Pregnancy Tourism : લદ્દાખના આ ગામમાં વિદેશી મહિલાઓ ગર્ભવતી થવા કેમ આવે છે? બ્રોકપા સમુદાય પોતાને શુદ્ધ આર્ય કેમ કહે છે?

Pregnancy Tourism In Ladakh : લદ્દાખમાં પ્રેગ્નન્સી ટુરિઝમ વિશે ચર્ચા થતી રહે છે. લદ્દાખના અમુક ગામોમાં બ્રોક્પા સમુદાયના લોકો પોતાને શુદ્ધ આર્ય કહે છે. કેમ વિદેશી મહિલાઓ અહીંયા ગર્ભવતી થવા આવે છે? જાણો

Pregnancy Tourism In Ladakh : લદ્દાખમાં પ્રેગ્નન્સી ટુરિઝમ વિશે ચર્ચા થતી રહે છે. લદ્દાખના અમુક ગામોમાં બ્રોક્પા સમુદાયના લોકો પોતાને શુદ્ધ આર્ય કહે છે. કેમ વિદેશી મહિલાઓ અહીંયા ગર્ભવતી થવા આવે છે? જાણો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ladakh | pregnancy tourism of ladakh | ladakh tourism | Aryans | brokpa-community | Darchik village

લદ્દાખના દારયિક ગામની બહાર લાગેલુ બોર્ડ. (Photo : @itbp_offical)

Pregnancy Tourism In Ladakh : દેશમાં એડવેન્ચર ટુરિઝમ, કલ્ચર ટુરિઝમ, ઈકો ટુરિઝમ, મેડીકલ ટુરિઝમ, વાઈલ્ડલાઈફ ટુરિઝમ વગેરે પ્રકારના ટુરિઝમ છે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતનું એક એવું ટુરિઝમ ઘણુ ચર્ચામાં રહ્યું છે જેના વિશે ખુલીને વાત કરવામાં આવતી નથી - તે છે પ્રેગનન્સી ટુરિઝમ. લદ્દાખમાં એક એવું ગામ છે, જેના વિશે દાવો કરવામાં આવે છે કે ત્યાં વિદેશી મહિલાઓ ગર્ભવતી થવા આવે છે.

Advertisment

'શુદ્ધ આર્યો'ના ગામો

અલ જઝીરાની એક રિપોર્ટ અનુસાર, લદ્દાખના લેહથી 163 કિમી દક્ષિણ પશ્ચિમમાં સ્થિત બિયામા, ગારકોન, દારચિક, દાહ અને હનુ છે. આ ગામોમાં બ્રોકપા સમુદાયના લોકો વસે છે, જેઓ દાવો કરે છે કે તેઓ વિશ્વના છેલ્લા બાકી રહેલા 'શુદ્ધ આર્યો' છે. બ્રોક્પા વંશીય શ્રેષ્ઠતાના આ વિવાદિત દાવાને પોતાની વિશિષ્ઠતા માને છે. તેઓ આને ખુશીથી સ્વીકારે છે એટલું જ નહીં, ગર્વ પણ અનુભવે છે.

હવે પ્રશ્ન થાય છે કે આ શુદ્ધ આર્ય શું છે? વાસ્તવમાં, નાઝી-યુગના વંશીય સિદ્ધાંતવાદીઓએ શુદ્ધ નસ્લનો ઉલ્લેખ "મુખ્ય જાતિ" તરીકે કર્યો હતો. તેના આધારે જ જર્મનીમાં યહૂદીઓની કત્લેઆમ કરવામાં આવી હતી. મુખ્ય જાતિના લોકોની કથિત લાક્ષણિકતાઓ એ છે કે તેઓ ઊંચા, ગોરા, વાદળી આંખો અને મજબૂત જડબાંવાળા હોય છે. તેઓ અત્યંત બુદ્ધિશાળી પણ હોવાનું કહેવાય છે.

Advertisment

2017માં, ભારત સરકારની ITBP (ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ) એ બ્રોકપા સમુદાયના કેટલાક લોકો અને તેમના ગામની તસવીર શેર કરતી વખતે લખ્યું હતું કે, “લદ્દાખમાં દુર્લભ લાલરેટ આર્યનનું ઘર. દારચિક ગામમાં ઐતિહાસિક બ્રોકપા આદિવાસી સમુદાય.” બ્રોક્પા લદ્દાખની બહુમતી વસ્તીથી મોંગોલિયન વિશેષતાઓ સાથે પણ અલગ દેખાય છે. સ્થાનિક ભાષામાં બ્રોકપાનો અર્થ ધુમંતુ થાય છે.

બ્રોકપા બૌદ્ધ હોવા છતાં, દેવી-દેવતાઓમાં માને છે. તેઓ અગ્નિની પૂજા કરે છે. અહીં બલિ ચઢાવવાની પણ પરંપરા છે. તેઓ બકરીને ગાય કરતાં વધુ પવિત્ર માને છે.

પ્રેગ્નન્સી ટુરિઝમ (Pregnancy Tourism In Ladakh)

ઈન્ટરનેટના આગમન પહેલા બ્રોક્પા માટે કોઈ ખાસ ક્રેઝ ન હતો. ઈન્ટરનેટના વિકાસ - વિસ્તરણ થયા બાદ, જર્મન મહિલાઓની લદ્દાખના ગામડાઓમાં આવવાની વાતો ફેમસ થઈ ગઈ. તે જાણીતું બન્યું કે જર્મન સ્ત્રીઓ 'શુદ્ધ આર્ય બીજ' માટે બ્રોકપા ગામોમાં આવે છે.

