કર્ણાટક ચૂંટણી 2023 : મુસ્લિમ અનામત ક્વોટા કેટલો છે? બોમાઈ સરકારનું 4, 13 અને 32નું ગણિત સમજો

Karnataka Election 2023 : કર્ણાટક વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કર્ણાટકમાં મુસ્લિમ અનામત ક્વોટા (Muslim Reservation Quota) રદ થવાને મામલે કર્ણાટકના રાજકારણ (Karnataka politics) માં ધમાસણ પેદા થયું છે. તો જોઈએ કર્ણાટકમાં લિંગાયત (lingayat) , વોક્કાલિંગા (vokkaliga) અને મુસ્લિમ સમદાયની કેટલી વસ્તી છે.

Updated : April 26, 2023 13:34 IST
કર્ણાટક ચૂંટણી 2023 : મુસ્લિમ અનામત ક્વોટા કેટલો છે? બોમાઈ સરકારનું 4, 13 અને 32નું ગણિત સમજો
કર્ણાટક ચૂંટણી 2023 - મુસ્લીમ, લિંગાયત અને વોક્કાલિંગા અનામત ગણિત (ફોટો - બસવરાજ બોમાઈ ટ્વીટર)

પ્રભાત ઉપાધ્યાય : કર્ણાટક મુસ્લિમ ક્વોટા હેઠળ મુસ્લિમોને આપવામાં આવેલ 4% અનામત નાબૂદ કરવાના નિર્ણયનો બચાવ કરતા કર્ણાટક સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે, ધર્મના આધારે અનામત બંધારણીય છે. ચૂંટણી પહેલા તેને ખતમ કરવાના નિર્ણયથી કોઈ ફરક પડતો નથી. સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટમાં, કર્ણાટક સરકારે મુસ્લિમ આરક્ષણને રદ કરવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, સમયનો કોઈ અર્થ નથી, કારણ કે અનામત બંધારણ અનુસાર નથી.

સરકારની દલીલ છે કે, અગાઉ ધર્મના આધારે આરક્ષણ આપવામાં આવતું હોવાથી તેને ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી. ખાસ કરીને જ્યારે તે બંધારણીય સિદ્ધાંતોને બિલકુલ પૂર્ણ કરતું નથી.

કેન્દ્રીય યાદીમાં મુસ્લિમો માટે કોઈ અનામત નથી

સરકારે કહ્યું છે કે, અનામતની વ્યવસ્થા એવા લોકો માટે છે, જેમણે સમાજમાં ભેદભાવ અને અસમાનતાનો સામનો કર્યો છે. ધર્મના આધારે અનામત પણ સામાજિક ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. સરકારે પોતાના સોગંદનામામાં કહ્યું છે કે, કયા જૂથને પછાત વર્ગ માનવામાં આવે છે અને તેમને કઈ સુવિધાઓ આપવી જોઈએ, તે દરેક રાજ્યની બંધારણીય ફરજ છે. સેન્ટ્રલ લિસ્ટને પણ ટાંકીને કહ્યું છે કે, સેન્ટ્રલ લિસ્ટમાં પણ મુસ્લિમ સમુદાયને કોઈ પ્રકારનું આરક્ષણ મળતું નથી.

25 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કર્ણાટક સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલે ખાતરી આપી છે કે, 9 જૂન સુધી અનામત નાબૂદ કરવાના નિર્ણયને લાગુ કરવામાં આવશે નહીં. અગાઉ, કર્ણાટક સરકારે કહ્યું હતું કે, તે આ આદેશને 18 એપ્રિલ સુધી લાગુ કરશે નહીં.

મુસ્લિમ ક્વોટા શું છે?

