/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/today-live-news-update.jpg)
ગુજરાત-દેશ દુનિયાના તાજા સમાચાર
today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
- Mar 10, 2023 23:56 IST
અદાણી ગ્રુપ અંબુજા સિમેન્ટમાંથી પોતાનો એક ભાગ વેચશે! રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો
https://gujarati.indianexpress.com/business/gautam-adani-seeks-to-sell-stake-in-ambuja-cement-report/69415/
- Mar 10, 2023 22:35 IST
અમરેલી: ધારીના દુધાળા ગામ નજીક ખાનગી બસ પલટી જતા ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત
અમરેલી: ધારીના દુધાળા ગામ નજીક ખાનગી બસ પલટી જતા બસના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું છે. દુધાળા નજીક આવેલ મધુવન હોટલ પાસે આ દુર્ઘટના બની છે. બસ 40 જેટલા યાત્રિકો સાથે દીવથી રાજકોટ જતી હતી. બસ પલટી ગયા પછી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બસના કાચ તોડી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. 4 થી 5 મુસાફરોને ઈજા પહોંચી છે.
- Mar 10, 2023 20:40 IST
કિંજલ દવેની સગાઇ તૂટી, જાણો 1 ઓરડામાં રહેતા સામાન્ય પરિવારની યુવતી કેવી રીતે બની ‘ગરબા ક્વીન’
https://gujarati.indianexpress.com/gujarat/kinjal-dave-engagement-broke-how-to-becomes-famous-gujarati-singers/69377/
- Mar 10, 2023 19:28 IST
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે થઇ ઘણી મહત્વની સમજુતી, પીએમ નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યો હિન્દુ મંદિરો પર હુમલાનો મુદ્દો
https://gujarati.indianexpress.com/national-news/pm-narendra-modi-discusses-trade-security-with-australian-pm-anthony-albanese/69360/
- Mar 10, 2023 18:32 IST
લોકસભા 2024 : આ ત્રણ દિગ્ગજ હશે PM મોદીના ‘યોદ્ધા’, પડદા પાછળ રમશે મોટી રમત, અમિત શાહે આપ્યો મોટો ટાર્ગેટ
https://gujarati.indianexpress.com/national-news/lok-sabha-2024-bjp-plan-pm-modi-warriors-sunil-bansal-vinod-tawde-tarun-chugh-amit-shah-target/69155/
- Mar 10, 2023 17:40 IST
સ્માર્ટ શાળાઓ વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં ટ્રાન્સફર કરવાનો ટ્રેન્ડ સેટ કરી રહી : અમિત શાહ
https://gujarati.indianexpress.com/gujarat/amit-shah-gujarat-ahmedabad-launched-various-developmental-works-smart-school-praised/69287/
- Mar 10, 2023 17:33 IST
મનીષ સિસોદિયા 7 દિવસ માટે EDના રિમાન્ડમાં, CBI મામલામાં જામીન પર 21 માર્ચે સુનાવણી
દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે ઇડીની દલીલોની સુનાવણી કર્યા પછી દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને 7 દિવસ માટે ઇડીના રિમાન્ડમાં મોકલી દીધા છે. ઇડીએ કોર્ટ પાસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટમાં સીબીઆઈના મામલા પર મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી આજે થઇ શકી ન હતી. કોર્ટ હવે આ મામલા પર 21 માર્ચે સુનાવણી કરશે.
- Mar 10, 2023 17:20 IST
ચોથી ટેસ્ટ : ઉસ્માન ખ્વાજા અને કેમરૂન ગ્રીનની સદી, ઓસ્ટ્રેલિયા 480 રનમાં ઓલઆઉટ
https://gujarati.indianexpress.com/sports/india-vs-australia-live-score-updates-4th-test-day-2-from-narendra-modi-stadium-in-ahmedabad/69104/
- Mar 10, 2023 16:36 IST
દિલ્હીમાં ભૂખ હડતાળ પર તેલંગાણાના સીએમ કેસીઆરની પુત્રી કવિતા
ભારત રાષ્ટ્ર સમિતીની વરિષ્ઠ નેતા કે કવિતા નવી દિલ્હીમાં ભૂખ હડતાળ કરી રહ્યા છે. સંસદમાં મહિલા અનામત વિધેયક રજુ કરવાની માંગણીને લઇને કવિતા ભૂખ હડતાળ પર છે. દિલ્હીના જંતર-મંતર પર કે કવિતાના દિવસભરના વિરોધમાં લગભગ 12 દળોના નેતા ભાગ લઇ રહ્યા છે. CPIM નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે રાજનીતિમાં મહિલાઓને સમાન તક આપવા માટે આ વિધેયક લાવવું મહત્વપૂર્ણ છે.
