karnataka Assembly Election 2023: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર સોમવારે સાંજે થંભી ગયો હતો. સોમવારે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ રોડ શો કરીને કોંગ્રેસ માટે વોટ માંગ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચાર થંભી ગયા બાદ અડધી રાત્રે ટ્વીટ કર્યું હતું. કર્ણાટકની જનતા માટે એક વીડિયો અપીલ કરી હતી. પીએમ મોદીએ વીડિયોને બીજેપીના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કર્યો હતો. વીડિયોમાં પીએમ મોદીએ બીજેપીના પક્ષમાં વોટ આપવાની અપીલ કરી હતી. આશરે 8.25 મિનિટનો આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારની ઉપલબ્ધિઓ અંગે જાણાકરી આપી હતી. તેમણે વોટર્સને કહ્યું કે તમારા સપનાઓ હવે મારા છે. આ સપનાઓને મળીને પુરા કરીશું.
ભારતને બનાવીશું દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના લોકોને કહ્યું કે અહીં એકવાર ફરીથી ડબલ એન્જીન સરકાર આવનારી છે. કર્ણાટકનું દેશના વિકાસમાં મહત્વનું યોગદાન છે. અત્યારે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારતને આપણે બધા મળીને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું.
તેમણે કહ્યું કે આ લક્ષ્યને હાંસલ કરવા માટે કર્ણાટકનું મોટું યોગદાન હશે. અમે કર્ણાટકમાં ઇન્ડસ્ટ્રી, ઇનવેસ્ટમેન્ટ અને ઇનોમવેશનમાં નંબર વન બનાવવા માંગીએ છીએ. બીજેપી સરકાર બીજથી બજાર સુધી ખેડૂતોને સુવિધા વધારવા માટે સતત કામ કરી રહી છે. બીજેપી કર્ણાટકને કૃષિમાં નંબર વન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
તમારા સપના મારા સપનાઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કર્ણાટકમાં ડબલ એન્જીનની સરકાર આવ્યા બાદ કર્ણાટકમાં કનેક્ટિવિટીને લઇને, એજ ઓફ લિવિંગ, એજ ઓફ ડૂઇંગ બિઝનેસને લઇને નિર્ણય થયો છે. જે પ્રોજેક્ટ શરુ થયો એ કર્ણાટકને નંબર એક રાજ્ય બનાવવા માટે આધાર બનશે. કર્ણાટકને આધુનિક્તા તરફ લઇ જવા માટે બીજેપી સરકારનું દાયિત્વ છે.
તેમણે કહ્યું કે કર્ણાટકના દરેક શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધર્યા, ટ્રાન્સ્પોર્ટની વ્યવસ્થા આધુનિક થાય. આપણા ગામ અને શહેરોમાં ક્વોલિટી ઓફિ લાઇફ સારી થાય, મહિલાઓ અને જુવાનિયાઓ માટે નવા નવા અવસર બને.દરેક કન્નડિગાની આંખોનું સપનું મારું છે. તમારો સંકલ્પ મારો સંકલ્પ છે.