scorecardresearch
Live

Today News Live Updates: આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનું સરકારનું આયોજન : ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ

Today Latest news updates, 13 march : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

live news update, today breaking news
દેશ-વિદેશ-રાજ્યના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates
20:12 (IST) 13 Mar 2023
શ્રેયસ ઐયર આઇપીએલ-2023માંથી પણ થઇ શકે છે બહાર, ઇજાએ વધારે ચિંતા

ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયર અમદાવાદ ટેસ્ટ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો અને ટેસ્ટમાંથી બહાર થઇ ગયો હતો. તે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વન-ડે શ્રેણીમાંથી પણ બહાર થઇ ગયો છે. આ સિવાય તે આઈપીએલ 2023ની શરૂઆતની મેચોમાં પણ રમી શકશે નહીં. એવો પણ અંદાજ છે કે તે આઈપીએલમાંથી પણ બહાર થઇ શકે છે. ઇજાના કારણે ઐયર અમદાવાદ ટેસ્ટમાં ચોથા દિવસે બેટિંગ માટે ઉતર્યો ન હતો.

16:36 (IST) 13 Mar 2023
આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનું સરકારનું આયોજન : ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ

વિધાનસભા ગૃહમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનું સરકારનું આયોજન છે. આ માટે હયાત ફીડરોનું વિભાજન કરી નવા ફીડર મારફતે પૂરતા દબાણથી વીજ પુરવઠો પૂરો પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

15:32 (IST) 13 Mar 2023
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ ડ્રો, ટીમ ઇન્ડિયાએ 2-1થી શ્રેણી જીતી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ ડ્રો માં પરિણમી છે. આ ડ્રો સાથે જ ભારતે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી લીધી છે. ભારત સતત ચોથી વખત આ શ્રેણી જીતવા સફળ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 2 વિકેટે 175 રન બનાવ્યા ત્યારે મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 90, લાબુશેને અણનમ 63 અને સ્ટિવન સ્મિથે અણનમ 10 રન બનાવ્યા હતા. ભારત તરફથી અશ્વિન અને અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી હતી.

11:48 (IST) 13 Mar 2023
રાહુલ ગાંધીના નિવેદન પર સંસદમાં હંગામો, રાજનાથ સિંહે કહ્યું- કોંગ્રેસના નેતાઓએ ગૃહમાં માફી માંગવી જોઈએ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નિવેદન પર સંસદમાં હોબાળો થયો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સંસદમાં વિપક્ષના માઈક બંધ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીના નિવેદનની નિંદા કરી હતી. રાજનાથ સિંહે ગૃહમાં રાહુલ ગાંધી પાસેથી માફી માંગવાની માંગ કરી હતી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીના નિવેદન પર કહ્યું કે દરેકે નિંદા કરવી જોઈએ. તેમણે કહ્યું, “આ ગૃહના સભ્ય રાહુલ ગાંધીએ લંડનમાં ભારતનું અપમાન કર્યું. હું માંગ કરું છું કે આ ગૃહના તમામ સભ્યો દ્વારા તેમના નિવેદનોની નિંદા કરવી જોઈએ અને તેમને ગૃહ સમક્ષ માફી માંગવા માટે કહેવામાં આવે.”

10:48 (IST) 13 Mar 2023
Gujarat News Latest Updates: ધાનેરાના દેઠા ગામે ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં એકનું મોત

બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના દેઠા ગામમાં સિલિન્ડર બ્લાસ્ટ થયાની ઘટના બની હતી. લગ્નમાં રસોઈ બનાવતી વખતે ગેસનો બાટલો ફાટ્યો હતો. આ ઘટનામાં કુલ પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જે પૈકી એકનું મોત નીપજ્યું હતું. ઘાયલો ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

10:18 (IST) 13 Mar 2023
ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, છેલ્લા એક સપ્તાહમાં 3 હજારથી વધુ કેસ

ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 524 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના 3 હજારથી વધુ કેસ નોંધાયા છે.