- Mar 10, 2023 15:44 IST
Ind Vs Aus 4th Test Live : ઉસ્માન ખ્વાજા 180 રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો
https://gujarati.indianexpress.com/sports/india-vs-australia-live-score-updates-4th-test-day-2-from-narendra-modi-stadium-in-ahmedabad/69104/
- Mar 10, 2023 14:18 IST
Gujarat News updates: સુરતમાં બીઆરટીએ રૂટ પર વિદ્યાર્થીને એમ્બ્યુલન્સ અડફેટે લીધો
સુરતમાં બીઆરટીએસ રૂટ પર એમ્બ્યુલન્સે એક વિદ્યાર્થીને અડફેટે લીધો હતો. વિદ્યાર્થી જ્યારે રૂટ ક્રોસ કરતા ખાનગી એમ્બ્યુલન્સે અડફેટે લીધો હતો જેના પગલે વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
- Mar 10, 2023 14:01 IST
સુરત ડોગ એટેક ઈમ્પેક્ટ : મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ડોગ રાખવાની ક્ષમતા અને નસબંધી પ્રક્રિયામાં કરશે વધારો
https://gujarati.indianexpress.com/gujarat/surat-dog-attack-impact-municipal-corporation-increase-dog-capacity-sterilization-process/68973/
- Mar 10, 2023 13:52 IST
Agniveer Reservation: BSFમાં 10 ટકા અનામત, વયમર્યાદામાં છૂટ..અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત
https://gujarati.indianexpress.com/career/agniveer-reservation-mha-announcement-central-government/68949/
- Mar 10, 2023 13:44 IST
આલિયા ભટ્ટની પ્રાઇવસી ભંગ થતાં કાયદાકીય પ્રક્રિયા થશે: રણબીર કપૂર
https://gujarati.indianexpress.com/entertainment/ranbir-kapoor-alia-bhatt-privacy-broke-paparazzi-against-legal-action/68926/
- Mar 10, 2023 13:28 IST
BSFમાં 10 ટકા અનામત, વય મર્યાદામાં છૂટ, કેન્દ્ર સરકારે ફાયરમેન માટે કરી મોટી જાહેરાત
અગ્નિવીર આરક્ષણ: એક મહત્વપૂર્ણ પગલામાં, કેન્દ્ર સરકારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ની ખાલી જગ્યાઓમાં ભૂતપૂર્વ અગ્નિવીર માટે 10 ટકા અનામતની જાહેરાત કરી છે. આ સાથે, ઉચ્ચ વય મર્યાદાના ધોરણો હળવા કરવામાં આવ્યા છે. જો કે, તે તેના પર નિર્ભર રહેશે કે ભૂતપૂર્વ અગ્નિવીર પ્રથમ કે બીજી બેચનો ભાગ છે. ગૃહ મંત્રાલય (MHA) એ બોર્ડર સિક્યોરિટી ફોર્સ એક્ટ 1968ની કલમ 141 ની પેટા-કલમ (2) ની કલમો (B) અને (C) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને ગુરુવારે જારી કરાયેલી સૂચના દ્વારા આ જાહેરાત કરી હતી.
