Karnataka Election Result 2023 : કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામોને લઈને મતગણતરી ચાલી રહી છે. 224 સભ્યોની વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોના નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી નિવેદનબાજી કરી હતી. કર્ણાટકના ચૂંટણી પ્રચારમાં ‘ઝેરી સાપ’, ‘વિષકન્યા’. ‘બજરંગ બલી’ની સાથે સાથે તેમજ ‘ટીપુ સુલતાન’ મુદ્દે ભારે વિવાદ સર્જાયો હતો.
કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં વખતે ચૂંટણી પ્રચારના નિમ્ન કક્ષા તરફ જઇ રહેલા નિવેદનોએ પણ ચૂંટણી પંચનું ધ્યાન ખેંચ્યું છે. ઇલેક્શન કમિશને તમામ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર વખતે નિવેદનો આપતી વખતે ગરિમા જાળવી રાખવાની સલાહ આપી હતી. ચાલો જાણીએ કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન ક્યારે -કયા નેતાએ ક્યું વિવાદિત નિવેદન આપ્યું, જેના કારણે આ વખતની કર્ણાટક વિધાનસભા ચૂંટણી ચર્ચામાં રહી હતી.
પીએમ મોદીને ‘ઝેરી સાપ’ કહ્યાં
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 27 એપ્રિલે પીએમ નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કર્ણાટકના કલબુર્ગીમાં તેમણે કહ્યું હતું કે, “પીએમ મોદી એક ‘ઝેરી સાપ’ જેવા છે, તમે વિચારી શકો છો કે તે ઝેર છે કે નહીં, પરંતુ જો તમે તેને ચાટશો તો તમે મારી જશો.” પ્રતિક્રિયા આપવામાં આવી હતી. જો કે ખડગેના નિવેદન પર વિવાદ વધ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે તેમણે પીએમ મોદીને લઈને નિવેદન આપ્યું નથી. બલકે ભાજપની વિચારધારા અંગે નિવેદન આપ્યું હતું.
ભાજપના ધારાસભ્યે સોનિયા ગાંધીની તુલના ‘વિષકન્યા’ સાથે કરી
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના નિવેદન બાદ કર્ણાટકના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બસનગૌડા પાટિલે યતનાલે સોનિયા ગાંધીને લઇને વિવાદીત નિવેદન આપ્યું તુ. યતનાલે 29 એપ્રિલના રોજ એક ચૂંટણી રેલીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તુલના ‘વિષકન્યા’ સાથે કરી હતી.
યતનાલે કહ્યું હતું કે, આખી દુનિયા મોદીના વખાણ કરે છે, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ તેમની સરખામણી ઝેરીલા સાપ સાથે કરે છે. સોનિયા ગાંધી, જેના પર તમે નાચો છો, તે વિષકન્યા છે?” ભાજપના નેતાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ દેશને બરબાદ કરવા માટે ચીન અને પાકિસ્તાનના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. સોનિયા ગાંધી અંગે ટિપ્પણી બાદ કોંગ્રેસે ભાજપ પાસે યતનાલને પાર્ટીમાંથી હાંકી કાઢવાની માંગ કરી હતી.