08:56 (IST) 13 Mar 2023
Budget Session 2023: આજથી બજેટ સત્રના બીજા તબક્કામાં વિપક્ષ અદાણી સહિત અનેક મુદ્દા ઉઠાવી શકે છે, ગૃહમાં થઇ શકે છે હંગામો

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. બીજા તબક્કામાં ઘણા મહત્વપૂર્ણ બિલ પાસ થઈ શકે છે. સત્રના આ તબક્કામાં 26 બિલ રાજ્યસભામાં અને 9 બિલ લોકસભામાં પસાર થવા માટે પેન્ડિંગ છે. બીજી તરફ વિપક્ષે અદાણી સહિત અનેક મુદ્દે સરકાર પર પ્રહાર કરવાની તૈયારી કરી લીધી છે. ગૃહના બંને તબક્કામાં સરકારને ઘેરવા માટે વિપક્ષી પાર્ટીઓ આજે બેઠક કરશે.

08:42 (IST) 13 Mar 2023
Oscar 2023:હ્યુ ક્વાને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ઓસ્કાર જીત્યો

હ્યુ ક્વાને એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ઓસ્કાર જીત્યો. શ્રેષ્ઠ સહાયક અભિનેતાની શ્રેણી ધ ફેબલમેન્સના જુડ હિર્શ, કોઝવેના બ્રાયન ટાયરી હેનરી, ધ બૅનશીસ ઑફ ઈનિશરિનના બ્રેન્ડન ગ્લેસન, ધ બૅનશીસ ઑફ ઈનિશરિનના બેરી કોગન અને એવરીથિંગ એવરીવ્હેર ઑલ એટ વન્સના હ્યુ ક્વાન વચ્ચે હતી.

08:38 (IST) 13 Mar 2023
Oscar 2023: અનુપમ ખેરે આરઆરઆરની ટીમને અભિનંદન પાઠવ્યા હતા

RRનું ગીત નટુ-નટુ એકેડેમી એવોર્ડ્સમાં ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેટ થયું છે, જેના માટે બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે RRRની ટીમને અગાઉથી અભિનંદન પાઠવ્યા છે. તેણે ટ્વીટમાં લખ્યું કે 'નટુ-નટુ માટે RRRની ટીમને અગાઉથી અભિનંદન. વિજયી બનો.'

08:37 (IST) 13 Mar 2023
‘અવતારઃ ધ વે ઓફ વોટર’ 4 કેટેગરીમાં નોમિનેટ

જેમ્સ કેમેરોનની હોલીવુડ ફિલ્મ અવતાર: ધ વે ઓફ વોટર શ્રેષ્ઠ પિક્ચર, બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન, બેસ્ટ સાઉન્ડ કેટેગરીમાં ઓસ્કાર 2023 માટે નોમિનેટ થઈ છે.

08:15 (IST) 13 Mar 2023
ઓસ્કાર એવોર્ડના મંચ પર દીપિકાની એન્ટ્રી, ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ માટે ઓસ્કાર

ઓસ્કાર એવોર્ડ્સ 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જેમાં ભારતની ત્રણ ફિલ્મોને અલગ-અલગ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. જેમાંથી પ્રથમ ફિલ્મ એસએસ રાજામૌલીની આરઆરઆર છે. આ ફિલ્મના ગીત 'નાતુ-નાતુ'ને ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે. બીજી ફિલ્મ 'ઓલ ધેટ બ્રેથ' છે, તેને બેસ્ટ ડોક્યુમેન્ટરી માટે નોમિનેટ કરવામાં આવી છે. અને ત્રીજી ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' છે, જેને બેસ્ટ શોર્ટ ફિલ્મ માટે નોમિનેટ કરવામાં આવી છે. ઓસ્કાર 2023 ભારત માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આ વર્ષે ભારતીય અભિનેત્રી દીપિકા પાદુકોણ એવોર્ડ આપવા જઈ રહી છે.

Web Title: Live updates breaking news today latest news 13 march 2023 aaj na taja samachar

Best of Express