today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
ભારતીય સેનાનું ચીતા હેલિકોપ્ટર ગુરુવારે અરુણાચલ પ્રદેશમાં મંડલા પહાડીઓ પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. જેમાં 2 પાયલટ શહીદ થયા છે. લેફ્ટિનેન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું કે બોમડિલા પાસે ઉડી રહેલા હેલિકોપ્ટરનો સંપર્ક એટીસીથી સવારે 9 વાગ્યાની આસપાસ તુટી ગયો હતો. સેનાએ જાણકારી આપી છે કે ચીતા હેલિકોપ્ટરમાં સવાર બન્ને પાયલટ શહીદ થયા છે. મોસમ ખરાબ હોવાના કારણે દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરને શોધવા ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય સેનાનું ચીતા હેલિકોપ્ટર ગુરુવારે અરુણાચલ પ્રદેશમાં મંડલા પહાડીઓ પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. લેફ્ટિનેન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું કે બોમડિલા પાસે ઉડી રહેલા હેલિકોપ્ટરનો સંપર્ક એટીસીથી સવારે 9 વાગ્યાની આસપાસ તુટી ગયો હતો. હેલિકોપ્ટરમાં રહેલા પાયલોટની શોધ ચાલી રહી છે.
શિકાગોથી નવી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ રદ થવાને કારણે મંગળવારથી લગભગ 300 મુસાફરો યુએસના શિકાગો એરપોર્ટ પર ફસાયેલા છે. મુસાફરોની ફરિયાદ છે કે તેઓ ક્યારે દિલ્હી જતી ફ્લાઈટમાં બેસી શકશે તે અંગે હજુ કોઈ માહિતી નથી.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ ફ્લાઈટ મંગળવારે સ્થાનિક સમય મુજબ બપોરે 1.30 વાગ્યે શિકાગોના ઓ'હેરે ઈન્ટરનેશનલ એરપોર્ટથી ટેકઓફ થવાની હતી અને 15 માર્ચે બપોરે 2.20 વાગ્યે દિલ્હી પહોંચવાની હતી. એર ઈન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અસરગ્રસ્ત મુસાફરોને તમામ મદદ કરવામાં આવી છે અને તેમને વૈકલ્પિક ફ્લાઈટ્સ પર મોકલવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમારા મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.”
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી વડા મહેબૂબા મુફ્તીએ મંદિરમાં શિવલિંગને જળ ચઢાવ્યું હતું. મહેબૂબા મુફ્તી પુંછ જિલ્લાના પ્રવાસે હતા અને તેમણે નવગ્રહ મંદિરમાં પ્રાર્થના કરી હતી. મુફ્તી પુંછ જિલ્લાના બે દિવસીય પ્રવાસ પર છે. મંદિરની મુલાકાત દરમિયાન તેમણે મંદિરના દરેક ભાગની મુલાકાત લીધી હતી અને ત્યાં યશપાલ શર્માની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા હતા.
અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રામ મંદિરનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. મંદિરનું 70 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરિજી મહારાજે એક મોટું અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું કે મંદિરનું 70 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહ સુધીમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને તે જ દિવસથી ભક્તો માટે દર્શન અને પૂજાની વ્યવસ્થા કરવામાં આવશે.
ન્યુઝીલેન્ડમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 આંકવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ ન્યૂઝીલેન્ડના કર્માડેક દ્વીપ સમૂહમાં 10 કિલોમીટરની ઉંડાઇએ આવ્યો હતો. ભૂકંપના કારણે થયેલા નુકસાનનું હજુ આકલન કરવામાં આવી રહ્યું છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટર (CENC) અનુસાર, ભૂકંપ ચીનના સમય મુજબ સવારે 8.56 વાગ્યે ન્યુઝીલેન્ડમાં આવ્યો હતો. ભૂકંપ બાદ સુનામી એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
દ્વારકામાં ગેરકાયદેસર માછીમારોની ઘૂસણખોરી કર્યાના સમાચાર મળી રહ્યા છે. ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
200 બોટ સાથે હજારો લોકોની ઘુસણખોરી
દેશમાં દૂધ ઉત્પાદનમાં 5.29 ટકાનો વધારો થયો. આંકડા પ્રમામે ગુજરાતમાં દૂધ ઉત્પાદનમાં 7.56 ટકા, રાજસ્થાનમાં 15.05 ટકા, ઉત્તર પ્રદેશમાં 14.93 ટકા, મધ્ય પ્રદેશણાં 8.06 ટકા, આંધ્રપ્રદેશમાં 6.97 ટકાનો વધારો થયો છે.