Kisan mahapanchayat: ખેડૂતોએ ફરી એકવાર કુરુક્ષેત્રના પીપલી નજીક દિલ્હી-ચંદીગઢ-અમૃતસર નેશનલ હાઇવેને બ્લોક કર્યો હતો, જ્યાં સોમવારે કિસાન મહાપંચાયત ચાલી રહી હતી. હરિયાણા સરકાર પર તેમની માંગણીઓનું પાલન કરવા માટે દબાણ લાવવા માટે રસ્તો બ્લોક કર્યો હતો. એમએસપી પર સૂર્યમુખીના પાકની ખરીદી સુનિશ્ચિત કરવા અને ગુરનામ સિંહ ચઢુની સહિત ધરપકડ કરાયેલા બીકેયુ નેતાઓની મુક્તિ સહિતની તેમની માંગણીઓનું પાલન કરવા માટે ખેડૂતોએ ફરી એકવાર રસ્તો બ્લોક કર્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
રેસલર્સ બજરંગ પુનિયા બપોરે કુરુક્ષેત્રમાં મહાપંચાયતમાં જોડાયા હતો અને ખેડૂતોને ટેકો આપવાની જાહેરાત કરી હતી. અગાઉ ખેડૂત સંગઠનોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ડબ્લ્યુએફઆઇ)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીના આરોપો અંગે પગલાં લેવાની માગણી સાથે રેસલર્સના વિરોધ પ્રદર્શનને ટેકો આપ્યો હતો.
આ પણ વાંચો – ભાજપના કાર્યક્રમમાં બ્રિજ ભૂષણ સિંહનું સંબોધન, કેસરગંજથી લોકસભાથી ચૂંટણી લડવાની જાહેરાત કરી
રવિવારે હરિયાણા પોલીસે ઘણા ખેડૂત નેતાઓને નોટિસ ફટકારીને સોમવારની કિસાન મહાપંચાયતનો ભાગ ન બનવા જણાવ્યું હતું. રવિવારે પણ રોહતકના માંડોઠી ખાતે કેએમપી એક્સપ્રેસ વે પર ખેડૂત સંસ્થાઓ દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો બ્રિજ ભૂષણ સિંહની ધરપકડ કરવામાં નહીં આવે તો ખેડૂતો 14 જૂને બુધવારે હરિયાણામાં રસ્તાઓ અને રાજમાર્ગો બ્લોક કરશે.
6 જૂને ખેડૂતોએ હરિયાણા સરકાર સામે વિરોધ કરતી વખતે નેશનલ હાઇવે-44 ને બ્લોક કર્યો હતો. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો નેશનલ હાઇવેને ક્લિન કરવાના આદેશ પર રાજ્ય પોલીસે બળપ્રયોગ કર્યો હતો અને પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા માટે વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારત કિસાન યુનિયન (બીકેયુ)ના નેતા ચઢુની અને અન્ય ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો





