કર્ણાટક ચૂંટણી પરિણામઃ ધારાસભ્યોને મળવા હોટલ પહોંચ્યા ડીકે શિવકુમાર, મુખ્યમંત્રીના નામ પર આજે દિલ્હીમાં થશે મંથન

karnataka assembly election 2023 : સોમવારે બંને નેતા પાર્ટી હાઈકમાન સાથે દિલ્હીમાં મુલાકાત કરી શકે છે. આવી સ્થિતિમાં કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે કર્ણાટકના મુખ્યમંત્રીની જાહેરાત આજે થઇ શકે છે. આ વચ્ચે ડીકે શિવકુમાર આજે ધારાસભ્યોને મળવા માટે હોટલ પહોંચ્યા હતા.

Written by Ankit Patel
Updated : May 15, 2023 17:35 IST
કર્ણાટક ચૂંટણી પરિણામઃ  ધારાસભ્યોને મળવા હોટલ પહોંચ્યા ડીકે શિવકુમાર, મુખ્યમંત્રીના નામ પર આજે દિલ્હીમાં થશે મંથન
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર (ફાઇલ ફોટો, ઇન્ડિયન એક્સપ્રેસ)

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ હવે બધાની નજર રાજ્યના મુખ્યમંત્રી કોણ બનશે એના પર છે. મુખ્યમંત્રી માટે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર અને પૂર્વ સીએમ સિદ્દરમૈયાના નામની સૌથી વધારે ચર્ચા છે. સોમવારે બંને નેતા પાર્ટી હાઈકમાન સાથે દિલ્હીમાં મુલાકાત કરી શકે છે. આવી સ્થિતિમાં કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે કર્ણાટકના મુખ્યમંત્રીની જાહેરાત આજે થઇ શકે છે. આ વચ્ચે ડીકે શિવકુમાર આજે ધારાસભ્યોને મળવા માટે હોટલ પહોંચ્યા હતા.

13 મેના રોજ વિધાસભા ચૂંટણીના પરિણામો આવતા જ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને એક હોટલમાં મોકલી દીધા હતા. બંગ્લુરની શાંગરી- લા હોટલમાં ધારાસભ્યોને રાખ્યા છે. આજે સવારે ડીકે શિવકુમાર ધારાસભ્યોને મળવા માટે હોટલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બે ચહેરા સામે આવ્યા છે. બંનેમાંથી કોના નામ પર મુહર લાગશે એનો નિર્ણય આજે થશે. રવિવારે ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે આજે નિર્ણય કરશે. હવે ધારાસભ્ય દળના નેતા ચૂંટણીની જવાબદારી ખડગે પર આવી ગઈ છે.

રવિવારે એક ખાનગી હોટલમાં થયેલી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં સર્વસમ્મતિથી પ્રસતાવ પસાર કરી પાર્ટી મલ્લિકાર્જૂન ખડગે ધારાસભ્ય દરના નેતાઓને અધિકાર આપ્યો છે. જો કર્ણાટક ઉપર આગામી મુખ્યમંત્રી બનશે.

આ બેઠકમાં કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ અને ત્રણ કેન્દ્રી પર્યવેક્ષકનો સમાવેશ થયો છે. આ પહેલા કોંગ્રેસના કેન્દ્રીય પર્યવેક્ષકોએ કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ, સિદ્ધરમૈયા અને શિવકુમારની સાથે બેઠક છે. બેઠકમાં પારિત પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ ધારાસભ્ય દળ સર્વસમ્મતિથી પ્રસ્તાવ કરે છે. કોંગ્રેસ અધ્યક્ષને પાર્ટી ધારાસભ્ય દળના નવા નેતા નિયુક્ત કરવા માટે અધિકૃત કરવામાં આવે છે. આજે ત્રણેય પર્યવેક્ષક પણ દિલ્હીથી પરત ફરશે.

હવે નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષના હાથમાં છે. બંને વરિષ્ઠ નેતા સિદ્ધરમૈયા અને ડીકે શિવકુમાર મુખ્યમંત્રી પદની દાવેદારીને લઇને સોમવારે દિલ્હી પહોંચી શકે છે. તેમની સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ખડગે સાથે મુલાકાત કરવાની પણ સંભાવના છે. ખડગેએ કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા પસંદ કરવા માટે વરિષ્ટ નેતા સુશીલ કુમાર શિંદે, જિતેન્દ્ર સિંહ અને દીપક બાબરિયાને પર્યવેક્ષક નિયુક્ત કર્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