PM modi in Karnataka : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટક પ્રવાસે છે. પોતાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચિક્કબલ્લાપુરમાં શ્રી મધુસૂદન સાઈ આયુર્વિજ્ઞાન અને અનુસંધાન સંસ્થાનનું ઉદઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન દેશના વિકાસનો સંકલ્પ લીધો છે. અનેક વખત લોકો પૂછે કે આટલા ઓછા સમયમાં ભારતનો વિકાસ કેવી રીતે થશે. આટલા પડકાર છે અને આટલું કામ પણ બાકી છે તો આટલા ઓછા સમયમાં કેવી રીતે પુરું થશે.સૌનો પ્રયત્ન જ આ પ્રશ્નનો જવાબ છે. આ ઉપરાંત કર્ણાટકમાં રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. સુરક્ષા ઘેરો તોડીને એક યુવક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા સુધી પહોંચવાની કોશિશ કરી હતી. જોકે, સુરક્ષા કર્મચારીઓ તેને પકડી લીધો હતો.
રોડ શોમાં મોદીની સુરક્ષામાં મોટી ચૂક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કર્ણાટકમાં રોડ શો દરમિયાન સુરક્ષામાં ચૂક જોવા મળી હતી. આ ઘટનાના પગલે મોદીની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા થયા હતા. કર્ણાટકના દાવણગેરેમાં રોડ શો કરી રહ્યા હતા તે સમેય એક વ્યક્તિ વડાપ્રધાન મોદીની સુરક્ષાનો ઘેરો તોડીને કાફલા નજીક પહોંચવાની કોશિશ કરી હતી. આ દરમિયાન સુરક્ષા કર્મચારીઓએ તેને દબોચી લીધો હતો. સાથે તેને સ્થાનિક પોલીસના હવાલે ર્યો હતો. સુરક્ષા ચૂકનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થયો છે. આ ઘટના ત્યારે બની જ્યારે પીએમ મોદી રાષ્ટ્રીય યુવા મહોત્સવના 26માં સંસ્કરણનું ઉદ્ઘાટન કરવા માટે હુબલી-ધારવાડ રેલવે મેદાન તરફ જઈ રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ચિકબલ્લાપુર આધનિક ભારતના આર્કિટેક્ટ પૈકી એક સર એમ. વિશ્વેશ્વરય્પાની જન્મભૂમિ છે. અત્યારે મને સર વિશ્વેશ્વરપ્યાની સમાધિ પર પુષ્પાજલિનું સૌભાગ્ય મળ્યું છે. આ પુષ્ણ ભૂમિને હું માથુ ઝુકાવીને પ્રણામ કરું છું.
વડાપ્રધાન મોદીએ આ દરમિયાન સ્વાસ્થ્ય સુવિધાઓ અંગે વાત કરતા કહ્યું કે છેલ્લા 9 વર્ષોમાં ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓને લઇને ખુબ જ ઇમાનદારીથી, ખુબજ કુશળતાથી કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો છે. દેશમાં મેડિકલ શિક્ષા સાથે જોડાયેલા અનેક સુધારા કર્યા છે.
બેટીઓ અંગે બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કહ્યું કે અમારી સરકાર બેટીઓને એવું જીવન આપવામાં લાગેલી છે જેનાથી તેઓ સ્વસ્થ્ય રહે અને આવનારું સંતાન પણ સ્વસ્થ્ય રહે. આરોગ્યની સાથે સાથે માતાઓ બહેનો, બેટીઓની આર્થિક સશક્તિકરણ પર પણ ડબલ એન્જીન સરકાર પુરુ ધ્યાન આપી રહી છે.
આગામી કાર્યક્રમો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુ મેટ્રોના વ્હાઇટફિલ્ડથી કૃષ્ણરાજપુરા સુધી મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કરશે. સ્થાનિક દિગ્ગજોની સાથે મેટ્રોની સવાર પણ કરશે. જાણકારી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર વ્હાઇટફિલ્ડ મેટ્રો સ્ટેશન પર બેંગ્લુરુ મેટ્રો ફેઝ-2 સુધી રીચ-1 વિસ્તાર પરિયોજનાની વ્હાઇટફિલ્ડ મેટ્રોથી કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇન સુધી 13.71 કિલોમીટરનું ઉદ્ઘાટન કરશે.
કેઆર પુરમ-વ્હાઇટફિલ્ડ લાઇન મેટ્રો ખંડ આશરે 4250 કરોડ રૂપિયાના ખર્ચથી બન્યું છે. આનો હેતું બંને જગ્યાઓ વચ્ચેની યાત્રાનો સમય ઘટાડીને 24 મિટિન કરવાનો છે. રોડ માર્ગે આ અંતરને કાપવા માટે એક કલાકથી પણ વધારે સમય લાગે છે. બેંગલુરુ મેટ્રોના આ બીજા ખંડમાં 12 મેટ્રો સ્ટેશનનો સમાવેશ થયો છે. આ મેટ્રો લાઇન થકી પટ્ટંદૂર અગ્રહારા મેટ્રો સ્ટેશન પર આઈટીપીએલ પરિસર સુધી પહોંચશે.
કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
આ પહેલાના સપ્તાહની શરુઆતમાં કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર હુમલો કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે બેયપનહલ્લી અને કેઆર પુરમ વચ્ચેના પ્રમુખ ખંડ ઉપર અધુરા કામ હોવા છતાં તેઓ બેંગલુરુ મેટ્રોની આ લાઇનનું ઉદ્ઘાટન કેમ કરી રહ્યા છે. સરકાર અથવા ભાજપ તરફથી આ અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.