Karnataka New CM : કોંગ્રેસે સસ્પેન્શ ખોલ્યું, કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયાની પસંદગી, ડીકે શિવકુમાર બનશે dy cm, 20 મેના રોજ શપથગ્રહણ કરશે

Karnataka New CM latest Updates: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી સહિતાના દિગ્ગજ નેતાઓએ ચર્ચા વિચારણા કર્યા બાદ સિદ્ધારમૈયાને મુખ્ય પ્રધાન અને ડી કે શિવકુમારને નાયબ મુખ્ય પ્રધાન નિયુક્ત કરવા માટે તૈયાર હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.

Written by Ankit Patel
Updated : May 18, 2023 11:18 IST
Karnataka New CM : કોંગ્રેસે સસ્પેન્શ ખોલ્યું, કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયાની પસંદગી, ડીકે શિવકુમાર બનશે dy cm, 20 મેના રોજ શપથગ્રહણ કરશે
સિદ્ધારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી- ફાઇલ તસીવર

Karnataka New CM name declare : કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતી બાદ સત્તામાં આવેલા કોંગ્રેસ પક્ષે લાંબી ચર્ચા વિચારણા અને મનો મંથન કર્યા બાદ આખરે નવા મુખ્યમંત્રીના નામ પરથી પડદો ઉચક્યો હતો. કોંગ્રેસે ગુરુવારે કર્ણાટક સરકારની રચના અંગેની મડાગાંઠનો અંત આવ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી સહિતાના દિગ્ગજ નેતાઓએ ચર્ચા વિચારણા કર્યા બાદ સિદ્ધારમૈયાને મુખ્ય પ્રધાન અને ડી કે શિવકુમારને નાયબ મુખ્ય પ્રધાન નિયુક્ત કરવા માટે તૈયાર હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. અહેવાલ પ્રમાણે શપથ ગ્રહણ સમારોહ 20 મે શનિવારના રોજ બેંગલુરુમાં યોજાય તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે સિદ્ધારમૈયા અને શિવકુમાર બંને ટોચના પદ માટેના દાવેદારોએ બુધવારે પાર્ટીના નેતા રાહુલ ગાંધી સાથે અલગ-અલગ બેઠક કરી હતી. શિવકુમારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે લંચ મીટિંગ પણ કરી હતી. બેઠકો પછી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શિવકુમાર તેમના ધારાસભ્યો અને તેમની નજીકના નેતાઓ સાથે તેમના ભાઈ અને લોકસભા ડી કે સુરેશના નિવાસસ્થાને બેઠકમાં હતા.

કેન્દ્રીય નેતૃત્વએ સિદ્ધારમૈયા, શિવકુમાર અને રાજ્યના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે પરામર્શ કરી હોવા છતાં પાર્ટીની કર્ણાટક મહિલા પાંખના પ્રમુખ પુષ્પા અમરનાથે મીડિયાને જણાવ્યું હતું કે સિદ્ધારમૈયાનું નામ મુખ્ય પ્રધાન પદ માટે ક્લિયર થઈ ગયું છે. અમરનાથને સિદ્ધારમૈયાના વફાદાર માનવામાં આવે છે.

કોંગ્રેસ અભિયાને પક્ષને લોકશાહી, સામાજિક ન્યાય અને બંધારણવાદના સમર્થક તરીકે સ્થાન આપ્યું અને રાજકીય બાકાત, સરમુખત્યારશાહી, સત્તાનું કેન્દ્રીકરણ, રાજ્ય પક્ષપાત અને ભ્રષ્ટાચાર સામે રેલી કાઢી. આ વલણ પ્રાદેશિક નેતૃત્વ તરફ સૈદ્ધાંતિક વલણ ધરાવે છે. આ માટે કોંગ્રેસે ખડગે, સિદ્ધારમૈયા, શિવકુમાર, એમબી પાટીલ અને સતીશ જરકીહોલી સહિતના અન્યો તરફ નજર નાખી.

દરમિયાન પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ પત્રકારોને જણાવ્યું હતું કે કર્ણાટકમાં આગામી 48-72 કલાકમાં નવી કેબિનેટની રચના કરવામાં આવશે.

Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