- Mar 10, 2023 13:24 IST
ED Raids: દિલ્હી અને પટનામાં 15થી વધુ સ્થળો પર EDના દરોડા, લાલુની પુત્રી અને નજીકના મિત્રના ઘરે પણ દરોડા
લેન્ડ ફોર જોબ્સ સ્કેમ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીથી પટના સુધીના 15 થી વધુ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે. જેમાં લાલુ યાદવની દીકરીઓના ઘર પણ સામેલ છે. EDએ દિલ્હીમાં લાલુ યાદવના નજીકના મિત્રના ઘરે પણ દરોડા પાડ્યા છે. તે જ સમયે, પટનામાં પૂર્વ આરજેડી ધારાસભ્ય કે અબુ દોજાનાના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
- Mar 10, 2023 13:21 IST
ભારતમાં 10 મિલિયનથી વધુ વયસ્કોને ડિમેન્શિયા થવાની સંભાવના : AI અભ્યાસ
https://gujarati.indianexpress.com/world/indonesia-capital-jakarta-shift-borneo-indigenous-communities-deforestation-climate-change-environment-sinking-world-news-international-updates/68799/
- Mar 10, 2023 12:12 IST
30 વર્ષ બાદ બનશે મહાભાગ્ય રાજયોગ, ત્રણ રાશિના જાતકોની ચમકી શકે છે કિસ્મત, શુક્ર ગ્રહની થશે વિશેષ કૃપા
https://gujarati.indianexpress.com/dharma/mahabhagya-raja-yoga-shukra-grah-gochar-planetary-pastures/68839/
- Mar 10, 2023 11:43 IST
વડોદરા : સયાજીબાગ ઝૂમાં હિપ્પોપોટેમસનો હુમલો, બે કર્મચારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, કેમ બની સમગ્ર ઘટના?
https://gujarati.indianexpress.com/national-news/digital-india-bill-personal-data-protection-bill-rajeev-chandrasekhar-business-news-technology/68726/
- Mar 10, 2023 11:08 IST
China President: શી ઝિનપીંગ ફરીથી બન્યા ચીનના રાષ્ટ્રપતિ
શી જિનપિંગ ફરી એકવાર ચીનના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. જો કે તે પહેલાથી જ નક્કી હતું કે તેમની સામે કોઈ ઉમેદવાર ન હોવાથી તેમને પ્રમુખ તરીકે વધુ એક ટર્મ મળી શકે છે. શી જિનપિંગે માઓ ઝેડોંગ પછી દેશના સૌથી શક્તિશાળી નેતા તરીકે પોતાની પકડ મજબૂત કરી છે. નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NPC)ની 14મી બેઠકમાં શી જિનપિંગને ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે સમર્થન આપવામાં આવ્યું છે.
- Mar 10, 2023 11:07 IST
ભારતના કેન્દ્રીયમંત્રી અને અમેરિકાના મંત્રી મળ્યા
દિલ્હી: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ પ્રધાન પીયૂષ ગોયલ યુએસ વાણિજ્ય સચિવ જીના રેમોન્ડોને મળ્યા.
दिल्ली: केंद्रीय वाणिज्य और उद्योग, उपभोक्ता मामले और खाद्य और सार्वजनिक वितरण और कपड़ा मंत्री पीयूष गोयल ने अमेरिका की वाणिज्य सचिव जीना रायमोंडो से मुलाकात की। pic.twitter.com/WWS1eO3JMU
— ANI_HindiNews (@AHindinews) March 10, 2023
- Mar 10, 2023 10:28 IST
અમેરિકામાં વધી બેરોજગારોની સંખ્યા? Unemployment Benefits માટે અરજી કરનારની સંખ્યામાં રેકોર્ડ ઉછાળો
https://gujarati.indianexpress.com/career/america-unemployment-benefits-record-increased-jump-applying/68752/
- Mar 10, 2023 09:11 IST
મહારાષ્ટ્ર, ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ, તે તમારા સ્વાસ્થ્યને કેવી રીતે કરી શકે અસર?
https://gujarati.indianexpress.com/lifestyle/unseasonal-rains-maharashtra-gujarat-news-precaution-health-awareness-ayurvedic-life-style/68720/
- Mar 10, 2023 08:54 IST
કિયારા અડવાણી અને રામ ચરણની જોડી આ ફિલ્મમાં મચાવશે ધમાલ
https://gujarati.indianexpress.com/entertainment/kiara-advani-and-ramcharan-upcoming-movie-rc-15-news/68702/
- Mar 10, 2023 08:17 IST
જર્મનીમાં ચર્ચમાં ગોળીબારમાં અનેક લોકોના મોત
ઉત્તરી જર્મન શહેર હેમ્બર્ગમાં ગુરુવારે યહોવાહના સાક્ષી ચર્ચમાં ગોળીબારમાં ઘણા લોકો માર્યા ગયા હતા, હુમલા પાછળનો હેતુ સ્પષ્ટ નથી, પોલીસે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાં એક ગુનેગાર પણ હોઈ શકે છે. કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, પોલીસે જણાવ્યું હતું કે કેટલા મૃત્યુ પામ્યા તે કહેવાનો ઇનકાર કર્યો હતો. ધ બિલ્ડ અખબારે અહેવાલ આપ્યો છે કે હેમ્બર્ગના ઉત્તરી જિલ્લામાં આવેલા યહોવાહના સાક્ષીઓના કિંગડમ હોલમાં ગોળીબારમાં સાત લોકો માર્યા ગયા હતા અને અન્ય આઠ ઘાયલ થયા હતા.
એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે પોલીસને રાત્રે 9 વાગ્યા (2000 GMT એટલે કે IST સવારે 1.30 વાગ્યે) પછી તરત જ કોલ આવ્યો હતો. ઘણા લોકોને ગંભીર રીતે ઘાયલ અને કેટલાક મૃત જોવા માટે અધિકારીઓ ઝડપથી ઘટનાસ્થળે પહોંચ્યા.
- Mar 10, 2023 07:53 IST
Gujarat News latest updates : અમદાવાદ સાયબર ક્રાઈમને મળી સફળતા મળી
લોભામણી લાલચ આપીને રૂપિયા પડાવતા સાત આરોપીઓને અમદાવાદ સાયબર ક્રાઇમે પકડી પાડ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમે ત્રણ રાજ્યમાં દરોડા પાડીને સાત આરોપીની ધરપકડ કરી હતી. જ્યાં કોલસેન્ટરોનો પર્દાફાશ કર્યો હતો.
- Mar 10, 2023 07:49 IST
Gujarat News Latest Updates : બનાસકાંઠાના આબુરોડ ઉપર બની લૂંટની ઘટના
બનાસકાંઢાના આબુ રોડ ઉપર લૂંટની ઘટના બની હતી. ડીસાના પરિવાર પર હુમલો કરી લૂંટ ચલાવાઈ પરિવાર પર 10 લૂંટારુઓએ હુમલો કર્યો હતો. લૂંટારુઓએ કારમાં તોડફોડ કરી દાગીના, મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી હતી. લૂંટારુઓની ઝડપી પાડવા પોલીસે કવાયત કરી હતી. ઘાયલ પરિવાર હાલ સારવાર હેઠળ છે.
- Mar 10, 2023 07:31 IST
પ્રવાસીઓ પર હુમલાની કથિત અફવાઓ પર તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને ભાજપ પર પ્રહારો કર્યા
https://gujarati.indianexpress.com/national-news/tamil-nadu-chief-minister-m-k-stalin-hits-out-at-bjp-on-migrant-rumours/68674/
- Mar 10, 2023 07:31 IST
નોકરીયાત મહિલાઓ માટે ટેક્સ સેવિંગ ટીપ્સ, 5 રીતે ઇન્કમ ટેક્સની જવાબદારી ઘટાડી શકાય
https://gujarati.indianexpress.com/business/tax-saving-tips-for-salaried-women-employees-personal-finance/68601/
- Mar 10, 2023 07:31 IST
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં કેમ બનાવવામાં આવી રહી છે ટર્નિંગ ટ્રેક, સુનીલ ગાવસ્કરે કર્યો ચોંકાવનારો ખુલાસો
https://gujarati.indianexpress.com/sports/ind-vs-aus-test-sunil-gavaskar-reveals-reason-turning-tracks-in-australia-series/68627/
- Mar 10, 2023 07:31 IST
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં કેમ બનાવવામાં આવી રહી છે ટર્નિંગ ટ્રેક, સુનીલ ગાવસ્કરે કર્યો ચોંકાવનારો ખુલાસો
https://gujarati.indianexpress.com/national-news/ed-arrests-manish-sisodia-in-excise-policy-case/68649/
- Mar 10, 2023 07:13 IST
આજનો ઇતિહાસ 10 માર્ચ : સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સની સ્થાપના થઇ, ગબ્બર સિંહ નેગીનો શહીદ દિન
https://gujarati.indianexpress.com/career/today-history-10-march-central-industrial-security-force-gabbar-singh-negi-know-important-events/68670/
- Mar 10, 2023 07:13 IST
Today Horoscope, આજનું રાશિફળ : કુંભ રાશિના જાતકો વેપારમાં ઇચ્છિત પરિણામ મળવશે, નકારાત્મક લોકોથી અંતર રાખો
https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-10-march-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/68625/


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us