જ્ઞાનવાપી કેસ બાદ હિંદુઓને વધુ એક કેસમાં મોટી સફળતા મળી છે. ઉત્તર પ્રદેશના બાગપત સ્થિત બદરુદ્દીન શાહની મઝાર અને લક્ષાગૃહ વિવાદમાં કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. ADJ કોર્ટે આ કેસમાં 100 વીઘા જમીન હિંદુ પક્ષને સોંપી દીધી છે. આ મામલો છેલ્લા 50 વર્ષથી કોર્ટમાં હતો. આ મામલો પહેલીવાર 1970 માં પ્રકાશમાં આવ્યો જ્યારે મુસ્લિમ પક્ષના મુકીમ ખાન નામના વ્યક્તિએ લક્ષગૃહને બદરુદ્દીન શાહની કબર અને કબ્રસ્તાન ગણાવ્યું. આ પછી ઘણા વર્ષો સુધી કોર્ટમાં મામલો ચાલતો રહ્યો.
આ કેસમાં મુસ્લિમ પક્ષ વતી બ્રહ્મચારી કૃષ્ણદત્ત મહારાજને પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં લગભગ 100 વીઘા જમીનના માલિકી હક્ક અંગે કોર્ટમાં કેસ ચાલતો હતો. હિન્દુ પક્ષ તરફથી કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં સુનાવણી દરમિયાન બંને પક્ષો તરફથી દલીલો કરવામાં આવી હતી અને પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. હિંદુ પક્ષ કહે છે કે, મહાભારત કાળથી લક્ષાગૃહ અસ્તિત્વમાં છે. તેનો ઇતિહાસ પાંડવો સાથે સંબંધિત છે.
આ કિસ્સામાં, મુસ્લિમ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે, બરનાવામાં પ્રાચીન ટેકરા પર શેખ બદરુદ્દીનની દરગાહ અને કબ્રસ્તાન છે. તે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડમાં નોંધાયેલ છે. બીજી તરફ બરનાવાના લક્ષગૃહ સ્થિત સંસ્કૃત પાઠશાળાના આચાર્ય અરવિંદ કુમાર શાસ્ત્રીનું કહેવું છે કે, આ ઐતિહાસિક ટેકરા મહાભારત કાળનું લક્ષાગૃહ છે. વિવાદિત 108 વીઘા જમીન પર પાંડવ કાળની એક ટનલ છે. એવો દાવો કરવામાં આવે છે કે, આ સુરંગ દ્વારા પાંડવો લાક્ષાગૃહમાંથી ભાગી ગયા હતા. ઈતિહાસકારોનો દાવો છે કે, મોટા ભાગનું ખોદકામ આ જગ્યાએ થયું છે.
આ પણ વાંચો – Places Of Worship Act 1991: શું છે પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ? ભાજપના સાંસદ હરનાથ સિંહ યાદવે નાબૂદ કરવાની માંગ કરી
તમને જણાવી દઈએ કે, અહીં 1952 માં ASI ની દેખરેખમાં ખોદકામ કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા દુર્લભ અવશેષો પણ મળ્યા હતા. અહીં ખોદકામ દરમિયાન 4500 હજાર વર્ષ જૂના વાસણો પણ મળ્યા, જે મહાભારત કાળના હોવાનું કહેવાય છે. મહાભારતમાં પણ લાક્ષાગૃહની કથાનું વર્ણન છે. દુર્યોધને પાંડવોને બાળીને મારી નાખવાની યોજના બનાવી હતી. તેમણે આ લક્ષા ગૃહ તેમના મંત્રી દ્વારા બંધાવ્યું હતું.