Farmers Protest : ખેડૂત વિરોધ પ્રદર્શન યથાવત્ છે. પંજાબના હજારો ખેડૂતોએ શંભુ બોર્ડર પર પડાવ નાખ્યો છે. ખેડૂતો બુધવારે સવારે 11 વાગ્યે દિલ્હી તરફ કૂચ કરવાના છે. હરિયાણાની સરહદમાં ખેડૂતોને પ્રવેશતા અટકાવવા માટે હરિયાણા પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
ખેડૂતો બુધવારે દિલ્હી તરફ કૂચ કરશે
શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનોએ સોમવારે રાત્રે કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ખેડૂત નેતાઓએ ધમકી આપી હતી કે જો સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો બુધવારે સવારે 11 વાગ્યે દિલ્હી તરફ કૂચ કરશે. મંગળવારે ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે એમએસપી કાયદો પાક સાથે સંબંધિત બનાવવા માટે એક દિવસીય સંસદ સત્ર બોલાવવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારે ખેડૂતોની કૃષિ લોન માફી સહિતની મુખ્ય માંગણીઓ સ્વીકારવી જોઈએ.
સરવનસિંહ પંઢેરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમારી માંગ છે કે એમએસપીની ગેરંટીનો કાયદો લાવવામાં આવે. તેમણે કહ્યું કે જો પીએમની ઇચ્છાશક્તિ હોય તો સંસદનું એક દિવસનું સત્ર બોલાવી શકાય છે. કોઈ પણ વિપક્ષી દળ તેનો વિરોધ નહીં કરે. મારી માંગ છે કે તમામ વિપક્ષી પાર્ટીઓ પોતાનું વલણ સ્પષ્ટ કરે કે જો કેન્દ્ર એમએસપી પર કાયદો લાવે છે, તો તેઓ તેને મત આપશે. શિરોમણી અકાલી દળ હોય કે કોંગ્રેસ તેમણે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. ટીએમસી અને અન્ય પક્ષોએ પણ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.
આ પણ વાંચો – ખેડૂત આંદોલનથી અકાલી દળ-ભાજપ ગઠબંધન પર બ્રેક લાગી
રવિવારે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત થઈ હતી. આ બેઠકમાં કૃષિ મંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ અને ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાય હાજર રહ્યા હતા. જોકે આ બેઠકમાં પણ કોઇ ઉકેલ આવ્યો ન હતો.
ખેડૂત સંગઠનોની શું છે મુખ્ય માંગો
- તમામ પાક માટે એમએસપી પર કાનૂની ગેરંટી
- સ્વામીનાથન કમિશન દ્વારા ભલામણ કરવામાં આવેલી ‘સી2 પ્લસ 50 ટકા’ ફોર્મ્યુલાનો અમલ
- લોન માફી
કૃષિ મંત્રીએ ફરી ખેડૂતોને અપીલ કરી
કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ફરી એકવાર ખેડૂતોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે હું ખેડૂતોના વિરોધમાં સામેલ તમામ લોકોને અપીલ કરવા માંગુ છું કે અમે શાંતિ અને વાતચીત સાથે આગળ વધવા માંગીએ છીએ. આખો દેશ શાંતિ ઈચ્છે છે. આપણે બધા સમાધાન ઈચ્છીએ છીએ. અમે વાતચીત ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો. અમને ખબર પડી કે તેઓએ (ખેડૂતો) પ્રસ્તાવને ફગાવી દીધો છે. હું તમામ સંગઠનોને અપીલ કરવા માંગુ છું





