Kerala Convention Centre Blast Updates : કેરળના કોચી શહેરના કન્વેન્શન સેન્ટરમાં રવિવારે થયેલા સીરિયલ બ્લાસ્ટ પછી તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. તેમના તરફથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હીથી એનઆઈએની એક ટીમ પણ કેરળ આવી છે. આ દરમિયાન એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધું છે. તેણે દાવો કર્યો છે કે કેરળમાં થયેલા વિસ્ફોટ તેના દ્વારા કરવામાં આવ્યા હતા. આ વ્યક્તિનું નામ ડોમિનિક માર્ટિન છે અને તેણે ત્રિશુર જિલ્લાના કોડકારા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું.
આ હુમલાની જવાબદારી એક વ્યક્તિએ સ્વીકારી હોવાની પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. જોકે હજુ પણ દરેક એંગલથી તપાસ ચાલુ રાખવામાં આવી રહી છે. મોટી વાત એ છે કે કેરળના 14 જિલ્લાના પોલીસ સ્ટેશનનો હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. હુમલા પછી જમીન પર તણાવ વધી ગયો છે અને તેને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થામાં વધુ સુધારો કરવામાં આવ્યો છે.
એક મહિલાનું મોત થયું
જો કે શરૂઆતની તપાસ બાદ કહેવામાં આવી રહ્યું છે કે હુમલામાં IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કુલ ત્રણ બ્લાસ્ટ થયા હતા જેમાં અત્યાર સુધીમાં લગભગ 40 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે. એક મહિલાનું મોત થયું છે, જ્યારે પાંચની હાલત હજુ પણ ગંભીર છે. આ મામલે રાજનીતિ પણ શરૂ થઈ ગયું છે. કેરળ ભાજપના અધ્યક્ષે ભારપૂર્વક જણાવ્યું છે કે રાજ્યમાં અનેક પક્ષોએ પેલેસ્ટાઇન અને હમાસના સમર્થનમાં સ્ટેન્ડ લીધું છે. તેથી આ હુમલાને પણ તેની સાથે જોડીને જોવા જોઈએ.
આ પણ વાંચો – કોચીમાં ખ્રિસ્તી પ્રાર્થના સભામાં સિરિયલ બ્લાસ્ટ, 1નું મોત અને બે ડઝન લોકો ઘાયલ
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને શું કહ્યું
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અમે આ ઘટના અંગેની વિગતો એકઠી કરી રહ્યા છીએ. તમામ ઉચ્ચ અધિકારીઓ એર્નાકુલમમાં છે. ડીજીપી ઘટના સ્થળે છે. અમે તેને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. મેં ડીજીપી સાથે વાત કરી છે. તપાસ પછી અમારે વધુ વિગતો મેળવવાની જરૂર છે. ઇજાગ્રસ્તોમાંથી બેની હાલત ગંભીર છે.
પ્રાર્થના સભામાં 2500 લોકો હતા
આ ઘટના કલામસેરી ખાતેના ઝમરા ઇન્ટરનેશનલ કોન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે યહોવાહના પ્રાર્થના સભામાં બની હતી. જ્યાં રાજ્યભરમાંથી લગભગ 2,500 લોકો પ્રાર્થના સભા માટે ભેગા થયા હતા. તે સમયે સેન્ટરની અંદર એકથી વધારે બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટની ઘટના બાદ સેન્ટરમાં અફરાતરફી મચી ગઇ હતી.
પ્રત્યક્ષદર્શીઓએ પત્રકારોને જણાવ્યું કે,સિરિલય બલાસ્ટો વિસ્ફોટો કન્વેન્શન સેન્ટરની મધ્યમાં થયો હતો. જેમાં પ્રથમ વિસ્ફોટ પ્રાર્થના સભારની શરૂઆત થયા પછી સવારે 9.30 મિનિટની આસપાસ થયો હતો.





