Kerala : કેરળનું નામ બદલાશે! સીએમ વિજયને વિધાનસભામાં ક્યા નામની દરખાસ્ત કરી? હવે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારના હાથમાં

Kerala Name Change to Karalam : કેરલના મુખ્યમંત્રી વિજયને કહ્યુ કે, કેરળ રાજ્યનું નામ બદલવાનો ઠરાવ વિધાનસભા દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે.

Kerala Name Change to Karalam : કેરલના મુખ્યમંત્રી વિજયને કહ્યુ કે, કેરળ રાજ્યનું નામ બદલવાનો ઠરાવ વિધાનસભા દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
kerala | kerala name change | kerala name change karalam | kerala state | karalam

કેરળનું નામ બદલવાનો પ્રસ્તાવ પસાર થયો છે.

Kerala Name Change Karalam - CM Vijayan : ભારતના દક્ષિણના દરિયા કિનારાના છેવાડે આવેલા રાજ્ય કેરળનું નામ બદલવાની તજવીજ ચાલી રહી છે. કેરળનું નામ બદલવાનો ઠરાવ રાજ્યની વિધાનસભા દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે. સીએમ વિજયને આ પ્રસ્તાવ રજૂ કર્યો અને માંગ કરી કે કેરળનું નામ બદલીને કેરલમ કરવામાં આવે. એવી દલીલ કરવામાં આવી હતી કેરળને મલયાલમ ભાષાને 'કેરલમ' કહેવામાં આવે છે, તેથી રાજ્યનું નામ પણ એક જ હોવું જોઈએ. હવે કેરળનું નામ બદલવાનો પ્રસ્તાવ રાજ્યની વિધાનસભામાં પસાર થઇ ચૂક્યો છે જ્યારે, અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારે લેવાનો છે.

Advertisment

સીએમ વિજયને કહ્યું કે અમે આ વિધાનસભામાં નિયમ 118 હેઠળ એક ઠરાવ લઈને આવ્યા છીએ, જેમાં કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી છે કે તે બંધારણની આઠમી અનુસૂચિ હેઠળ તમામ ભાષાઓમાં અમારા રાજ્યનું નામ બદલીને કેરલમ કરે. એ ન ભૂલવું જોઈએ કે 1 નવેમ્બર 1956ના રોજ ભાષાના આધારે રાજ્યોની રચના થઈ હતી. જો એ તર્ક પ્રમાણે જઈએ તો કેરળને મલયાલમ ભાષામાં કેરલમ કહેવામાં આવે છે.

આ એક મહત્વપૂર્ણ વાત એ છે કે કેરળ વિધાનસભા દ્વારા આ પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો, એટલે કે વિપક્ષે પણ આ માંગને આવકારી છે. હવે ભાજપની કેન્દ્ર સરકાર શું નિર્ણય લેશે છે તે સ્પષ્ટ નથી. અત્યાર સુધી આ પ્રસ્તાવ પર સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ભાજપે પણ આ માંગને લઈને કોઈ નિવેદન જારી કર્યું નથી. જો કે, આ પહેલીવાર નથી કે કેરળ સરકાર દ્વારા આ રીતે કોઈ ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય.

આ પણ વાંચો | આયુષ્માન ભારત યોજનામાં કૌભાંડ: એક જ મોબાઇલ નંબરથી 7.5 લાખ લાભાર્થીના કાર્ડ બન્યા - CAGનો ખુલાસો

Advertisment

થોડાક દિવસ પહેલા જ યુનિફોર્મ સિવિલ કોડની વિરુદ્ધ પર એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં બાર પૂર્વક કહેવામાં આવ્યુ હતુ કે, યુસીસી માત્ર સંઘનો એક એજન્ડા છે અને તે ક્યારેય પણ વાસ્તવિક બની શકશે નહીં. આમ પણ અત્યાર સુધી યુસીસીને લઇને રોડમેપ વધારે સ્પષ્ટ થયો નથી. માત્ર ચૂંટણી પ્રવચનોમાં જ યુસીસીનો ઉલ્લેખ કરાય છે.

કેન્દ્ર સરકાર ગુજરાતી ન્યૂઝ india politics દેશ