કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની પૂર્ણ બહુમતી સાથે જીત થયા બાદ મુખ્યમંત્રી કોણ બનશે એના ઉપર સૌની નજર ટકેલી છે. બીજી તરફ કોંગ્રેસની આ જીતની સાથે જ ભાજપનો દક્ષિણ કિલ્લો ધ્વસ્ત થયો છે. કર્ણાટકમાં મુખ્યમંત્રી કોણ બનશે એના ઉપર મંથન ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક થઈ હી. જ્યાં પાર્ટીના વિજેતા 135 ધારાસભ્યોએ ભાગ લીધો હતો.
મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે ધારાસભ્યોએ વોટિંગ કર્યું હતું. ધારાસભ્યોમાં કોઈએ ડીકે શિવકુમારને તો કોઈએ સિદ્ધારમૈયાના પક્ષમાં મત આપ્યો હતો. જ્યારે કેટલાક ધારાસભ્યોએ પાર્ટીના હાઈકમાન ઉપર નિર્ણય છોડી દીધો હતો. પરંતુ આ વચ્ચે એ નક્કી ન થઈ શક્યું કે કર્ણાટકના મુખ્યમંત્રી કોણ બનશે?
ડીકે શિવકુમાર બોલ્યા મારો આજે જન્મદિવસ છે. હું દિલ્હી નહીં જઉં
આ સ્થિતિ વચ્ચે ઓબ્ઝર્વર ભવર જીતેન્દ્ર સિંહએ કહ્યું કે બધા ધારાસભ્યોની સલાહ લીધી છે. અમે હવે દિલ્હી જઈ રહ્યા છીએ. અમે રિપોર્ટ બનાવીને કોંગ્રેસ અધ્યક્ષને રજૂ કરીશું. ધારાસભ્ય દળના નેતા કોણ હશે તે અધ્યક્ષ નક્કી કરશે. કર્ણાટકના પૂર્વ મૂખ્યમંત્રિ સિદ્ધારમૈયાને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હાઇકમાન સિદ્ધારમૈયા સાથે કેટલાક મુદ્દાઓ પર વાત કરશે.
ડીકે શિવકુમારે કહ્યું કે અમને આ લાઇનનો પ્રસ્તાવ પસાર કર્યો છે. અમે પાર્ટી આલાકમાન પર છોડી દીધો છે. મેં દિલ્હી જવાનો નિર્ણય કર્યો નથી. મારો આજે જન્મ દિવસ છે. અહીં પૂજા છે. હું મંદિર જઇશ.
સિદ્ધારમૈયાએ આપ્યો સત્તામાં ભાગીદારીનો ફોર્મૂલા
સુત્રોના જણાવ્યા પ્રમાણે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ સત્તામાં ભાગીદારીનો મોટો ફોર્મૂલા આપ્યો છે. તેમણે કહ્યું કે પહેલા બે વર્ષ તેઓ મુખ્યમંત્રી બની જશે અને બાકીના ત્રણ વર્ષ ડીકે શિવકુમારને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવશે. સિદ્ધારમૈયાએ પોતાની ઉંમરને ધ્યાનમાં રાખી હતી. તેમણે કહ્યું કે તેઓ ઉમરલાયક છે. એટલા માટે ઓછામાં ઓછા 2024ની સંસદીય ચૂંટણી સુધી પહેલા ચરણમાં સરકાર ચલાવશે. જોકે, ડીકે શિવકુમારે સિદ્ધારમૈયાના આ ફોર્મૂલાને રાજસ્થાન અને છત્તીસગઢનો હવાલો આપીને નકારી દીધો હતો.
કોંગ્રેસ હાઈકમાન્ડે લીધો મોટો પડકાર
એ પણ માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ પોત-પોતાના સમર્થકો પાસે સમર્થન માંગે છે. સૂત્રોએ એ પણ કહ્યું કે શિવકુમાર અને સિદ્ધારમૈયાએ બરાબરીની દાવેદારી કરી છે. હાઈકમાન્ડે કહ્યું કે આ મોટો પડકાર છે. જો ડીકે શિવકુમારને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવે તો સિદ્ધારમૈયાને કેવી રીતે મનાવવામાં આવે. તેમને કઇ જવાબદારી આપવામાં આવે. ડીકે શિવકુમારનું પલ્લું એટલા માટે ભારે છે કારણ કે તેઓ છેલ્લા ત્રણ વર્ષોમાં પાર્ટી માટે તન તોડ મહેનત કરી છે. સિદ્ધારમૈયા માટે પ્લસ પોઇન્ટ એ છે કે તેમને જનનેતા તરીકે જોવામાં આવે છે. એટલા માટે આ બધા પડકારમાં કોંગ્રેસ હાઇકમાન્ડ કેવી રીતે સમાધાન કાઢી શકે છે એ જોવું જ રહ્યું.