karnataka elections: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના ચોંકાવનાર ઓપિનિયન પોલ, ભાજપ અને કોંગ્રેસમાંથી કોની બનશે સરકાર
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના મતદાનમાં 11 દિવસ બાકી છે. આ વિધાનસભા ચૂંટણી પહેલા એબીપી ન્યૂઝ અને સી વોટરે એક મોટો ઓપિનિયન પોલ રજૂ કર્યો હતો. એબીપી ન્યૂઝ-સી વોટરના ઓપિનિયન પોલ અનુસાર આ વખતે કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં સરકાર બનાવી શકે છે. ઓપિનિયન પોલમાં કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે ભાજપ 100 બેઠકનો આંકડો પણ પાર નહીં કરે.
એબીપી ન્યૂઝ-સી વોટરના ઓપિનિયન પોલ અનુસાર ભાજપને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 74થી 86 સીટો જ્યારે કોંગ્રેસ પાર્ટીને 107 થી 119 સીટ મળી શકે છે. તો અન્ય રાજકીય પક્ષ જીડીએસને 23થી 35 સીટ અને અન્યો પક્ષોને 0 થી 5 સીટ મળવાની શક્યતા છે. આ ઓપિનિયન પોલથી હાલ એવું દેખાઇ રહ્યું છે કે, કર્ણાટકની આ વખતની વિધાનસભા ચૂંટણી 2023માં કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળી શકે છે.
કોંગ્રેસનો વોટ શેર વધશે
ઉપરાંત ઓપિનિયન પોલ અનુસાર કોંગ્રેસ પાર્ટીને કર્ણાટકમાં સૌથી વધુ વોટ શેર મળી શકે છે. ઓપિનિયન પોલ અનુસાર કોંગ્રેસ પાર્ટીને 40% વોટ મળી શકે છે. જ્યારે ભાજપને 35 ટકા વોટ, જેડીએસને 17 ટકા અને અન્યોને 8 ટકા વોટ મળી શકે છે.
ઓપનિયન પોલ અનુસાર જૂના મૈસૂર વિસ્તારમાં ભાજપનો સફાયો થઇ શકે છે. આ પોલ અનુસાર ભાજપને 55માંથી માત્ર 3થી 7 બેઠકો જ મળી શકે છે. તો કોંગ્રેસ પાર્ટીને 21માંથી 25 ટકા બેઠકો મળી શકે છે. તો જીડીએસને 25 થી 29 બેઠક મળી શકે છે. તો અન્ય પક્ષોને 0 કે 1 બેઠક મળી શકે છે.
કોંગ્રેસ જીતો તો મુખ્યમંત્રી પદના દાવેદાર કોણ?
આ ઓપિનિયન પોલ અનુસાર કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ હતો મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા પ્રથમ પસંદગી બની શકે છે. 41 ટકા લોકો સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. જ્યારે 31 ટકા મતદારો બસવરાજ બોમાઈ, 22% એચડી કુમારસ્વામી, 3% ડીકે શિવકુમાર અને 3 મતદારો અન્ય કોઇ નેતાને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ દાવો કર્યો છે કે કર્ણાટકમાં કોંગ્રેસને 150થી વધુ સીટો મળશે. સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો છે કે ભાજપને 40 બેઠકો પણ મળશે નહીં.