Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
નેશનલ ન્યૂઝ સમાચાર

Karnataka: કર્ણાટક સિદ્ધારમૈયા સરકારે SBI અને PNBને આપ્યો ઝટકો, સરકારી વિભાગોને બેંક ખાતા બંધ કરવા આદેશ

Karnataka Government Suspends SBI PNB Bank Account: કર્ણાટક સિદ્ધારમૈયા સરકારે પોતાના આદેશમાં તમામ સરકારી વિભાગોને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) અને પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે તેમના તમામ નાણાકીય વ્યવહાર અને બેંક ખાતા બંધ કરવા નિર્દેશ જણાવ્યું છે.

Written byAjay Saroya

Karnataka Government Suspends SBI PNB Bank Account: કર્ણાટક સિદ્ધારમૈયા સરકારે પોતાના આદેશમાં તમામ સરકારી વિભાગોને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) અને પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે તેમના તમામ નાણાકીય વ્યવહાર અને બેંક ખાતા બંધ કરવા નિર્દેશ જણાવ્યું છે.

author-image
Ajay Saroya
14 Aug 2024 17:49 IST
પર અપડેટ કર્યું 14 Aug 2024 17:50 IST

Follow Us

New Update
Karnataka Government Suspends SBI PNB Bank Account | Karnataka Government | SBI Bank Account | PNB Bank Account | karnataka vidhan sabha

Karnataka Government Suspends SBI PNB Bank Account : કર્ણાટક સરકાર દ્વારા એસબીઆઈ અને પીએનબી સાથે નાણાંકીય વ્યવહાર બંધ કરવા સરકારી વિભાગોને આદેશ આપ્યો છે. (Photo: Social Media)

Karnataka Government Suspends SBI PNB Bank Account: કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે દેશની બે મોટી સરકારી બેંકો વિશે મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. કર્ણાટક સરકારે તેના તમામ વિભાગોને પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઇના એકાઉન્ટમાંથી તેમની તમામ નાણાકીય લેવડ દેવડ બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ રાજ્ય સરકારના આ આદેશ બાદ હવે તમામ વિભાગોએ આ બંને બેંકોમાં જમા કરાવેલા પોતાના પૈસા ઉપાડવા પડશે અને બેંક એકાઉન્ટ સંપૂર્ણપણે બંધ કરવું પડશે.

Advertisment

હકીકતમાં કર્ણાટક સરકાર દ્વારા જારી કરવામાં આવેલો આ આદેશ મુખ્યત્વે રાજ્યના નાણાં વિભાગના સચિવ જાફર દ્વારા કરવામાં આવ્યો છે. આ મુજબ રાજ્ય સરકારના વિભાગોએ એસબીઆઈ અને પીએનબી બંને બેંકોમાં પોતાના પૈસા જમા ન કરાવવા જોઈએ. આ બંને બેંકોમાંથી કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ન થવી જોઈએ.

એસબીઆઈ અને પીએનબી પર ગંભીર આરોપ

કર્ણાટકના નાણાં સચિવે જારી કરેલા આદેશ મુજબ આ બંને બેંકોમાં જમા સરકારી નાણાંના દુરુપયોગના કિસ્સા સામે આવ્યા છે, જે અંગે બેંકોને ચેતવણીઓ પણ આપવામાં આવી હતી, આમ છતાં બંને બેંકોએ નાણાંના ઉપયોગને લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી ન હતી, જેના કારણે હવે બંને બેંકોને રાજ્ય સરકારના તમામ વિભાગોના ખાતા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સરકારી વિભાગ તમામ પૈસા ઉપાડી લે

એસબીઆઇ - પીએનબી ને આપવામાં આવેલી સૂચના અનુસાર કર્ણાટક રાજ્ય સરકારની તમામ સરકારી સંસ્થાઓ અને નિગમો અને સ્થાનિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંકના ખાતા બંધ કરી તેમાં જમા સંપૂર્ણ પૈસા ઉપાડવા પડશે.

Advertisment

આ પણ વાંચો | હવે ચીન અને પાકિસ્તાનનો પરસેવો છૂટી જશે, ભારત અમેરિકા પાસેથી ખરીદવા જઈ રહ્યું છે આ ઘાતક ‘હન્ટર કિલર’

અત્રે નોંધનીય છે કે રાજ્યની મોટાભાગની નાણાકીય કામગીરી આ બે બેંકો એટલે કે એસબીઆઇ અને પંજાબ નેશનલ બેંક દ્વારા કરવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકારે આરોપ લગાવ્યો છે કે બંને બેંકોએ સરકારના નાણાંનો દુરુપયોગ કર્યો છે.

બેંક ટ્રેન્ડિંગ ન્યૂઝ કર્ણાટક
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!