રૂવાંડા ઉભા કરી દે તેવો અકસ્માત - Live Video : જેગુઆર કાર પહેલા બાઈકને પછી સ્કૂલની છોકરીઓને ફંગોળે છે

Karnataka raichur accident video : કર્ણાટકના રાયચૂરમાં એક અકસ્માતની ઘટના સીસીટીવી વીડિયો (CCTV Video) માં કેદ થઈ હતી. જેમાં કાર ચાલક બાઈક સવાર અને પછી સ્કૂલની છોકરીઓ (School Girls) ને જબરદસ્ત ટક્કર મારે છે.

Karnataka raichur accident video : કર્ણાટકના રાયચૂરમાં એક અકસ્માતની ઘટના સીસીટીવી વીડિયો (CCTV Video) માં કેદ થઈ હતી. જેમાં કાર ચાલક બાઈક સવાર અને પછી સ્કૂલની છોકરીઓ (School Girls) ને જબરદસ્ત ટક્કર મારે છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Karnataka raichur accident video

કર્ણાટકના રાયચુરમાં ભયંકર અકસ્માત અને બચાવ - સીસીટીવી વીડિયો વાયરલ

Karnataka raichur accident : કર્ણાટકના રાયચુરથી એક રોડ અકસ્માતનો રૂવાંડા ઉભા કરી દે તેવો વીડિયો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં એક જેગુઆર કાર પહેલા બાઈક ચાલકને ફંગોળે પછી રસ્તા પર જતી સ્કૂલની છોકરીઓને ટક્કર મારે છે.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત કર્ણાટકના રાયચુરનો છે. જેમાં કાર ચાલક ઓવર સ્પીડમાં હોય છે અને એક બાઈક અચાનક યુટર્ન લેવા વળે છે અને અકસ્માત સર્જાય છે, આ અકસ્માતમાં એક બાઈક સવાર અને ત્રણ સ્કૂલની છોકરીઓ ઘાયલ થાય છે.

વિગતે વાત કરીએ તો, આ અકસ્માત 18 જુલાઈ 2023નો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના સ્થળે નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ હતી, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. રાયચૂરમાં 18 જુલાઈએ બપોરે 1 વાગ્યાની આસપાસ સ્કૂલની છોકરીઓ ઘરે જઈ રહી હતી ત્યારે પાછળથી એક કાર તેમને ફંગોળે છે, જોકે આ દુર્ઘટનામાં કોઈની જાનહાની નથી થઈ, સામાન્ય ઈજા પહોંચતા જીવ બચી ગયો છે.

Advertisment

વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્કૂલની ચાર છોકરીઓ રોડની સાઈડમાં ચાલી રહી છે. સામેના રોડ પર એક બાઈક દેખાય છે, જે ડિવાઈડર આવતા યુટર્ન લેવાનો પ્રયાસ કરે છે, અને તેજ સમયે ઓવર સ્પીડમા એક જેગુઆર કાર આવે છે, પહેલા કારને બાઈક સાથે ટક્કર થાય છે, જેમાં બાઈક ચાલક ફંગોળાઈ રોડ પર પટકાય છે, ત્યારબાદ કાર ચાલક સ્ટેરીંગ પર કાબુ ગુમાવી દે છે અને રોડની સાઈડમાં ચાલી રહેલી સ્કૂલની છોકરીઓને અડફેટે લે છે, જેમાં એક છોકરી ફંગોળાય છે તો બીજી છોકરી 20-25 ફૂટ દૂર સુધી ઘસડાય છે.

આ પણ વાંચો - અમદાવાદ મણીનગર અકસ્માત: દારૂ પી કાર ચલાવી લોકોનો જીવ જોખમમાં મુકનારને પોલીસે આપ્યો મેથીપાક

આ અકસ્માતનો વીડિયો જોઈ ભલભલાના રૂવાંડા ઉભા થઈ જાય, અકસ્માત ખુબ જ ભયંકર છે. પરંતુ કહેવત છે ને કે 'રામ રાખે, તેને કોણ ચાખે' આ કહેવત અહીં સાચી પડતી દેખાય છે, ટક્કર એટલી જોરદાર હતી પરંતુ, છોકરીઓને સામાન્ય ઈજા પહોંચે છે, જ્યારે છોકરી રોડ પર પટકાય છે ત્યારે તેમનું માથુ બચી જાય છે, અને લોહી પણ નથી વહેતું, આ સિવાય નજીકના દુકાનદારો તુરંત મદદ માટે આવી જાય છે અને સમયસર તેમને સારવાર માટે પહોંચાડવામાં આવે છે, જેથી તેમનો જીવ બચી જાય છે. આ દુર્ઘટનામાં ચાર લોકોને ઈજા પહોંચી હતી. જ્યારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ અકસ્માત દેશ