Karnataka congress, Jagadish shettar : કર્ણાટક કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યના પૂર્વ સીએમ જગદીશ શેટ્ટર ભાજપમાં જોડાયા છે. ગુરુવારે સવારે તેમણે બીજેપી નેતા અને કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પાની હાજરીમાં દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં પાર્ટીમાં ફરી પ્રવેશ કર્યો હતો.જગદીશ શેટ્ટાર યેદિયુરપ્પાની સાથે બીજેપી ઓફિસ પહોંચ્યા હતા.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ટિકિટ નકારવામાં આવતા તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.કોંગ્રેસ ગ્રેસે તેમને હુબલી-ધારવાડથી મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તેઓ હારી ગયા હતા. બાદમાં કોંગ્રેસ પાર્ટીએ તેમને એમએલસી બનાવ્યા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જગદીશ શેટ્ટાર ભાજપમાં જોડાતા પહેલા અમિત શાહને મળ્યા હતા.
જગદીશ શેટ્ટાર એ ઘર વાપસી સમયે શું કહ્યું?
ભાજપમાં પાછા ફરવા પર જગદીશ શેટ્ટારે કહ્યું, “ભાજપે ઘણી જવાબદારીઓ આપી હતી. હું કેટલાક કારણોસર કોંગ્રેસમાં જોડાયો હતો. છેલ્લા આઠ-નવ મહિનામાં ખૂબ ચર્ચા થઈ હતી. ભાજપના કાર્યકરો પણ ઈચ્છતા હતા કે હું ફરીથી પાર્ટીમાં જોડાઉં. યેદિયુરપ્પા જી અને વિજયેન્દ્ર જી પણ ઈચ્છતા હતા કે હું ભાજપમાં પાછો ફરું. હું એ વિશ્વાસ સાથે પાર્ટીમાં પાછો ફરી રહ્યો છું કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે.
આ પણ વાંચોઃ- TMC એ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો કેમ ઇન્કાર કરો? મમતા બેનર્જીએ ખૂબ સમજી વિચારીને કર્યો નિર્ણય
જગદીશ શેટ્ટાર વિશે ઘણા દિવસોથી અટકળો થઈ રહી હતી?
જગદીશ શેટ્ટારે રામ મંદિરના અભિષેકના દિવસે અયોધ્યા સંબંધિત ટ્વિટ કર્યું હતું, ત્યારથી તેમના ઘરે પરત ફરવાની અટકળો વધી હતી. તાજેતરમાં, જ્યારે કર્ણાટકના ડેપ્યુટી સીએમને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડીકે શિવકુમારે કહ્યું કે ભાજપ જગદીશ શેટ્ટારનો સંપર્ક કરી રહ્યું છે કારણ કે ભાજપ-જેડીએસ ગઠબંધન નેતૃત્વ અને આત્મવિશ્વાસના અભાવથી પીડિત છે.
મમતા બેનર્જીએ પણ લોકસભા ચૂંટણી એકલા હાથે લડવાનો કર્યો નિર્ણય
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 2024ની લોકસભા ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય કરી દીધો છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા દીદી પોતાનો નિર્ણય બદલશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટપણે કંઈ કહી શકાય નહીં, પરંતુ તેમણે આ નિર્ણય શા માટે લીધો તે અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મમતા બેનર્જી કોઈપણ સંજોગોમાં બંગાળમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગે છે. તેઓ કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે. આ સિવાય તેઓ ઈન્ડિયા એલાયન્સમાં CPI(M)ની હાજરીથી પણ ખુશ નથી.