Kolkata Rape Case News: કોલકાતા રેપ કેસમાં દિવસે ને દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે. હાલ તમામ મુખ્ય આરોપીઓ પોલીસના સકંજામાં છે અને તેમની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન પીડિતાનો મેડિકલ રિપોર્ટ પણ સામે આવ્યો છે. આજ તકના એક રિપોર્ટ અનુસાર, પીડિતાના મેડિકલ રિપોર્ટ બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, વિદ્યાર્થીની સાથે યૌન અને મૌખિક દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. ડોક્ટરના કહેવા પ્રમાણે બળાત્કારને નકારી શકાય નહીં.
મેડિકલ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું?
મેડિકલ રિપોર્ટ મુજબ પીડિતાના ગળા પર ઈજાના નિશાન છે, છાતી અને જાંઘના અંદરના ભાગમાં પણ ઈજા જોવા મળી છે. હવે, મેડિકલ રિપોર્ટ અને પોલીસ ફરિયાદના તારણો મેળ ખાય છે. હકીકતમાં 25 જૂનની ઘટના બાદ પીડિતાએ પોલીસનો સંપર્ક કર્યો તો સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું કે તેની સાથે રેપ થયો છે. એવું પણ જાણવા મળ્યું હતું કે તેનો એક વીડિયો બનાવવામાં આવ્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.
પીડિતાએ ફરિયાદમાં શું કહ્યું?
પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પર સેક્સ માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ મેં ચોખ્ખી ના પાડી અને તે લોકોને પાછળ ધકેલી દીધા. હું તે સમયે ખૂબ રડી હતી, મને જવા દેવા માટે તેમને વિનંતી કરી હતી, મેં તેમને એમ પણ કહ્યું હતું કે હું રિલેશનશિપમાં છું, મારો બોયફ્રેન્ડ છે, હું તેને પ્રેમ કરું છું. પરંતુ તેઓએ મારી વાત સાંભળી નહીં. પીડિતાના જણાવ્યા મુજબ આરોપીએ કોલેજનો મુખ્ય ગેટ બંધ કરી દીધો હતો, ત્યાં હાજર ગાર્ડ પણ સંપૂર્ણ લાચાર હતો.
પોલીસ તપાસ તેજ
પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ મને એક રૂમમાં લઈ ગયા હતા. મેં તેમના પગ પણ પડ્યા, પણ કોઈએ મને જવા દીધી નહીં. તેઓ મને બળજબરીથી ગાર્ડ રૂમમાં લઈ ગયા, મને નિર્વસ્ત્ર કરી દીધી અને મારા પર બળાત્કાર ગુજાર્યો. તેઓએ મને બ્લેકમેલ પણ કરી, મારા મિત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી, મારા માતાપિતાની ધરપકડ કરી. તેઓએ મારો એક વીડિયો પણ બનાવ્યો, મને કહેવામાં આવ્યું કે જો હું સહકાર નહીં આપું તો વીડિયો બધાને બતાવવામાં આવશે. મેં જ્યારે રૂમમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે આ લોકોએ મને હોકી સ્ટીકથી મારવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે આ કેસમાં પોલીસ તપાસ તેજ બની છે. પાંચ સભ્યોની SITની રચના કરવામાં આવી છે અને હવે આ મામલાની તપાસ સંદીપ ઘોષાલના નેતૃત્વમાં કરવામાં આવશે.