scorecardresearch

Karnataka election results, કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ : ભાજપની ભુંડી હારના 5 કારણો, માત્ર ‘મોદી મેજીક’થી ચૂંટણી જીતી શકાતી નથી

Karnataka election results : કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર થઇ છે અને કોંગ્રેસે જ્વલંત વિજય મેળવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપની હારના મુખ્ય પાંચ કારણો પર એક નજર કરીયે.

pm narendra modi
કર્ણાટક વિધાન સભાની ચૂંટમી જીતવા પીએમ નરેન્દ્ર મોદીએ ઘણા રોડ શો કર્યા હતા.

(લીઝ મેથ્યુ) Karnataka election results 2023 : કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર થઇ છે અને કોંગ્રેસે ફરી ‘કિંગ’ બનીને સત્તામાં આવશે. મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામમાં ભાજપની હારનો સ્વીકાર કર્યો અને પાર્ટીને પરાજય તરફ ધકેલનાર પરિબળોના આત્મનિરીક્ષણની કવાયત શરૂ કરી છે. જોકે ભાજપના સૂત્રોએ સ્વીકાર્યું કે, તે મતદાનના ઘણા સમય પહેલા ચૂંટણી હારી ગઈ હતી.

કર્ણાટકની ચૂંટણીમાં ભાજપ ક્યાં નબળી રહી તેવી કેટલીક મુખ્ય બાબતો પર નજર કરીયે :

નેતૃત્વની મૂંઝવણ

કર્ણાટક ભાજપને નવા નેતૃત્વ હેઠળ ચૂંટણી માટે તૈયાર કરવાના પ્રયાસરૂપે , પાર્ટી હાઈકમાન્ડે જુલાઈ 2021માં તેના પીઢ નેતા અને ચાર વખતના મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાના સ્થાને બસવરાજ બોમ્માઈને મુખ્યમંત્રી બનાવ્યા હતા, જેમને સ્વચ્છ છબીના હોવાની સાથે સાથે સારા વહીવટકર્તા માનવામાં આવતા હતા. જો કે, બોમ્માઈ લોકપ્રિય નેતા તરીકે ઉભરી શકવામાં નિષ્ફળ જતાં, પક્ષને યેદિયુરપ્પા પર પાછા પડવું પડ્યું, જેઓ હજુ પણ સમુદાયો માંઅને પ્રદેશોમાં બહોળી લોકપ્રિયતા અને સ્વીકૃતિ ધરાવે છે.

તેથી યેદિયુરપ્પાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ચૂંટણી પ્રચારમાં સ્ટાર પ્રચારક તરીકે પાછા લાવવામાં આવ્યા હતા . જો કે ભાજપ એ બાબતે અવઢવમાં હતું કે જો કર્ણાટકમાં ચૂંટણી જીત તો બોમાઇને સીએમ પદે જાળવી રાખવા કે નહીં અથવા નવો ચહેરો શોધવો. આ અનિશ્ચિતતાએ પાર્ટી કેડરને મૂંઝવણમાં મૂકી દીધા.

આવી જ મૂંઝવણ પ્રવર્તી હતી જ્યારે પાર્ટીએ તેની સરકાર સામેના “એન્ટી-ઇન્કમ્બન્સી” પરિબળને નિષ્ક્રિય કરવા માટે તેના ઉમેદવારોની યાદીમાં પેઢીગત ફેરફાર કરવાનું નક્કી કર્યું હતું. ભૂતપૂર્વ સીએમ જગદીશ શેટ્ટર અને કેએસ ઇશ્વરપ્પા અને લક્ષ્મણ સાવડી જેવા વરિષ્ઠ નેતાઓ સહિત સંખ્યાબંધ દિગ્ગજોને મેદાનમાં ન ઉતારવાનો નિર્ણય કરીને, તેણે ઘણા વર્તમાન ધારાસભ્યોને પડતા મૂક્યા અને 72 નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા. શેટ્ટર અને સાવડી સહિત લગભગ આઠ અસંતુષ્ટ પાર્ટી નેતાઓએ પાછળથી કોંગ્રેસમાં જોડાઇ ગયા.

