોમન્ના અને મધુસ્વામી વચ્ચે મતભેદ પણ ચાલું રહ્યા જ્યારે કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2020માં બોમ્મઈ સીએમ બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે શનિવારે (23 ઓક્ટોબર) સોમન્નાના ચામરાજનગર જિલ્લાના ગુંડબૂપેટમાં એક કાર્યક્રમ દરમિયાન એક મહિલાને થપ્પડ મારી દીધી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ હત. મહિલા પોતાની ફરિયાદનું સમાધાન કરવા માટે મંત્રીને આજીજી કરી રહી હતી ત્યારે જ બીજેપીના મંત્રીએ એ મહિનાને થપ્પડ મારી દીધી હતી.