કોંગ્રેસ બજરંગબલીને બંધ કરાવવા ઇચ્છે છેઃ પીએમ મોદી
કોંગ્રેસે તેના ઘોષણાપત્રમાં બજરંગ દળ વિશે કહ્યું હતું કે ‘અમે માનીએ છીએ કે કાયદો અને બંધારણ પવિત્ર છે અને બજરંગ દળ, પીએફઆઈ અથવા તેમના જેવા અન્ય કોઈ વ્યક્તિ અથવા સંગઠન (તે બહુમતી હોય કે લઘુમતીમાંથી), દુશ્મનાવટ કે નફરત ફેલાવવા માટે તેનું ઉલ્લંઘન કરી શકતા નથી. અમે કાયદા મુજબ નિર્ણાયક કાર્યવાહી કરીશું જેમાં આવી કોઈપણ સંસ્થા પર પ્રતિબંધ મૂકવાનો સમાવેશ થઈ શકે છે. જ્યારે ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું ત્યારે તેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો આવા સંગઠનોએ પ્રતિબંધ સહિતની કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
કોંગ્રેસના ઘોષણાપત્ર બાદ, પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા દાવો કર્યો હતો કે પાર્ટી “જય બજરંગ બલીનો નારા લગાવનારાઓને બંધ કરવા માંગે છે”. વિજયનગર જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે હું હનુમાનની ભૂમિ પર આવ્યો છું. આ મારું સદ્ભાગ્ય છે કે મને હનુમાનજીની ભૂમિને નમન કરવાનો મોકો મળ્યો, પરંતુ કમનસીબી જુઓ કે જ્યારે હું હનુમાનની ભૂમિને માન આપવા આવ્યો છું, તે જ સમયે કોંગ્રેસે તેના ઢંઢેરામાં હનુમાનજીને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
મોદીએ કહ્યું કે, ‘પહેલા તેમણે (કોંગ્રેસ) ભગવાન રામને બંધ કર્યા અને હવે તેમણે જય બંજરંગ બલીના નારા લગાવનારને બંધ કરવાની કસમ લીધી છે. તેમમે કહ્યું કે આ દેશનું દુર્ભાગ્ય છે કે કોંગ્રેસને ભગવાન રામથી મુશ્કેલી હતી અને હવે તેને જય બજરંગ બલી કહેનાર લોકોથી પણ મુશ્કેલી પડી રહી છે.’
પ્રિયંક ખડગેએ પીએમ મોદીને ‘નાલાયક પુત્ર’ કહ્યા
મલ્લિકાર્જુન ખડગેના “ઝેરી સાપ” નિવેદનના થોડા દિવસો બાદ તેમના પુત્ર અને ચિત્તપુરના કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંક ખડગે (સિટિંગ ધારાસભ્ય)એ કહ્યું હતું કે જ્યારે પીએમ મોદી કલબુર્ગી આવ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે તમે બધા ડરશો નહીં, વણઝારા સમુદાયનો એક પુત્ર દિલ્હીમાં બેઠો છે. પ્રિયંક ખડગેએ કહ્યું કે આવો ‘નાલાયક દીકરો’ બેસશે તો ઘર કેવી રીતે ચાલશે.
મલ્લિકાર્જુન ખડગેને મારી નાખવાની ધમકી
6 મેના રોજ, કોંગ્રેસે કલાબુર્ગી જિલ્લાના ચિત્તપુર મતવિસ્તારના ભાજપના ઉમેદવાર માનિક રાઠોડનો કથિત રીતે એક ઓડિયો ક્લિપ શેર કરવામાં આવ્યો હતો. જેમાં માણિક રાઠોડને કન્નડ ભાષામાં એવું કહેતા સાંભળવામાં આવ્યા હતા કે, તે ખડગે, તેની પત્ની અને બાળકોને મારી નાખશે. ત્યારબાદ, રાજસ્થાન પોલીસે રાઠોડ પર તેની ટિપ્પણી બદલ હત્યા અને ગુનાહિત ધાકધમકીનો આરોપ લગાવ્યો હતો.
‘મુસ્લિમ છોકરીઓને બાળક પેદા કરવાનું મશીન ન બનાવો’
ભાજપની માટે કર્ણાટકના કોડાગુ જિલ્લાના શનિવારારસંથે મદિકેરીમાં હિંમતા બિસ્વા સરમે એક ચૂંટણીરેલને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યુ કે, આપણે યુનિફોર્મ સિવિલ કોડ લાવવો પડશે. મુસ્લિમ મહિલાઓ અને દીકરીઓના ચારથી વધુ લગ્નો કરાવવામાં આવે છે. શું આને વ્યવસ્થા કહેવી જોઇએ
હિંમતાએ કહ્યુ હતુ કે, દુનિયામાં આવો કોઇ નિયમ ન હોવો જોઇએ. આપણે સમાન નાગરિક કાયદો લાગુ કરીને આ વ્યવસ્થાને સમાપ્ત કરવી જોઇએ. મુસ્લિમ દિકરીઓને ડોક્ટર અને એન્જિનિયર બનાવવી જોઇએ, બાળકો પૈદા કરવાની મશીન નહીં. ભાજપે સત્તામાં આવશે તો સમાન નાગરિક કાયદો લાગુ કરવાનું વચન આપ્યું છે. હું આની માટે ભાજપને ધન્યવાદ કહેવા માંગીશ.
