kolkata high court : કલકત્તા હાઈકોર્ટમાં એક કેસનો ચુકાદો લખતી વખતે એક વિચિત્ર ઘટના બની. આથી હોબાળો મચી ગયો હતો. મામલો એવો હતો કે ન્યાયાધીશે પોતાનો નિર્ણય બદલવો પડ્યો. વિવાદિત જમીન પર સ્થાપિત શિવલિંગને લેખિતમાં હટાવવાનો કોર્ટનો નિર્ણય મળતાં જ મદદનીશ રજિસ્ટ્રાર અચાનક બેહોશ થઈ ગયા. ન્યાયાધીશ પણ તેમની હાલત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને પોતાનો નિર્ણય બદલી નાખ્યો. ન્યાયાધીશે, એક સંશોધિત ચુકાદામાં, કેસને સિવિલ કેસ તરીકે નીચલી કોર્ટમાં સાંભળવાનો નિર્દેશ આપ્યો.
પોલીસ દ્વારા કાર્યવાહી ન કરાતા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી
બંગાળના મુર્શિદાબાદના બેલડાંગામાં ખિદિરપુરના બે લોકો સુદીપ પાલ અને ગોવિંદ મંડલ વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. મે 2022માં તેમની વચ્ચે ઝઘડો પણ થયો હતો. સુદીપ પાલનો આરોપ છે કે,ગોવિંદે રાતોરાત જમીન પર શિવલિંગ સ્થાપિત કર્યું હતું. આ અંગે સુદીપે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પત્ર આપતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. આ અંગે સુદીપ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
વકીલે કોર્ટને જણાવ્યું કે, વિવાદિત જમીન પર જાણીજોઈને શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું હતું. જ્યારે ગોવિંદના વકીલે કહ્યું કે, શિવલિંગ પોતાની મેળે જ જમીનમાંથી બહાર આવી ગયું હતું.
જો કે આ મામલાની સુનાવણી કર્યા બાદ જસ્ટિસ જોય સેનગુપ્તાએ વિવાદિત જમીન પરથી શિવલિંગને હટાવવાનો આદેશ આપ્યો હતો. જ્યારે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર વિશ્વનાથ રાયે આ નિર્ણય લખવાનું શરૂ કર્યું ત્યારે તેઓ બેભાન થઈને નીચે પડી ગયા. આ સ્થિતિ જોઈને ન્યાયાધીશે નિર્ણય બદલ્યો અને નિર્દેશ આપ્યો કે, આ કેસની સુનાવણી સિવિલ કેસની જેમ નીચલી કોર્ટમાં કરવામાં આવે.
આ પણ વાંચો – 45 હજારના પગારદાર પાસેથી મળી અધધધ… 10 કરોડથી વધુની સંપત્તિ, નોટો ગણવા મશિન મંગાવવું પડ્યું
આ દરમિયાન, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાએ બુધવારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) કેસમાં જામીન મેળવવાની અરજી પર સુનાવણી કરવાથી પોતાને અલગ કરી લીધા હતા. આ UAPA કેસ ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં થયેલા રમખાણોના કથિત ષડયંત્ર સાથે સંબંધિત છે. હાઈકોર્ટે ગયા વર્ષે 18 ઓક્ટોબરે ખાલિદની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટના આ આદેશ સામે ખાલિદે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જે જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ મિશ્રાની બેંચ સમક્ષ સુનાવણી માટે આવી હતી.