વર્ષ 2007માં, ફિલ્મ નિર્માતા સંજીવ સિવાનની 30-મિનિટની ડોક્યુમેન્ટ્રી “Achtung Baby : IN Search of Purity” રિલીઝ થઈ હતી. આ ડોક્યુમેન્ટ્રીમાં એક જર્મન મહિલા કેમેરામાં સ્વીકારે છે કે તે 'શુદ્ધ આર્યન સ્પર્મ'ની શોધમાં લદ્દાખ આવી છે.

ડોક્યુમેન્ટ્રીનું શૂટિંગ કરવું સિવાન માટે બિલકુલ સરળ ન હતું. એક ભારતીય કર્નલની મદદથી, તેમણે લેહના એક રિસોર્ટમાં બ્રોકપા પુરુષ સાથે રજાઓ માણતી જર્મન મહિલાને શોધી કાઢી હતી. જર્મન મહિલા જેની સાથે રજાઓ માણી રહી હતી તે માણસ દારયિક (કહેવાતા રેડ આર્યન વિલેજ) નો રહેવાસી હતો. તે સમયે વિદેશીઓને ગામમાં સરળતાથી પ્રવેશવા દેવામાં આવતો ન હતો. આ જ કારણ હતું કે બંને લેહમાં રોકાયા હતા. સિવને બંને એકસાથે ફરતા હોવાના ગુપ્ત ફૂટેજ શૂટ કરવાના હતા અને પછી મહિલાને વાત કરવા માટે મનાવવાની હતી. બ્રોકપા કોમ્યુનિટીની વ્યક્તિ એ વાતથી પરેશાન ન હતી કે તેનો વીડિયો બનાવવામાં આવી રહ્યો છે.

ડોક્યુમેન્ટ્રીમાં મહિલાએ ખુલાસો કર્યો છે કે આર્યન બાળકને જન્મ આપવા માટે આટલી દૂરની મુસાફરી કરનાર પ્રથમ જર્મન મહિલા નથી અને છેલ્લી પણ નથી. તેણી કહે છે કે કેવી રીતે આ પ્રેગ્નન્સી ટુરિઝમ પાછળ એક આખી સંગઠિત વ્યવસ્થા કામ કરી રહી છે. પરંતુ તેણીએ આ વિશે વધુ વિગતવાર જણાવવાનો ઇનકાર કર્યો. તે કહે છે, “હું જે કરી રહી છું તે ખોટું નથી. મારે જે જોઈએ છે તેના માટે પણ હું ચૂકવણી કરું છું.

સિવાનની ડોક્યુમેન્ટરીમાં જર્મન મહિલાએ પુરુષને માત્ર તેની સેવાઓ માટે ચૂકવણી કરી ન હતી, પરંતુ તે તેના પરિવાર અને બાળકો માટે ભેટ પણ લાવી હતી. બ્રોકપા માણસ આનાથી ખુશ હતો. તે કહે છે, “મારી પાસે ગુમાવવા માટે કંઈ નથી. હું આ કામ કરતા રહેવા માંગુ છું. એક દિવસ મારા બાળકો મને મળવા આવશે અને મને જર્મની લઈ જશે.

ડોક્યુમેન્ટ્રીમાં જર્મન મહિલાનો ચહેરો બતાવવામાં આવ્યો નથી. જો કે, બ્રોક્પા માણસને સરળતાથી ઓળખી શકાય છે. તે કારગિલ જિલ્લાના દારચિક ગામનો રહેવાસી છે. તેનું નામ ત્સેવાંગ લુંડુપ છે.

આ ડોક્યુમેન્ટ્રી ઉપરાંત બીબીસીએ તેના ગ્રાઉન્ડ રિપોર્ટમાં બ્રોકપાના એક દુકાનદારના દાવાની પણ નોંધ કરી છે. દુકાનદારનો દાવો છે કે તે થોડા વર્ષો પહેલા એક જર્મન મહિલાને મળ્યો હતો. બંને લેહની એક હોટલમાં સાથે રહ્યા હતા. ગર્ભવતી થયા બાદ તે પાછી જર્મની ગઈ. થોડા વર્ષો પછી તે તેના બાળક સાથે મળવા આવી.

દાવો અને સત્યતા

દેખીતી રીતે બ્રોક્પાના દાવાઓ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. તેમનો કોઈ ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો નથી. લદ્દાખી સંસ્કૃતિથી અલગ હોવાને કારણે તેમને ‘શુદ્ધ આર્ય’ ગણી શકાય નહીં. તેઓ શુદ્ધ આર્યો હોવાનો દાવો માત્ર તેમના શારીરિક દેખાવ અને કેટલીક વારસાગત વાર્તાઓ, એટલે કે લોકકથાઓ અને પૌરાણિક કથાઓના આધારે તેઓ શુદ્ધ આર્યો હોવાનો દાવો કરે છે. બ્રોક્પા લોકોના દાવાઓ કોઈપણ વૈજ્ઞાનિક પુરાવા અથવા વિશ્વસનીય ઇતિહાસ દ્વારા સમર્થન આપતા નથી. પરંતુ તેમ છતાં, તેઓ તેમના દાવાઓ પર અડગ છે.

બીજું, આર્યોને લઈને ઈતિહાસ પણ વહેંચાયેલો છે. ઈન્ડિયાનાના ડેપોવ યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રના સહયોગી પ્રોફેસર મોના ભાન માને છે કે પ્રેગ્નન્સી ટુરિઝમ જેવી વાર્તાઓ ઘડવામાં આવી છે.

જીવનશૈલી india knowledge દેશ