Karnataka Swearing Ceremony Live : કર્ણાટકમાં નવી સરકારનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આજે સિદ્ધારમૈયા રાજ્યના 30માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સિદ્ધારમૈયાનો મુખ્યમંત્રી તરીકે આ બીજો કાર્યકાળ હશે. સિદ્ધારમૈયા ઉપરાંત ડીકે શિવકુમાર સહિત આઠ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. આ કાર્યક્રમમાં ડીકે અને સિદ્ધારમૈયા બંને જૂથના ધારાસભ્યો સામેલ હશે.
કર્ણાટકમાં આજે કોંગ્રેસની સરકાર રચાઇ છે. આજે યોજાયેલા શપથ ગ્રહણ કાર્યક્રમમાં સીએમ, નાયબ સીએમ ઉપરાંત 8 મંત્રીઓએ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા છે. જેમાં સિદ્ધારમૈયા એ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.તો ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી બન્યા છે.તે ઉપરાંત કર્ણાટકની નવી કેબિનેટ સરકારના 6 મંત્રીએ શપથ લીધા હતા. કેબિનેટ મંત્રી પદના શપથ લેનાર 8 મંત્રીઓમાં – પ્રિયાંક ખડગે, તીશ જરકીહોલી, એમબી પાટીલ, કેજે જ્યોર્જ, કેએચ મુનિયપ્પા, જી પરમેશ્વરન, રામલિંગા રેડ્ડી અને બીઝેડ ઝમીર અહેમદ ખાનનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેને પણ કર્ણાટક સરકારમાંં મંત્રી પદ મળ્યું છે. આજે યોજાયેલા શપથ ગ્રહણ કાર્યક્રમમાં પ્રિયાંક ખડગે કર્ણાટકના મંત્રી તરીકે શપથ લીધા. ખડગે અનુસૂચિત જાતિ અધિકાર સમુદાયના સભ્ય છે.
સતીશ જરકીહોલીએ કર્ણાટકના મંત્રી પદના શપથ લીધા, તેઓ અનુસૂચિત જનજાતિના લોકપ્રિય નેતા મનાય છે.
લિંગાયત નેતા એમબી પાટીલને કર્ણાટકના મંત્રીંમંડળમાં સ્થાન મળ્યું છે. તેણે આજે કર્ણાટક સરકારની કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા.
કર્ણાટકના પૂર્વ ગૃહ મંત્રી કે.જે. જ્યોર્જે બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં કર્ણાટકની નવી સરકારના મંત્રી તરીકે શપથ લીધા.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય કેએચ મુનિયપ્પા, જેઓ અનુસૂચિત જનજાતિના નેતા છે, તેમણે કર્ણાટકની નવી સરકારના કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા.
કર્ણાટકના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ KPCC વડા ડૉ જી પરમેશ્વરાએ કેબિનેટ મંત્રી પંદના શપથ લીધા. નોંધનિય છે કે, પરમેશ્વરનું નામ મુખ્યમંત્રી પદની રેસમાં પણ હતું.
ડીકેશિવકુમારે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીના શપથ લીધા
સિદ્ધારમૈયાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લીધા. કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સહિત અન્ય મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.
કર્ણાટક શપથ ગ્રહણ કાર્યક્રમ લાઇવ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ સીએમ કમલનાથ બેંગલુરુમાં નવી ચૂંટાયેલી કર્ણાટક સરકારના શપથ ગ્રહણ સમારોહમાં આવ્યા.
કર્ણાટકના નવા સીએમ સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારની સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું 'એકતા પ્રદર્શન'
https://twitter.com/ANI/status/1659816503250935808
સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર અનુક્રમે કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લે તેવી સંભાવના છે. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં ક્યા ક્યાં રાજકીય નેતાઓ આવ્યા
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત
છત્તીસગઢના સીએમ ભૂપેશ ભાગેલ
હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સુખુ
બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ
તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન
એક્ટર કમલા હસન

કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે બેંગલુરુ એરપોર્ટ પર. (Twitter/@IYC)