/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Tejashwi-Yadav.jpg)
ગુજરાતીઓને ઠગ કહેવાના નિવેદનને લઈને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો થયો (ફાઇલ ફોટો)
land for jobs case : જમીનના બદલે નોકરી કૌભાંડ કેસમાં લાલુ યાદવ પરિવારની મુશ્કેલીઓ ઓછી થઇ રહી નથી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં લેન્ડ ફોર જોબના કથિત કૌભાંડ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. આ ચાર્જશીટમાં બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને કંપનીઓ સહિત અન્ય ઘણા લોકોના નામ આરોપી તરીકે લેવામાં આવ્યા છે. લેન્ડ ફોર જોબ કૌભાંડ સાથે જોડાયેલા મામલામાં પૂર્વ કેન્દ્રીય રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવ સહિત ઘણા અન્ય લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
જાણકારી અનુસાર સીબીઆઈ તરફથી દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ એક ફ્રેશ ચાર્જશીટ છે. લેન્ડ ફોર જોબ કૌભાંડમાં તેજસ્વી યાદવ, લાલુ યાદવ, રાબડી દેવી અને જુદા જુદા તત્કાલીન સરકારી અધિકારીઓ સામે નવેસરથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ પહેલા લેન્ડ ફોર જોબ્સના અલગ ઝોનમાં લાલુ અને રાબડી દેવી વિરુદ્ધ અલગથી ચાર્જશીટ દાખલ થઇ ચુકી છે. આ કેસમાં તે જામીન પર બહાર છે. હવે ત્રણેય સામે નવેસરથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હવે ફ્રેશ ચાર્જશીટ પર કોર્ટમાં 12 જુલાઈએ રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થશે.
લેન્ડ ફોર જોબ કથિત કૌભાંડ તે સમયે થયું હતું જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા. આ સમય 2004-09ની વચ્ચેનો છે. ત્યારે કેન્દ્રમાં યુપીએ-1ની સરકાર હતી. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે ભારતીય રેલવેના વિવિધ ક્ષેત્રોમાં ગ્રુપ 'ડી' પદો પર ઘણા લોકોની નિમણૂક કરવામાં આવી હતી. તેના બદલામાં સંબંધિત લોકોએ આ કેસમાં તત્કાલીન રેલવે મંત્રી લાલુ યાદવના પરિવારના સભ્યો અને લાભાર્થી કંપની 'એકે ઇન્ફોસિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ'ને પોતાની જમીન આપી હતી.
આ પણ વાંચો - ઓપી રાજભરનો દાવો – પક્ષ પલટો કરશે સપાના ઘણા નેતાઓ, માયાવતી અને કોંગ્રેસ એક સાથે આવશે
આ મામલે સીબીઆઈએ પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમની પત્ની રાબડી દેવીની પૂછપરછ કરી હતી. ઇડીએ અગાઉ આ અંગે દેશના અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. એવા અહેવાલો આવ્યા હતા કે ઇડીને ગુનામાં વપરાયેલા 600 કરોડના વ્યવહારો વિશે માહિતી મળી છે. આ મામલે ઈડીએ તેજસ્વી યાદવ અને તેમની બહેન મીસા ભારતી મામલાથી જોડાયેલા અન્ય ઘણા લોકોની પૂછપરછ કરી ચુકી છે.
આ કેસમાં લાલુ યાદવના નજીકના સાથીઓ અને પૂર્વ ધારાસભ્ય ભોલા યાદવ અને હૃદયાનંદનું નામ પણ છે. ભોલા યાદવની સીબીઆઇએ ધરપકડ કરી હતી. લાલુ યાદવ 2004થી 2009 સુધી રેલવે મંત્રી રહ્યા હતા, આ દરમિયાન ભોલા યાદવ તેમના ઓએસડી હતા. આ કેસ લાલુના પરિવારને ભેટમાં આપેલી અથવા વેચાયેલી જમીનના બદલામાં રેલવેમાં આપવામાં આવેલી કથિત નોકરી સાથે સંબંધિત છે.
આરોપ છે કે 7 લોકોને જમીનના બદલામાં નોકરી આપવામાં આવી હતી. જેમાંથી 2 જમીન લાલુના પરિવારને ભેટમાં આપવામાં આવી હતી. જ્યારે બાકીની 5 જમીન ઓછી કિંમતે ખરીદવામાં આવી હતી. આરોપ છે કે રાબડી દેવી અને મીસા ભારતીના નામે પણ જમીનો લેવામાં આવી હતી. આ જમીનો પ્રવર્તમાન સર્કિટ રેટ કરતા નીચા ભાવે અને બજાર દર કરતા ઘણા ઓછા ભાવે હસ્તગત કરવામાં આવી હતી. આ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us