/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/lions-akbar-and-sita-Controversy-west-Bengal.jpg)
સિંહણ સિતા, સિંહ અકબર વિવાદ પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળના સિલીગુડીથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીંના સફારી પાર્કમાં સિંહણ 'સીતા'ને સિંહ 'અકબર' સાથે રાખવાને લઈને હોબાળો મચ્યો છે. હિન્દુ સંગઠને આને અપમાન ગણાવ્યું છે. પરિણામે આ મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ (VHP) આ કેસ સામે કલકત્તા હાઈકોર્ટ પહોંચી છે. VHP એ પશ્ચિમ બંગાળના વન વિભાગને સિલીગુડીના સફારી પાર્કમાં 'સીતા' નામની સિંહણ સાથે 'અકબર' નામના સિંહને એક જ એન્ક્લોઝરમાં રાખવા માટે પડકાર ફેંક્યો છે.
મીડિયા અહેવાલો અનુસાર, વિશ્વ હિંદુ પરિષદ (VHP) પશ્ચિમ બંગાળના વન વિભાગના કથિત રીતે 'અકબર' નામની સિંહણને 'સીતા' નામની સિંહણ સાથે સિલિગુડીના સફારી પાર્કમાં સમાન ઘેરીમાં રાખવાના પગલાને પડકારી રહી છે. કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.
મામલો કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યો હતો
વિશ્વ હિન્દુ પરિષદની બંગાળ શાખાએ 16 ફેબ્રુઆરીના રોજ જલપાઈગુડીમાં કલકત્તા હાઈકોર્ટની સર્કિટ બેન્ચનો સંપર્ક કર્યો હતો. આ કેસની સુનાવણી 20 ફેબ્રુઆરી (મંગળવાર) ના રોજ થશે.
રાજ્યના વન વિભાગના અધિકારીઓ અને બંગાળ સફારી પાર્કના ડિરેક્ટરને કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આ વિવાદ પર વન વિભાગે કહ્યું કે, સિંહોને તાજેતરમાં ત્રિપુરાના સિપાહીજાલા ઝૂલોજિકલ પાર્કમાંથી લાવવામાં આવ્યા હતા. તે 13 ફેબ્રુઆરીએ સફારી પાર્ક પહોંચ્યો હતો પરંતુ તેનું નામ બદલાયું ન હતું.
આ પણ વાંચો - ISRO એ લોન્ચ કર્યો ‘નોટી બોય’, સમજો આ વેધર ઉપગ્રહ ભારત માટે કેટલો મદદગાર સાબિત થશે
વાસ્તવમાં, દક્ષિણપંથી સંગઠન ગુસ્સે છે કે, અકબર મુઘલ સમ્રાટ હતો અને માતા સીતાને હિન્દુ દેવી તરીકે પૂજવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, VHP ની દલીલ છે કે, રાજ્યના વન વિભાગે સિંહોને આ નામો આપ્યા હતા. આ પછી 'સીતા'ને 'અકબર' સાથે રાખવા એ હિન્દુઓ માટે અપમાનજનક છે. સંગઠને શેરનીનું નામ બદલવાની માંગ કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us