જ્યારે પીએમ મોદીએ ફિલ્મોની કરી ચર્ચા, ‘ધ કેરળ સ્ટોરી’થી લઈને કાશ્મીર ફાઇલ્સ સુધી, ઘણા છે નામ

PM modi talks of film : પીએમ નરેન્દ્ર મોદી તેમના કાર્યકાળમાં અનેક વખત ફિલ્મો પર પણ ચર્ચા કરી છે. જેમાં ધ કેરળ સ્ટોરી (the kerala story), ધ કાશ્મીર ફાઈલ્સ (the kashmir files), પીએમ મોદી બાયોપિક અને ટોયલેટ એક પ્રમકથા (Toilet: Ek Prem Katha) નો પણ સામાવેશ છે.

Written by Kiran Mehta
Updated : May 06, 2023 22:13 IST
જ્યારે પીએમ મોદીએ ફિલ્મોની કરી ચર્ચા, ‘ધ કેરળ સ્ટોરી’થી લઈને કાશ્મીર ફાઇલ્સ સુધી, ઘણા છે નામ
પીએમ મોદીની ફિલ્મ પર ચર્ચાની કહાની

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બેલ્લારીમાં આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે નવી રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’નો ઉલ્લેખ કર્યો હતો. આ વિવાદાસ્પદ ફિલ્મ ISIS માં જોડાવા માટે ઘર છોડીને જતી મહિલાઓ વિશે છે.

‘ધ કેરળ સ્ટોરી’ કેરળમાં આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરે છે – PM મોદી

આ દરમિયાન પીએમએ કહ્યું, “દેશને અંદરથી ખોખલુ કરવાના ષડયંત્રની ચર્ચા કરતી કેરળ સ્ટોરી વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. તેઓ કહે છે કે ‘ધ કેરળ સ્ટોરી’ માત્ર એક રાજ્યમાં આતંકવાદી ષડયંત્ર પર આધારિત છે. આટલું સુંદર રાજ્ય, જ્યાં લોકો મહેનતુ છે અને પ્રતિભાશાળી ભૂમિ છે, ધ કેરળ સ્ટોરી ત્યાં આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરે છે પરંતુ, દેશની કમનસીબી જુઓ. કોંગ્રેસ આજે એવા આતંકવાદી તત્વો સાથે ઉભી છે જે દેશને બરબાદ કરી રહ્યા છે. રાજ્યની જનતાએ કોંગ્રેસથી સાવધાન રહેવું જોઈએ.

PMએ મોદીએ ‘રામાયણઃ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામ’ પર કરી ચર્ચા

ભૂતકાળમાં પણ ભાજપ અને પીએમ મોદીએ એવી ઘણી ફિલ્મો વિશે વાત કરી છે, જેને કરમુક્તિ દ્વારા અથવા સોશિયલ મીડિયા પર વોકલ સપોર્ટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. તેમના મન કી બાતના સંબોધનમાં પીએમ મોદીએ ‘રામાયણઃ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામા’ વિશે વાત કરી હતી, જે ભારત અને જાપાન દ્વારા સહ-નિર્મિત અને 1993માં રિલીઝ થયેલી પ્રથમ એનિમેશન ફિલ્મ હતી.

આ ફિલ્મ વિશે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતુ કે, “આ પ્રોજેક્ટ ખૂબ જ પ્રખ્યાત જાપાની ફિલ્મ નિર્દેશક યુગો સાકોજી સાથે સંકળાયેલો હતો. લગભગ 40 વર્ષ પહેલા 1983માં તેમને પહેલીવાર રામાયણ વિશે જાણ થઈ હતી. મોદીએ કહ્યું કે, સાકો રામાયણથી પ્રભાવિત થયા અને મહાકાવ્ય વિશે ઊંડાણપૂર્વક શોધ શરૂ કરી. તેમણે જાપાની ભાષામાં રામાયણના 10 અધ્યાય વાંચ્યા અને તે આટલે જ ન રોકાયા, તે તેને એનિમેશનના માધ્યમથી લોકોને દેખાડવા માંગતા હતા. પીએમએ આગળ કહ્યું કે, તેમને બતાવવામાં આવ્યું હતુ કે લોકો ભારતમાં ધોતી અને સાડી કેવી રીતે પહેરે છે. લોકો વાળને કેવી રીતે સવારે છે. બાળકો ઘરમાં તેમનાથી મોટા લોકો (વડીલો)નું કેવી રીતે સન્માન કરે છે.

ધ કાશ્મીર ફાઈલ્સ

માર્ચ 2022 માં, પીએમ મોદીએ, ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સત્તામાં પાછા ફર્યા પછી, પાર્ટીના સાંસદોને સંબોધિત કરતી વખતે, 1990 ના દાયકામાં કાશ્મીરી પંડિતો પરના હુમલાઓ અને ખીણમાંથી તેમની હિજરત પર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો ઉલ્લેખ કર્યો હતો. ફિલ્મને બદનામ કરવાના પ્રયાસો પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે, ફિલ્મ પર તથ્યોના આધારે ચર્ચા કરવાને બદલે કલાના આધારે તેને બદનામ કરવા માટે મોટું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ફિલ્મને ઓછામાં ઓછા 6 ભાજપ શાસિત રાજ્યોમાં ટેક્સમાં છૂટ આપવામાં આવી હતી.

પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન જ્યારે પીએમ મોદી પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે બીજેપીની રાજનીતિ સાથે જોડાયેલ કેટલીક ફિલ્મો રિલીઝ કરવામાં આવી હતી. પીએમ મોદી વિશે પીએમ મોદી નામની એક બાયોપિક ચૂંટણીની વચ્ચે 11 મેના રોજ રિલીઝ થવાની હતી. તેનું ટ્રેલર મહારાષ્ટ્ર ભાજપના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોન્ચ કર્યું હતું. કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી, તેના નેતાઓએ તેને રાજકીય અને પ્રેરિત ગણાવી હતી. આખરે, ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતાને ટાંકીને 19 મેના રોજ મતદાનના છેલ્લા તબક્કા સુધી ફિલ્મની રિલીઝ રોકી દીધી હતી.

આ પણ વાંચોપીએમ મોદીએ ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર આતંકને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો

ટોયલેટ: એક પ્રેમ કથા

જૂન 2017 માં, પીએમ મોદીએ ફિલ્મ ટોયલેટ: એક પ્રેમ કથાની પ્રશંસા કરી, જે દરેક ઘરમાં શૌચાલય પ્રદાન કરવાના સરકારના મિશન સાથે સંકલિત છે.

ડિસક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