કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં કેટલીક ઉંચી જાતિના ગ્રામીણો દ્વારા કથિત રુપથી એક દલિત મહિલાને સાર્વજનિક ટેન્કથી પીવાનું પાણી કાઢવા પર ટેન્કને ગૌમૂત્રથી શુદ્ધ કરવામાં આવ્યું હતું. કર્ણાટક પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. પોલીસના મતે આ ઘટના હેગગોટોરા ગામમાં બની છે જ્યાં લિંગાયત સમુદાયના લોકો કથિત રીતે મહિલાની વર્તુણક પર ભડકી ગયા હતા. ઘટનાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેની ઘણી ટિકા થઇ રહી છે. ઘટના પછી ચામરાજનગર ગ્રામીણ પોલીસે કેસ નોંધ્યો છે.
શું છે આખી ઘટના
એક ગ્રામીણ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ પ્રમાણે દલિત મહિલા હેગ્ગટોરા ગામમાં એક લગ્નમાં સામેલ થવા માટે આવી હતી. બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ તે પાણી પીવા માટે કૃષ્ણદેવરાય મંદિર પાસે એક ટેન્કની નજીક ગઇ હતી. ગામના લિંગાયત નેતા મહાદેવપ્પાએ કથિત રીતે એ કહીને ગાળ આપી કે તે નીચલી જાતિની છે અને તેણે ટેન્કથી પાણી પીવું જોઇતું ન હતું. યામરાજનગર જિલ્લાના પ્રભારી મંત્રી વી સોમન્નાએ કહ્યું કે આ પ્રકારના ભેદભાવને સહન કરીશું નહીં અને અધિકારીઓને સખત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો – મહાત્મા ગાંધીની હત્યા માટે નાથુરામ ગોડ્સેને હથિયાર અપાવવામાં સાવરકરે કરી હતી મદદ
ગામના 20 દલિતોને પીવડાવ્યું સાર્વજનિક નળોનું પાણી
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી દલિત મહિલા સાથે બનેલી આ હરકતની ઘણી ટિકા થઇ હતી. આ પછી રવિવારે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ ગામમાં આવ્યા હતા અને ગામના લગભગ 20 દલિત લોકોને ક્ષેત્રના બધા સાર્વજનિક નળોમાં પાણી પીવા માટે લઇ ગયા હતા.
તહસીલદાર આઈઈ બસવરાજૂએ પણ ગ્રામીણો સાથે મામલા પર ચર્ચા કરી અને મામલો શાંત કરાવવાનો પ્રયત્ન કર્યો. હેગ્ગટોરા બદનવાલુ વિસ્તારથી 19 કિમી દૂર છે. જ્યાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો યાત્રા દરમિયાન પ્રવાસ કર્યો હતો.