ટીપુની જેમ સિદ્ધારમૈયાને સમાપ્ત કરો: સીએન અશ્વથ નારાયણ
ઉચ્ચ શિક્ષણ પ્રધાન ડૉ. સીએન અશ્વથ નારાયણે ફેબ્રુઆરીમાં એક નિવેદન આપ્યું હતું, જે અંગે પાછળથી વિવાદ સર્જાયો હતો. મંત્રીએ કહ્યું હતું કે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાને 18મી સદીના મૈસૂરના શાસકની જેમ ખતમ કરી દેવા જોઈએ. માંડ્યામાં એક રેલીને સંબોધતા નારાયણે કહ્યું હતું કે જો ભાજપ કર્ણાટક વિધાનસભા ચૂંટણી હારી જશે તો સિદ્ધારમૈયા સત્તામાં આવશે, તો ટીપુની પ્રશંસા કરે છે. અશ્વથ નારાયણે કહ્યું, “ટીપુનો પુત્ર સિદ્ધારમૈયા આવશે… તમને ટીપુ જોઈએ છે કે સાવરકર? ટીપુ સુલતાનને અહીંયા મોકલવો જોઈએ? ઉરી ગૌડા અને નાંજે ગૌડાએ શું કર્યું? એવી જ રીતે, તેમને પણ બહાર ફેંકી દેવા જોઈએ અને દૂર મોકલી દેવા જોઈએ.”
મંત્રીના નિવેદન પર સિદ્ધારમૈયાએ કહ્યું કે, સિદ્ધારમૈયાને ખતમ કરવાનો અર્થ શું છે? જે મંત્રીએ લોકોની સુરક્ષા કરવી જોઈએ, શું અશ્વથ નારાયણ સાચા છે? હવે શું કહેશે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ? હુમલા કરવા, મારવા અને હત્યા કરવી એ ભાજપની સંસ્કૃતિ છે.
જો કે, ત્યારબાદ અશ્વથ નારાયણને પોતાના નિવેદન પર પસ્તાવો વ્યક્ત કર્યો હતો. નારાયણે કહ્યું કે તેમના નિવેદનનો અર્થ એ છે કે આપણે આગામી ચૂંટણીમાં કોંગ્રેસની હાર થાય તેની ખાતરી કરવી જોઈએ. સિદ્ધારમૈયા સાથે મારો કોઈ અંગત મતભેદ નથી. મારી વચ્ચે માત્ર રાજકીય અને વૈચારિક મતભેદો છે.
આ પણ વાંચોઃ કર્ણાટક ચૂંટણી પરિણામ 2023: 15 મહત્ત્વની બેઠકો પર કોની થઈ જીત?
નાગરિકોના મુદ્દા કરતા લવ જેહાદનો મુદ્દો વધારે મહત્વપૂર્ણ : ભાજપ કર્ણાટક અધ્યક્ષ
આની પહેલા 2 જાન્યુઆરીના રોજ ભાજપના કર્ણાટક પ્રદેશ અધ્યક્ષ નલિન કતીલે લવ જહાદેને લઇ નિવેદન આપ્યું હતુ. કાતિલે કહ્યું હતું કે, રાજ્યમાં પાર્ટીના કાર્યકરોએ આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા રસ્તાઓ, ગટર અને અન્ય નાના મુદ્દાઓને બદલે “લવ જેહાદ” ના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કાતિલે મેંગલુરુમાં કેડર માટે ભાજપના બૂથ વિજય અભિયાન દરમિયાન આ ટિપ્પણી કરી હતી. કાતિલે કહ્યું હતું કે હું તમને લોકોને પૂછું છું – રસ્તા અને દરિયાઈ માર્ગ જેવા નાના મુદ્દાઓ પર વાત ન કરો. તેમણે કહ્યું કે જો આપણે લવ જેહાદને રોકવા માંગતા હોય તો આ માટે ભાજપની જરૂર પડશે.