કર્ણાટકમાં મુસ્લિમોને OBC (અન્ય પછાત વર્ગો) ક્વોટા હેઠળ 4% અનામત (કર્ણાટક મુસ્લિમ ક્વોટા) મળે છે. આ વર્ષે 24 માર્ચે રાજ્યની બસવરાજ બોમાઈ સરકારે કેબિનેટની બેઠક બોલાવી હતી અને મુસ્લિમ આરક્ષણ રદ કરવાનો નિર્ણય લીધો હતો. અવગણવા જેવો મુદ્દો એ છે કે, સરકારે લિંગાયત અને વોક્કાલિગા સમુદાયોને મુસ્લિમ ક્વોટાના 4 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. આ આરક્ષણ બંને સમુદાયોમાં બે-બે ટકામાં વહેંચાયેલું હતું.

કર્ણાટક કયા સમાજના કેટલા લોકો

કર્ણાટકમાં વોક્કાલિગા સમુદાયને હાલમાં 4 ટકા અનામત મળે છે, જ્યારે લિંગાયતોને 5 ટકા અનામત મળે છે. સરકારના નવા આદેશ બાદ હવે વોક્કાલિગા સમુદાયનો ક્વોટા 6 ટકા થઈ ગયો છે, જ્યારે લિંગાયત સમુદાયનો અનામત ક્વોટા 7 ટકા થઈ ગયો છે. વિધાનસભા ચૂંટણી પહેલા, રાજ્ય સરકારના આ પગલાની વિરોધ પક્ષોએ આકરી ટીકા કરી હતી અને તેને લિંગાયત અને વોક્કાલિગા સમુદાયના મતદારોને રીઝવવાના પગલા તરીકે ગણાવ્યું હતું.

લિંગાયત સમુદાય

લિંગાયત સમુદાયની ગણતરી કર્ણાટકની ઉચ્ચ જાતિઓમાં થાય છે. આ સમુદાયનો ઇતિહાસ 12મી સદીનો છે. રાજ્યની રચના થઈ ત્યારથી લિંગાયત સમુદાયનું વર્ચસ્વ રહ્યું છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાથી લઈને હાલના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, જગદીશ શેટ્ટર, એચડી થિમૈયા સહિતના મોટા નેતાઓ લિંગાયત સમુદાયમાંથી આવે છે.

વોક્કાલિંગા સમુદાય

જો વોક્કાલિંગા સમુદાયની વાત કરીએ તો, દેશના પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગોડાથી લઈને ચેંગલરાય રેડ્ડી અને કેએલ હનુમંથૈયા જેવા પ્રભાવી નેતા આ સમુદાયના છે. કર્ણાટકમાં ઓછામાં ઓછા 9 જિલ્લાઓ છે, જ્યાં આ સમુદાયના મતદારો બહુમતીમાં છે અને આ જિલ્લાઓમાં લગભગ 58 વિધાનસભા મતવિસ્તારો છે. છેલ્લી વિધાનસભામાં, આ 58 બેઠકોમાંથી, જનતા દળ (એસ)એ 24 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 18 અને ભાજપને 15 બેઠકો મળી હતી.

વોક્કાલિગા સમુદાયનું મહત્વ અને વર્ચસ્વ એ હકીકત પરથી સમજી શકાય છે કે, રાજ્યના 17 મુખ્યમંત્રીઓમાંથી 7 મુખ્યમંત્રી આ સમુદાયના છે.

32 ટકા વસ્તીનું ગણિત

કર્ણાટકમાં લિંગાયતની વસ્તી લગભગ 17 ટકા છે અને વોક્કાલિંગાનીવસ્તી 15 ટકા છે. બંને સમાજ ભેગા કરીએ તો 32 ટકા છે. ચૂંટણીના પહેલા જ આ બંને સમાજનો અનામત ક્વોટા વધારવાથી મેસેજ ગયો કે, બોમાઈ સરકારની નજર 32 ટકા વોટ પર છે. રાજ્યમાં મુસ્લીમ વસ્તી 13 ટકા જ છે. અને આ બીજેપીના પરંપરાગત વોટર પણ નથી. એવામાં બોમાઈ સરકાર દ્વારા ચાલવામાં આવેલો દાવ મોટી ચાલ સમજવામાં આવી રહ્યો છે.

ડિસ્ક્લેઈમર : આ આર્ટિકલ જનસત્તા પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