જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર હાઇવે પર શનિવારે સાંજે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂ એક માર્ગ અકસ્માતમાં સહેજ માટે બચ્યા હતા. તેમની કારને એક ટ્રકે ટક્કર મારી હતી. જાણ થતાં જમ્મુ કશ્મીર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે કહ્યું કે ઘટનામાં કોઈને ઇજાો થઇ નથી. કેન્દ્રીય મંત્રી સંપૂર્ણ પણે ઠીક છે. દુર્ઘટના બાદ સુરક્ષાકર્મચારીઓએ કેન્દ્રીય મંત્રી રિજિજૂને તત્કાલિક કારમાંથી ઉતારીને બીજી કારમાં બેસાડીને કાફલાને આગળ વધાર્યો હતો.
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ ખુદ ટ્વીટ કરીને આ મામલા અંગે જાણકારી આપી હતી. રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર કાફલામાં તેમની કારની કારને પાસેથી પસાર થતી એક ટ્રકને ટક્કર મારી હતી. ત્યારબાદ ઘટના સ્થળ પર અફરા તફરીનો માહોલ છવાયો હતો. તેમના સુરક્ષાકર્મીઓએ તરત જ મોર્ચો સંભાળ્યો હતો. જોકે, દુર્ઘટનામાં કોઈને પણ ઇજા પહોંચી ન્હોતી.
આ ઘટના પર પોલીસે કહ્યું કે કાયદામંત્રી કિરણ રિજિજૂ શનિવારે જમ્મુ કાશ્મીરમાં એક ટ્રેકથી પોતાની કારને ટક્કર મારી હતી જેમાં તેઓ સહેજ માટે બચી ગયા હતા. જમ્મુમાં ઉધમપુરની પાસે એક લોડેડ ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અકસ્માતનો વીડિયો
અકસ્માત ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ટીમે ઘટનાની તપાસ શરુ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રીની કારની દુર્ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કેન્દ્રીયમંત્રી કિરણ રિજિજૂની કાર અને ટક્કર મારનાર ટ્રક ચોખ્ખી દેખાઇ રહી છે.આ ઉપરાંત કિરણ રિજિજૂની કારની પાસે દોડી રહેલા સુરક્ષાકર્મી પણ દેખાઈ રહ્યા છે. વીડિયોમાં સુરક્ષાકર્મી કેન્દ્રીય મંત્રીને કારથી કાઢીને બીજીગાડી તરફ લઇ રહ્યા છે. કિરણ રિજિજૂના કાફલા પાસે અન્ય લોકો પણ અફરાતફરીમાં જોવા મળ્યા હતા.
રિજિજૂ આજે જમ્મુ-કાશ્મીર પ્રવાસે હતા. એક કાર્યક્રમમાં તેનો જ એક ભાગ હતો. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે ડોગરી ભાષામાં ભારતના સંવિધાનના પહેલા સંસ્કરણના રૂપમાં જમ્મુ અને કાશ્મીર માટે ખૂબ જ ગર્વના ક્ષણ જમ્મુ વિશ્વવિદ્યાલયમાં લોન્ચ કર્યું હતું. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ઉચ્ચ ન્યાયાલના મુખ્ય નાયાધીશ અને ન્યાયધીશો અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ અધિકારીઓ સાથે સામેલ થવાની ખુશી થઇ.