Kochi Blasts : કોચીમાં ખ્રિસ્તી પ્રાર્થના સભામાં સિરિયલ બ્લાસ્ટ, 1નું મોત અને બે ડઝન લોકો ઘાયલ; કેરળ પોલીસ એલર્ટ

Kochi Convention Center Blasts : કેરળના કોચી શહેરમાં એક કોન્વેન્શન સેન્ટરમાં ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના સભામાં 2500 લોકો ભેગા થયા હતા, તે સમયે સિરિયલ બ્લાસ્ટ થતા 1 વ્યક્તિનું મોત થયુ છે. બ્લાસ્ટ બાદ કેરળ પોલીસ હાઇ એલર્ટ થઇ ગઇ છે

Kochi Convention Center Blasts : કેરળના કોચી શહેરમાં એક કોન્વેન્શન સેન્ટરમાં ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના સભામાં 2500 લોકો ભેગા થયા હતા, તે સમયે સિરિયલ બ્લાસ્ટ થતા 1 વ્યક્તિનું મોત થયુ છે. બ્લાસ્ટ બાદ કેરળ પોલીસ હાઇ એલર્ટ થઇ ગઇ છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
kochi blasts | Kochi Convention Center Blasts | kerala Convention Center Blasts

કેરળના કોચી સ્થિતિ એક પ્રાર્થના સભામાં સિરિયલ બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. (Photo - @vrishahi)

Blasts in Convention Center of Kochi : કેરળના કોચી શહેરના એક કોન્વેન્શન સેન્ટરમાં ચાલી રહેલા ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના સભા દરમિયાન ભયંકર સિરિયલ બ્લાસ્ટ બાદ તંગદિલી સર્જાઇ હતી. કોન્વેશન સેન્ટરમાં રવિવારે પ્રાર્થના સભા ચાલી રહી હતે તે સમયે થયેલા ભયંકર સિરિયલ બ્લાસ્ટમાં 1 વ્યક્તિનું મોત થયુ છે અને બે ડઝન જેટલા લોકો ઘાયલ થયા છે. કન્વેન્શન સેન્ટરમાં બ્લાસ્ટ બાદ કેરળની પોલીસે હાઇ એલર્ટ આપ્યું છે.

Advertisment

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને મીડિયાને જણાવ્યું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને પોલીસે તેને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. “રાજ્યના ડીજીપી સહિત વરિષ્ઠ અધિકારીઓ કોચી ગયા છે. ઇજાગ્રસ્તોમાં બેની હાલત ગંભીર છે.

પ્રાર્થના સભામાં 2500 લોકો હતા

આ ઘટના કલામસેરી ખાતેના ઝમરા ઇન્ટરનેશનલ કોન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે યહોવાહના પ્રાર્થના સભામાં બની હતી, જ્યાં રાજ્યભરમાંથી લગભગ 2,500 લોકો પ્રાર્થના સભાર માટે ભેગા થયા હતા. તે સમયે સેન્ટરની અંદર એકથી વધારે બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટની ઘટના બાદ સેન્ટરમાં અફરાતરફી મચી ગઇ હતી.

Advertisment

પ્રત્યક્ષદર્શીઓએ પત્રકારોને જણાવ્યું કે,સિરિલય બલાસ્ટો વિસ્ફોટો કન્વેન્શન સેન્ટરની મધ્યમાં થયો હતો. જેમાં પ્રથમ વિસ્ફોટ પ્રાર્થના સભારની શરૂઆત થયા પછી સવારે 9.30 મિનિટની આસપાસ થયો હતો.

,

એક પ્રત્યક્ષદર્શીએ મીડિયાને જણાવ્યું કે, “પ્રાર્થના સત્ર શરૂ થયાના પાંચ મિનિટ પછી વિસ્ફોટ થયો હતો. કોન્વેન્શન હોલના સ્ટેજ પર સિરિલયલ બ્લાસ્ટ થયા હતા, તે સમયે લગભગ 2,000 લોકો હતા. સેન્ટરમાં આ ત્રણ દિવસીય સંમેલન શુક્રવારે શરૂ થયું હતું અને રવિવારે સમાપ્ત થવાનું હતું. જો મીડિયા રિપોર્ટનું માનીયે તો થોડીક મિનિટોમાં 5 બ્લાસ્ટ થયા હતા.”

કોન્વેશન સેન્ટરમાં સિરિયલ બ્લાસ્ટની ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને કન્વેન્શન સેન્ટરને સીલ કરી દીધું છે. હાલ પોલીસે બ્લાસ્ટના કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે. બ્લાસ્ટની ગંભીર ઘટના હાદ સમગ્ર કેરળમાં સમગ્ર ફોર્સને એલર્ટ પર રાખવામાં આવી છે.

india ક્રાઇમ ન્યૂઝ દેશ