પ્રજા સાથે વાત પહોંચાડવામાં મુશ્કેલી

ભાજપે વિકાસને લગતો તેનો પ્રચાર રોડમેપ તૈયાર કર્યો, તેના નેતાઓએ દાવો કર્યો કે પાર્ટી તેના શાસનના રેકોર્ડ પર જનાદેશ મેળવવા માંગે છે. જો કે, ભાજપના વિકાસ પ્રચારની ગાડી હિંદુત્વના આરે આવીને અટકી ગઇ. મેના પ્રથમ સપ્તાહ સુધીમાં કોંગ્રેસ દ્વારા તેના ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની ઘોષણા કર્યા બાદ ભાજપનું ઝુંબેશ ભગવાન હનુમાનની આસપાસ કેન્દ્રિત થવાનું શરૂ થયું.

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા ( PFI ) સાથે બજરંગ દળ જેવા સંગઠનો સામે પ્રતિબંધ સહિત કડક પગલાં લેવાના કોંગ્રેસના વચનનું “મુસ્લિમ તુષ્ટિકરણ” તરીકે અર્થઘટન કરીને, ભાજપે તેનું ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદથી સમગ્ર રાજ્યમાં ભાજપના નેતાઓ, પીએમ મોદીથી લઈને દરેક સ્થાનિક નેતા તેમની રેલીઓ અને પ્રચારોમાં “જય બજરંગ બલી” ના નારા લગાવી કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતુ.

પાર્ટીના એક નેતાએ શનિવારે જણાવ્યું કે, તો મતદારો બીજી તરફ “અસ્વસ્થ અને નિરાશ” હતા કે ભાજપ તરફથી મોંઘવારી અને બેરોજગારીની ચિંતાઓ દૂર કરવા કોઇ વિશ્વસનીય વચન આપવામાં આવ્યું નથી.

આ બાબત તેના પ્રચારમાં હિંદુત્વને ન લેવાની ભાજપની અગાઉની યોજનાથી વિપરીત હતું કારણ કે તેના સર્વેક્ષણો સહિત જમીની વાસ્તવિકતાઓનું પક્ષનું મૂલ્યાંકન દર્શાવે છે કે કર્ણાટક જેવા રાજ્યમાં આવા મુદ્દાઓ કામ કરશે નહીં. પક્ષના સંખ્યાબંધ નેતાઓએ ધ્યાન દોર્યું હતું કે જૂના મૈસુર અને દરિયાકાંઠાના કર્ણાટકમાં કેટલાક ક્ષેત્રો સિવાય ધાર્મિક મુદ્દાઓનો કોઈ પડઘો પડ્યો નથી.

મજબૂત પૃષ્ઠભૂમિ તૈયાર કરવામાં નિષ્ફળ

કોંગ્રેસે ચૂંટણી પહેલા એક પૃષ્ઠભૂમિ તૈયાર કરવામાં સફળ રહી કે ભાજપ સરકાર “ભ્રષ્ટ” અને “40 ટકા સરકાર” છે, શાસક પક્ષ તેનો અસરકારક રીતે સામનો કરવામાં નિષ્ફળ ગયો. પક્ષના કેટલાક નેતાઓએ સમયસર અસરકારક પ્રતિસાદ આપવામાં અસમર્થતાને ભાજપની હારનું કારણ ગણાવ્યું છે.

આ ઉપરાંત જ્યારે કોંગ્રેસ તેના બે ટોચના રાજ્ય નેતાઓ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે ખુલ્લેઆમ મતભેદો હોવા છતાં એક સુમેળભર્યુ જોડાણ રજૂ કરવામાં સફળ રહી, ત્યારે ભાજપ વિભાજિત ઘરની જેમ દેખાય છે અને સિનિયર નેતાઓ પણ પક્ષ છોડીને બહાર નીકળ્યા હતા. કેટલાક નેતાઓએ તો પક્ષના બજરંગ દળના મુદ્દાને આગળ વધારવાના પગલા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

મોદી પર વધુ પડતી નિર્ભરતા

સંખ્યાબંધ રાજ્યોમાં તાજેતરનો અનુભવ હોવા છતાં, જેમાં હિમાચલ પ્રદેશ તાજેતરનું ઉદાહરણ છે, જે દર્શાવે છે કે જો રાજ્યનું પ્રદેશ સંગઠન સુમેળભર્યું અને મજબૂત ન હોય તો પીએમ મોદી બધો જ ભાર ઉઠાવી શકતા નથી. કર્ણાટકમાં સમગ્ર પ્રચાર દરમિયાન રાજ્યભરના ભાજપના નેતાઓ પાર્ટીને લાઇમલાઇટમાં સ્થિતિમાં લાવવા માટે પીએમ મોદી તેમના અભિયાનની શરૂઆત કરે તેની રાહ જોતા હતા.

જો કે, ગયા વર્ષે નવેમ્બરમાં હિમાચલની ચૂંટણીની જેમ કર્ણાટકની ચૂંટણીઓએ સાબિત કર્યું કે મોદી જાદુ ત્યારે જ કામ કરશે જો રાજ્ય એકમ તેની સાથે મળીને કાર્ય કરશે. પાર્ટીએ તેના ઓડિયો વિઝ્યુઅલ ઝુંબેશમાં બોમ્માઈ અથવા તેમની સરકારના રિપોર્ટ કાર્ડને પડતું મુક્યું, જેમાં મુખ્યત્વે કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ અને મોદીની લોકપ્રિયતાને પ્રકાશિત કરવામાં આવી હતી. પક્ષ મતદારોના સંદેશને વાંચવામાં નિષ્ફળ રહ્યું કે તેઓ રાષ્ટ્રીય અને રાજ્યની ચૂંટણીઓને અલગ અલગ રીતે જૂએ છે.

અન્ય મોટા નેતાની ગેરહાજરી

વિશ્વાસપાત્ર રાજ્ય નેતૃત્વની ગેરહાજરીએ કર્ણાટકમાં ભાજપની સંભાવનાઓને ગંભીર રીતે નબળી પાડી છે. પક્ષના એકમમાં યેદિયુરપ્પા સિવાય અન્ય કોઈ નેતા હોય તેવું લાગતું ન હતું જેઓ રાજ્યમાં જ્ઞાતિ, સાંપ્રદાયિક અને જાતિની સરહદો પાર કરીને સાર્વત્રિક લોકપ્રિયતા ધરાવતા હોય. જો કે, યેદિયુરપ્પા પોતે ચૂંટણી મેદાનમાં ન હતા તે જોતાં, તેમના અભિયાનમાં વિશ્વસનીયતાનો અભાવ હતો.

આ પણ વાંચોઃ કર્ણાટકના પરિણામોથી ભાજપ લેશે બોધપાઠ! 2024માં મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા પાર્ટી રણનીતિમાં ફેરફાર કરશે

ભાજપ દેશના વિવિધ પ્રદેશોમાં પણ આવા પડકારનો સામનો કરી રહી હોવાનું મનાય છે. વર્ષ 2014થી, પાર્ટી ઉત્તર પ્રદેશ અને આસામ સિવાયના રાજ્યોમાં મજબૂત નેતૃત્વ ઉભું કરી શકી નથી, જ્યાં અનુક્રમે યોગી આદિત્યનાથ અને હિમંતા બિસ્વા સરમા મજબૂત રીતે નેતા છે. બાકીના સત્તાધારી રાજ્યોમાં પણ પાર્ટીના ચૂંટણી પ્રચાર અને વ્યૂહરચના મોદીની આસપાસ કેન્દ્રિત છે.

આ પણ વાંચોઃ Disclaimer: આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો. 

Web Title: Karnataka election results 2023 bjp lost pm narendra modi congress

Best of Express