કર્ણાટકના નયા મુખ્ય કોણ હશે. એ અંગે અનેક ચર્ચા વિચારણ થયા બાદ નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કર્ણાટકમાં શનિવારે નવા મુખ્યમંત્રી શપથ લેશે પરંતુ આ પહેલા જ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર દિલ્હી જઇ રહ્યા છે. જ્યાં કર્ણાટકના નવા મંત્રીમંડળ અંગે મંથન થશે. બીજી તરફ કર્ણાટકમાં શપથ સમારોહ માટે તડામાર તૈયારી ચાલી રહી છે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી ઉપરાંત સિદ્ધારમૈયાના મંત્રિમંડળમાં 28 મંત્રી શપથ લઇ શકે છે. મંત્રિમંડળમાં કોને કોને જગ્યા મેળશે એના ઉપર મંથન કરશે. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર આજે દિલ્હી આવી રહ્યા છે.
માનવામાં આવી રહ્યું છે કે દલિત નેતા પરમેશ્વરને મહત્વના વિભાગ આપવામાં આવી શકે છે. મુખ્યમંત્રીના રેસમાં ડીકે શિવકુમાર પાછળ રહી ગયા હતા. આવી સ્થિતિમાં શિવકુમાર ઇચ્છશે કે તેમની ટીમમાં મોટાભાગના ધારાસભ્યો રાજ્ય કેબિનેટ મંત્રી બને સાથે જ મહત્વની જવાબદારી પણ નિભાવે. બીજી તરફ સિદ્ધારમૈયા મુખ્યમંત્રીની સાથે જ મંત્રિમડળમાં પણ પોતાની પકડ મજબૂત રાખવા માંગેશે. પાર્ટીના સૂત્રો પ્રમાણે રાજ્ય કેબિનેટમાં કુલ 28 મંત્રીઓ હશે.