Satish Jarkiholi Controversial Statement: કર્ણાટક કોંગ્રેસના નેતા અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યાધ્યક્ષ સતીશ જારકીહોલીએ હિન્દુ શબ્દને લઇને એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. જારકીહોલીના આ નિવેદન પર હંગામો મચી ગયો છે. જારકીહોલીએ કહ્યું કે હિન્દુઓનો ભારત સાથે કોઇ સંબંધ નથી તે તો ઇરાન, ઇરાક અને પર્શિયાથી આવ્યા છે. પર્શિયામાં હિન્દુ શબ્દનો શું અર્થ થાય છે તે સાંભળીને તમે શરમાઇ જશો. આ પર્શિયાનો શબ્દ છે અને બળજબરીથી અમારા લોકો પર થોપવામાં આવી રહ્યો છે. આ શબ્દને લઇને ચર્ચા પણ થવી જોઈએ.
કોંગ્રેસના નેતા સતીશ જારકીહોલીના આ નિવેદન પછી હંગામો મચી ગયો છે. આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે આ શબ્દ પર શોધ કરવાની જરૂર છે. કર્ણાટક કોંગ્રેસના નેતાએ આ ભાષણ હિન્દીમાં આપ્યું હતું. સોશિયલ મીડિયા પર આ નિવેદન વાયરલ થયા પછી લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો – દેશમાં આર્થિક આધાર પર અનામત ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટે મોદી સરકારના નિર્ણય માન્ય રાખ્યો
‘પર્શિયાથી આવેલા શબ્દ પર આટલો ભાર કેમ, અર્થ જાણીને શરમ આવશે’
કોંગ્રેસ નેતા કર્ણાટકના બેલગાવી જિલ્લામાં નિપ્પાન્નીમાં એક કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધિત કરી રહ્યા હતા. જે દરમિયાન આ વિવાદિત નિવેદન આપ્યું હતું. જારકીહોલીએ કહ્યું કે આ વિદેશી શબ્દ પર લોકો આટલો ભાર કેમ આપી રહ્યા છે. હિન્દુ પર્શિયાથી આવેલો એવો શબ્દ છે કે જેનો અર્થ જાણીને તમને શરમ આવશે. આપણે આ શબ્દને આટલું મહત્વ કેમ આપી રહ્યા છીએ. આ શબ્દ અમારા પર કેમ થોપવામાં આવી રહ્યો છે? આના પર વાતચીત થવી જોઈએ.
સતીશ જારકીહોલીએ કહ્યું હિન્દુ શબ્દ બહારથી આવ્યો
કોંગ્રેસ નેતાએ હિન્દુને લઇને આપેલા વિવાદિત નિવેદન પછી કર્ણાટકમાં રાજનીતિ પારો ચડી ગયો છે. ‘હિન્દુ બહારથી આવ્યા છે’ તેવા કોંગ્રેસ નેતાના નિવેદનને લઇને કર્ણાટકમાં હંગામો જોવા મળી રહ્યો છે. આ નિવેદન સોશિયલ મીડિયા ઉપર પણ ચર્ચાનો વિષય બન્યું છે.