Karnataka Election 2023 : કર્ણાટક વિધાનસભામાં બીજેપી આ વખતે બીએસ યેદિયુરપ્પા વગર ઉતરી છે. કેટલાક મહિના પહેલા જ પૂર્વ સીએમે ચૂંટણીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. એટલે કે તેમણે ચૂંટણી નહીં લડવાની વાત કરી હતી. હાલના સમયે બીજેપી માટે રાજ્યમાં પ્રચારની આગેવાની યેદિયુરપ્પાએ સંભાળી રાખી છે. જોકે જ્યારે ગ્રાઉન્ડ પર લોકો સાથે વાત કરવામાં આવી તો ખબર પડી કે તેમનું ચૂંટણી ના લડવું બીજેપીને નુકસાન પણ પહોંચાડી શકે છે. હાલના સમયે બીજેપીની જરુર કરતા વધારે નિર્ભરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રની યોજના પર ટકેલી છે.
બીજેપી માટે યેદિયુરપ્પા ફેક્ટર
તમકુરુ જિલ્લાના સિદ્ધગંગા મઠના એક અધિકારી જણાવે છે કે લિંગાયત હોય, વોક્કાલિગા હોય કે અનુસૂચિત જાતિ. અહીં બધા માટે ફક્ત એક જ નેતા બીએસ યેદિયુરપ્પા છે. બીજેપીમાં તેમના જેવો કોઇ નેતા નથી અને પાર્ટી તેના કારણે ઘણી મિસ કરી રહી છે. દાવણગેરે જિલ્લાના દુકાનદાર નંદન કુમાર પણ કહે છે કે કર્ણાટકમાં તો યેદિયુરપ્પા અને પીએમ મોદીથી બીજેપી બને છે. જો યેદિયુરપ્પા આ વખતે પણ ચૂંટણી રાજનીતિમાં સક્રિય રહ્યા હોય તો બીજેપી માટે સ્થિતિ આસાન થઇ શકતી હતી. જોકે કદાચ પાર્ટીને પણ હવે આગળ વધવાની જરૂર છે.
હવે બીજેપી યેદિયુરપ્પા વગર આગળ વધવાનો પ્રયત્ન તો કરી રહી છે પણ એક ટ્રેન્ડ પાર્ટીની મુશ્કેલી લધારી રહ્યો છે. છેલ્લા 38 વર્ષોમાં રાજ્યમાં કોઇપણ પાર્ટીએ સરકારમાં રહ્યા પછી ફરી વાપસી કરી નથી. આવામાં આ વખતે બીજેપી પણ સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહી છે. પાર્ટીને પીએમ મોદી પાસે મોટા ચમત્કારની આશા છે. હાલમાં રાજ્યમાં પ્રધાનમંત્રીની લોકપ્રિયતાને લઇને કોઇ શંકા નથી પણ જે રીતે પાર્ટીએ અચાનકથી પોતાનો મુખ્યમંત્રી બદલ્યા, બસવરાજ બોમ્મઈને સીએમે ખુરશી પર બેસાડવામાં આવ્યા. લોકોમાં સારો સંદેશો ગયો ન હતો. તેથી હવે લોકપ્રિયતાથી વધારે બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દા પર ચર્ચા શરુ થઇ ગઇ છે.
આ પણ વાંચો – કર્ણાટક સરકારે ચાર વર્ષમાં 385 ગુનાહિત કેસો પરત ખેંચ્યા, ભાજપ સાંસદ અને ધારાસભ્ય આ લિસ્ટમાં સામેલ
દાવણગેરે જિલ્લાની એક મહિલા જણાવે છે કે સિલિન્ડરની કિંમતો વધી રહી છે. વધી રહેલા ભાવ વચ્ચે બીજેપીએ સરકારે કોઇ પગલા ભર્યા નથી. કોંગ્રેસના સમયે અમને 10 કિલો સુધી મહિનાના ફ્રી ચોખા મળતા હતા પણ બીજેપીએ ઘટાડીને પાંચ કિલો કરી દીધા છે.
મોઘવારી, બેરોજગારી બની રહ્યા છે મોટા મુદ્દા
ઘણા લોકો બેરોજગારીનો મુદ્દો પણ ઉઠાવી રહ્યા છે. આવામાં પાર્ટી માટે ચૂંટણી સિઝનમાં એક પડકાર બની રહ્યો છે. કેટલાક જિલ્લામા જરૂર પાર્ટીને પોતાના ધારાસભ્યોના વિકાસ કાર્યોનો ફાયદો મળી રહ્યો છે. ઉદાહરણ તરીકે ધારાસભ્ય જીબી જ્યોતિ ગણેશના કામથી સ્થાનિક લોકો ખુશ જોવા મળી રહ્યા છે. જોકે તે પોતે ઇચ્છા રાખે છે કે યેદિયુરપ્પાએ આગળ જઈને હજુ પણ લીડ કરવી જોઈએ. આ વખતે બીજેપી માટે એક પડકાર એ પણ ઉભો થઇ રહ્યો છે કે જે જિલ્લામાં ગત ચૂંટણીમાં પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું ત્યાં મુશ્કેલ સ્થિતિ જોવા મળી રહી છે. ઉદાહરણ તરીકે ચિત્રદુર્ગમાં બીજેપીએ ગત વખતે 6 માંથી 5 સીટો જીતી હતી. જોકે આ વખતે કોંગ્રેસ સખત પડકાર આપી રહી છે.