today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદી સરકાર ઉપર હુમલો કર્યો હતો. તેમણે મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે મનિષ સિસોદિયા પર આરોપ છે કે તેમણે 14 ફોન તોડી દીધા, પછી ઇડી કહી રહી છે કે તેમાંથી 4 ફોન તેમની પાસે છે. સીબીઆઈ કહી રહી છે કે 1 ફોન તેની પાસે છે. જો તેમણે ફોન તોડ્યા છે તો તેમની પાસે ફોન કેવી રીતે આવ્યા. આ લોકોએ ખોટું બોલીને કેસ બનાવ્યા અને કહ્યું કે દારુ કૌભાંડ થયું છે.
કોરોના વાયરસની રફ્તાર વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં ધરખમ વધારો થયો હતો. છેલ્લા 24 કલાકમાં 10,753 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. આ સાથે જ એક્ટિવ કેસનો આંકડો 53,720 થયો છે. ઉલ્લેખનીય છે કે 11,109 લોકો કોવિડ પોઝિટિવ થયા હતા.
ઉત્તર પ્રદેશ એસટીએફ દ્વારા શુક્રવારે કરવામાં આવેલા એનકાઉન્ટરમાં ઠાર મરાયેલા અતીક અહમદના પુત્ર અસદના અંતિમ સંસ્કાર કસારી મસારી કબ્રસ્તાનમાં કરવામાં આવ્યા હતા. ગેંગસ્ટર અતીક અહમદના પુત્ર અસદની લાશને દફનાવતા સમયે કડક સુરક્ષા વચ્ચે પ્રયાગરાજના કબ્રસ્તાન લઇ જવાયો હતો. મોહમ્મદ અરશદ મૌલાનાએ જણાવ્યું કે અતીક અહમદના પિતાના પણ અહીં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અસદના પરિવારના સભ્ય અંતિમ સંસ્કાર દરમિયાન હાજર રહ્યા હતા.
જાપાનમાં વડાપ્રધાન ફુમિયો કિશિદાના ભાષણ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. આ દરમિયાન ઘટનાસ્થળ પર વિસ્ફોટનો અવાજ સંભળાયા બાદ શનિવારે વડાપ્રધાન ફૂમિયો કિશિદા કો વાકાયામાથી નીકળી ગયા હતા. જાપાની સમાચાર સેવા જિજીએ કહ્યું હતું કે 15 એપ્રિલે વાકાયામા શહેરમાં એક ભાષણ દરમિયાન વડાપ્રધાન ફુમિયો કિશિદાની પાસે એક પાઇપ જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી.
મહારાષ્ટ્રના રાજગઢ જિલ્લામાં શનિવારે સવારે ખીણમાં બસ ખાબકી હતી. જેમાં 13 લોકોના મોત થયા હતા. જ્યારે 25થી વધારે લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટનામાં પુણે-રાયગઢ સીમા ઉપર સવારે 4.30 વાગ્યે ઘટી હતી. જ્યારે બસ પુણેથી પિંપલ ગુરાવથી ગોંરેગાંવ જઈ રહી હતી. દુર્ઘટના સમયે બસમાં 41 યાત્રીઓ સવાર હતા. અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે.
ઉનાળાની શરુઆતમાં ગુજરાતમાં થયેલા માવઠાના પગલે કેરના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ત્યારે કેરીના પાક અંગે કૃષિમંત્રીએ નિવેદન આપ્યું છે કે નુકસાનની અંગે સરકારે ગંભીર નોંધ લીધી છે. 18 એપ્રીલથી તાલાળા એપીએમસીમાં કેસર કેરીની હરાજી શરું થશે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે હરાજ વહેલી શરુ થશે.
મહેસાણાના વિસનગરમાં કુર્મી પાટીદારોની બિઝનેસ સમિટ યોજાશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
ગુજરાતમાં ગરમીનો પારો ધીમે ધીમે વધતો જાય છે ત્યારે ગરમી 40 ડિગ્રીને પાર થવાની આગાહી પણ કરવામાં આવી છે. ટ્રાફિકનું નિયમન કરતા ટ્રાફિ પોલીસ કર્મચારીઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે મહવનો નિર્ણય કર્યો છે. નિર્ણય પ્રમાણે ટ્રાફિક પોલીસ કર્મચારીઓને બપોરે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવું નહીં પડે. બપોરે 1થી 4 સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. બપોરે તમામ 252 ટ્રાફિક સિગ્નલ બ્લિંકર કરાશે. હાલ શહેરના 20 ટકા સિગ્નલો બ્લિંકર કરાયા છે.