/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Kumar-Vishwas.jpg)
કુમાર વિશ્વાસ (તસવીર - કુમાર વિશ્વાસ ટ્વિટર)
આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party)પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસને (Kumar Vishwas)મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. કુમાર વિશ્વાસે ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી હતી. કુમાર વિશ્વાસના મેનેજરે તેની જાણકારી ગાજિયાબાદ પોલીસને પણ આપી દીધી છે. તેમણે જણાવ્યું કે ભગવાન રામનું મહિમામંડન ના કરવા અને કેજરીવાલ પર ટિપ્પણી ના કરવાની ચેતવણી આપવામાં આવી છે. કુમાર વિશ્વાસના મેનેજર પ્રવિણ પાંડેયે પત્ર દ્વારા પોલીસને જણાવ્યું કે ઇ-મેઇલ લખનાર વ્યક્તિએ ધમકી આપી છે કે હું શહીદ ઉધમ સિંહની શપથ ખાઉં છું કે હું તને મારીશ. પોલીસે ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી છે.
કુમાર વિશ્વાસને આપવામાં આવી ધમકી
કુમાર વિશ્વાસના મેનેજર પ્રવિણ પાંડેએ ગાજિયાબાદ પોલીસને લખેલા પત્રમાં કહ્યું કે એક વ્યક્તિ તરફથી છેલ્લા કેટલાક દિવસોમાં સતત ઇ-મેઇલના માધ્યમથી ધમકી આપવામાં આવી રહી છે. ઇ-મેઇલ કરનાર વ્યક્તિએ ભગવાન રામ માટે ઘણી અપમાનજનક વાતો કહી અને તેમનું મહિમામંડન ના કરવા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને કુમાર વિશ્વાસ કરતા શાનદાર બતાવતા તેમના પર ટિપ્પણી ના કરવાની ચેતવણી પણ આપી છે.
अब उन्हें और उनके चिंटुओं मेरे द्वारा मेरे राघवेंद्र सरकार राम का महिमामंडन करना पसंद नहीं।कह रहे हैं “मार देगें” 😲 ये सब ठीक है पर अपने चिंटुओं को बोलो मर्यादा पुरुषोत्तम भगवान राम को गाली न बकें। अपना काम करो नहीं तो याद रखो रावण तक का वंश नहीं बचा ,तुम ऐसे कौन लवणासुर हो ?😊 pic.twitter.com/rZKdvYZce0
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) November 20, 2022
કુમાર વિશ્વાસનો કટાક્ષ
કુમાર વિશ્વાસે આ પત્ર શેર કરીને લખ્યું કે હવે તેને અને તેના ચિંટુઓને મારા દ્વારા રાઘવેન્દ્ર સરકાર રામનો મહિમામંડન કરવો પસંદ નથી. કહી રહ્યા છે કે મારી નાખીશું. આ બધું ઠીક છે પણ પોતાના ચિંટુઓને બોલો કે મર્યાદા પુરષોત્તમ ભગવાન રામને ગાળો ના આપે. પોતાનું કામ કરો નહીં તો યાદ રાખો રાવણ સુધીનો વંશ બચ્યો નથી, તે એવો કોણ લવણાસુર છે?
લોકોની પ્રતિક્રિયા
કુમાર વિશ્વાસના ટ્વિટ પર તેમના શુભચિંતક પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. @youthsenergy નામના યુઝરે લખ્યું કે કોઇ તમને અડે તેટલી શક્તિ હજુ સુધી કોઇમાં આવી નથી. તમે નિશ્ચિંત રહો, શ્રી રામના આશીર્વાદ અને તમારા લાખો ચાહનારની દુવાઓ તમારી પાસે છે. વિશ્વ ગૌરવે લખ્યું કે 2-4 જીતનો અહંકાર ના કરો, યાદ રાખો એક દિવસ તો યુદ્ધમાં રાવણ પણ જીતી રહ્યો હતો પણ અંતમાં શું થયું, બધાને ખબર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us