Kochi CUSAT University Stampede : CUSAT યુનિવર્સિટીમાં સંગીત કાર્યક્રમ દરમિયાન નાસભાગ, અત્યાર સુધીમાં 4 વિદ્યાર્થીઓના મોત, 50થી વધુ ઘાયલ

kochi CUSAT University stampede : કેરળ (Kerala) ના કોચીમાં ક્યુસેટ યુનિવર્સિટીમાં સંગીત સમારોહ દરમિયાન વરસાદથી નાસભાગ મચી, જેમાં ચાર વિદ્યાર્થીઓના મોત (four students killed) થયા છે.

kochi CUSAT University stampede : કેરળ (Kerala) ના કોચીમાં ક્યુસેટ યુનિવર્સિટીમાં સંગીત સમારોહ દરમિયાન વરસાદથી નાસભાગ મચી, જેમાં ચાર વિદ્યાર્થીઓના મોત (four students killed) થયા છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
kochi CUSAT University stampede

કોચીમાં ક્યુસેટ યુનિવર્સિટીમાં નાસભાગમાં ચાર વિદ્યાર્થીના મોત

Kochi CUSAT University Stampede : કેરળના કોચીની CUSAT યુનિવર્સિટીમાં નાસભાગમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક મ્યુઝિક શો દરમિયાન વરસાદના કારણે વિદ્યાર્થીઓ અહીં દોડવા લાગ્યા અને ત્યાં જ ભાગદોડમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા. આ અકસ્માતમાં 50થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે, કેટલાકની હાલત નાજુક છે.

Advertisment

આ દુર્ઘટના બાદ પોલીસે તુરંત મામલો હાથ પર લેવાની કોશિસ કરી, તથા સ્ટેજ પરથી પણ સુચનાઓ આપવાની કોશિસ કરવામાં આવી પરંતુ વિદ્યાર્થીઓએ દોટ મુકતા કેટલાક વિદ્યાર્થીઓ નીચે પડી ગયા, અને તેમના ઉપરથી બીજા દોડ્યા, જેમાં ચાર વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે, સાથે અનેક લોકો ઘાયલ થયા છે.

,

ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેમાંથી ચાર લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે, આ સિવાય હજુ કેટલાક વિદ્યાર્થી ગંભીર રીતે પણ ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

Advertisment

આ પણ વાંચો - Surat Railway Station Stampede : સુરત રેલવે સ્ટેશન પર નાસભાગ, મુસાફરો દિવાળીએ ઘરે જવા ટ્રેન પકડવા દોડ્યા, 1 નું મોત

કેવી રીતે નાસભાગની દુર્ઘટના સર્જાઈ

ક્યુસેટ યુનિવર્સિટીમાં નિખિતા ગાંધીના સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમને જોવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમ ખુલ્લા ઓડિટોરિયમમાં આયોજિત કરવામાં આવ્યો હતો, તેથી ત્યાં વધુ વિદ્યાર્થીઓ હતા. ત્યારે વરસાદના કારણે પાછળ ઉભેલા વિદ્યાર્થીઓ આગળ દોડ્યા હતા. જેના કારણે ધક્કા-મુક્કીનો માહોલ સર્જાયો હતો અને પરિસ્થિતિ ટૂંક સમયમાં કાબૂ બહાર ગઈ હતી. વહીવટીતંત્રે અત્યાર સુધીમાં ચાર વિદ્યાર્થીઓના મૃત્યુની પુષ્ટિ કરી છે, જેમાં બે છોકરાઓ અને બે છોકરીઓનો સમાવેશ થાય છે.

ગુજરાતી ન્યૂઝ અકસ્માત દેશ