karnataka BJP Government : કર્ણાટક સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચાર વ્રષના કાર્યકાળ દરમિયાન 385 ફોજદારી કેસો પરત લીધા છે. આ મામલા જુલાઈ 2019થી એપ્રિલ એપ્રિલ 2023 સુધી ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન પાછા લીધા છે. જેને લઇને સાત અલગ અલગ આદેશ રજૂ કર્યા છે. પરત લીધેલા 182 કેસોમાં હેટ સ્પીચ, ગૌ રક્ષા અને સાંપ્રદાયિક હિંસા જેવા કેસોનો સમાવેશ થાય છે. આરટીઆઈના માધ્યમથી રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ જાણકારી આપી હતી.
385 કેસોમાં પરત લીધાના સાત આદેશ 11 ફેબ્રુઆરી 2020 વચ્ચે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે બીએસ યેદિયુરપ્પા મુખ્યમંત્રી અને બસવરાજ બોમ્મઈ ગૃહમંત્રી હતા. અને 28 ફેબ્રુઆરી 2023 જ્યારે બોમ્મઈ સીએમ હતા અને અરાગા જ્ઞાનેદ્ર ગૃહમંત્રી હતા.
સૂચીમાં ભાજપ ધારાસભ્ય અને સાંસદનો પણ સમાવેશ
ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઈના માધ્યમથી જવાબ મળ્યો હતો. જવાબ પ્રમાણે મોટાભાગના સાંપ્રદાયિક ઘટનાઓ જ્યાં રાજ્ય સરકારના અભિયોજનથી પરત લઈ લીધા. દક્ષિણપંથી કાર્યકર્તાઓને સંબંધિત છે. જેમાં 1000થી વધારે અભિયુક્તોને લાભ થશે. કુલ અભિયુક્તોમાંથી લગભગ અડધા જેમના સામેથી કેસ પરત લીધા હતા. એમાં એક ભાજપ સાંસદ અને ધારાસભ્યનો પણ સમાવેશ થયો છે.
અભિયુક્તોના કેસો પરત લેવાની પ્રક્રિયા માટે ગૃહમંત્રીની ભલામણ, એક કેબિનેટ ઉપ સમિતિ દ્વારા મંજૂરી અને રાજ્યમંત્રીમંડળની મંજૂરી જરૂરી હોય છે. 2013 અને 2018ના વચ્ચે સાંપ્રદાયિક કનેક્શનવાળા 182 મામલામાંથી મોટાભાગના કોંગ્રેસ સરકારના કાર્યકાળથી સંબંધ ધરાવે છે.
2013 અને 2018 વચ્ચે સિદ્ધારમૈયા અને 176 મામલાઓને ખતમ કરી દીધા હતા
2013 અને 2018 વચ્ચે સિદ્ધારમૈયાના નેતૃત્વમાં કર્ણાટકની કોંગ્રેસ સરકારના એસડીપીઆઈ અને હવે પ્રતિબંધિત પીએફઆઈના લગભગ 1600 કાર્યકર્તાઓ વિરુદ્ધ 176 કેસો ખતમ કરવાનો આદેશ આપ્યોહતો. જેમાંથી મોટાભાગના નિષેધાત્મક આદેશોના ઉલ્લંઘન સાથે જોડાયેલા હતા. આ અંગે ભાજપે ભારે વાંધો ઉઠાવ્યો હતો.
ભાજપ સરકાર અંતર્ગત સાંપ્રદાયિક સંબંધોને હટાવવામાં આવ્યા હતા. 182 મામલાઓ સાથે 45 મામલા ડિસેમ્બર 2017માં ઉત્તર કન્નડ જિલ્લામાં એક હિન્દુ યુવક પરેશ મેસ્ટાના મોત બાદ દક્ષિણપંથી કાર્યકર્તાઓ દ્વારા કથિત રૂપથી હિંસા સાથે સંકળાયેલા છે. બાદમાં સીબીઆઈએ એક એક્સીડેન્ટલ ડેથ વ્યક્ત કર્યું હતું. હોન્નાર શહેરમાં મેસ્ટાના મોત બાદ ભારે બબાલ થઈ હતી. જેમાં 45 મામલાઓમાંથી 300 લોકોને નામજોગ કર્યા હતા. એમાં એક મામલો 66 પર હત્યાના પ્રયાસનો આરોપ છે.





