Siddaramaiah vs DK shivakumar : કર્ણાટક મુખ્યમંત્રી મંથન, બંને દિગ્ગજોને મળ્યા રાહુલ ગાંધી, હવે આ દલિત નેતાએ કરી દાવેદારી

Karnataka New cm name : આજે રાહુલ ગાંધી ખુદ બંને દિગ્ગજો સાથે મુલાકાત કરી હતી. આ વચ્ચે કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વરાએ પણ મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરી છે.

Written by Ankit Patel
Updated : May 17, 2023 12:10 IST
Siddaramaiah vs DK shivakumar : કર્ણાટક મુખ્યમંત્રી મંથન, બંને દિગ્ગજોને મળ્યા રાહુલ ગાંધી, હવે આ દલિત નેતાએ કરી દાવેદારી
કર્ણાટકના નવા મુખ્યમંત્રીના નામ માટે મંથન

કર્ણાટકના આગામી મુખ્યમંત્રીને પસંદ કરવામાં કોંગ્રેસ પાર્ટીનું મુખ્ય નેતૃત્વ હજી પણ એક ચોક્કસ નિર્ણય પર પહોંચી શક્યું નથી. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને નેતાઓ મુખ્યમંત્રી પદ માટે અડેલા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આજે રાહુલ ગાંધી ખુદ બંને દિગ્ગજો સાથે મુલાકાત કરી હતી. આ વચ્ચે કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વરાએ પણ મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરી છે.

હિન્દુસ્તાન ટાઇમ્સની એક રિપોર્ટ અનુસાર કર્ણાટકના મુખ્યમંત્રી પદની રેસમાં ત્રીજા એક દાવેદાર આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વરાએ પણ મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો છે. તેમણે કહ્યું કે 50 ધારાસભ્યોને જમા કરી શકે છે અને દિલ્હી જઇ શકે છે પરંતુ ખચકાઇ રહ્યા છે કારણ કે તેમના સિદ્ધાંતો વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે જો મુખ્ય નેતૃત્વમાં મને જવાબદારી આપે તો હું આ જવાબદારી લેવા માટે હું તૈયાર છું. મને પોતાની લીડરશિપમાં વિશ્વાસ છે.

કોણ છે જી પરમેશ્વરા?

જી પરમેશ્વરા કર્ણાટકના એક દલિત નેતા છે. તે રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીના સૌથી લાંબા સમય સુધી અધ્યક્ષ પણ રહ્યા છે. વર્ષ 2013માં જ્યારે કોંગ્રેસ પાર્ટીએ જીત મેળવી હતી. ત્યારે મુખ્યમંત્રી પદ માટે રેસમાં તેમનું નામ હતું પરંતુ કોંગ્રેસના આલાકમાન તરફથી સિદ્ધારમૈયાનું નામ પસંદ કરવામાં આવ્યું હતું.

વર્ષ 2008માં જી પરમેશ્વરા પોતાની પારંપરિક સીટ કોરાટેગેરે જેડીએસના પીઆર સુધાકાર લાલથી હાર્યા હતા. ત્યારબાદ તેમને અપર હાઉસ મોકલીને રાજ્ય સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે મુખ્ય નેતૃત્વ મારું યોગદાન જાણે છે. હું 8 વર્ષ સુધી કેપીસીસી અધ્યક્ષના રૂપમાં કામ કરી ચૂક્યો છું. મેં ડેપ્યુટી સીએમ પદ પણ સંભાળ્યું છે. હું મુખ્યમંત્રી પદ માટે લોબિંગ નથી કરી રહ્યો એનો મતલબ એ નથી કે હું યોગ્ય નથી.

જી પરમેશ્વરે પોતાની પહેલી ચૂંટણી 1989માં જનતા દળના સી રાજવર્ધન વિરુદ્ધ જીતી હતી. તેઓ વર્ષ 1993માં પહેલીવાર વીરપ્પા મોઇલી કેબિનેટમાં મંત્રી પસંદ થયા. તેમણે 1999માં રેકોર્ડ 55,802 વોટોથી ધારાસભ્યા ચૂંટણી જીત્યા. ત્યારબાદ તેમણે ફરીથી મંત્રી બનાવવામાં આવ્યા. વર્ષ 2002 માં તેમને એસ એમ કૃષ્ણાની સરકારમાં ફરથી કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ અત્યાર સુધીમાં વર્ષ 2008માં જ એકવાર ચૂંટણી હાર્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