Live

Today 2 June News, Live Updates: રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું – 25 આંતરરાષ્ટ્રીય મેડલ લાવનાર દીકરીઓ રસ્તા પર ન્યાયની માંગ કરી રહી છે

Today Latest news updates, 2 june : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : June 02, 2023 19:26 IST
Today 2 June News, Live Updates: રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું – 25 આંતરરાષ્ટ્રીય મેડલ લાવનાર દીકરીઓ રસ્તા પર ન્યાયની માંગ કરી રહી છે
નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

today Gujarat National world News latest update: બ્રિજભૂષણ સિંહની ધરપકડની માંગણી પર રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર બ્રિજભૂષણ સિંહને બચાવવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે 25 આંતરરાષ્ટ્રીય મેડલ લાવનાર દીકરીઓ રસ્તા પર ન્યાયની માંગ કરી રહી છે. 2 એફઆઇઆરમાં યૌન શોષણના 15 આરોપો વાળો સાંસદ પ્રધાનમંત્રીની સુરક્ષા કવચમાં સેફ. દીકરીઓની આ હાલાત માટે જવાબદાર મોદી સરકાર છે.

Read More
Live Updates

ગુજરાત: ‘સનગ્લાસ કેમ પહેર્યા’, દલિત યુવકને માર માર્યો, 7 સામે ગુનો નોંધાયો

Dalit man attack in gujarat : ગુજરાતના બનાસકાંઠા (Banaskatha) જિલ્લામાં પાલનપુર (Palanpur) નજીક ગઢ ગામ (Gadh Village) માં દલિત યુવકને માર મારી હુમલો કરવામાં આવ્યો. ફરિયાદ અનુસાર, સનગ્લાસ પહેરવા અને સારા કપડા પહેરવાના કારણે માર મારવામાં આવ્યો. સાત લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો (સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો)

કોંગ્રેસ સરકાર કર્ણાટકમાં મફત વીજળી આપશે, સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું – 1 જુલાઇથી 200 યુનિટ મફત

Karnataka government : 200 યુનિટ સુધી મફત વીજળીથી લઈને પરિવારના મહિલા વડાઓને 2,000 રૂપિયા આપવાની ચૂંટણીમાં કોંગ્રેસે જાહેરાત કરી હતી, કર્ણાટકની કોંગ્રેસ સરકાર આ નાણાકીય વર્ષમાં તમામ 5 ચૂંટણી ગેરંટી લાગુ કરશે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)

અદાણી હિંડનબર્ગ વિવાદની અસર : ગૌતમ અદાણીએ 3110 કરોડનો ટોલ રોડ ખરીદવાનો સોદો રદ કર્યો

Adani toll roads deal terminates : અદાણી એન્ટરપ્રાઇસે ગુજરાત અને આંધ્રપ્રદેશમાં બે ટોલ રોડ 3110 કરોડમાં ખરીદવાનો સોદો રદ કરાયો હોવાનો ખુલાસો કર્યો (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)

રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું - 25 આંતરરાષ્ટ્રીય મેડલ લાવનાર દીકરીઓ રસ્તા પર ન્યાયની માંગ કરી રહી છે

બ્રિજભૂષણ સિંહની ધરપકડની માંગણી પર રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર બ્રિજભૂષણ સિંહને બચાવવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે 25 આંતરરાષ્ટ્રીય મેડલ લાવનાર દીકરીઓ રસ્તા પર ન્યાયની માંગ કરી રહી છે. 2 એફઆઇઆરમાં યૌન શોષણના 15 આરોપો વાળો સાંસદ પ્રધાનમંત્રીની સુરક્ષા કવચમાં સેફ. દીકરીઓની આ હાલાત માટે જવાબદાર મોદી સરકાર છે.

રેસલર્સના સમર્થનમાં આવી કપિલ દેવની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમ, કહ્યું – મેડલ્સને લઇને ઉતાવળમાં કોઇ નિર્ણય ના કરે

1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમે વિરોધ કરી રહેલા રેસલર્સને વિનંતી કરી કે તેઓ તેમની મહેનતની કમાણીથી મેળવેલ મેડલ્સ ગંગા નદીમાં ન ફેંકે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)

New Parliament House: નવું સંસદ ભવન કલાને આપી રહ્યું છે પ્રોત્સાહન, ગેલેરી શોભાવી રહી છે ભવ્ય વારસો, જોતા જ રહી જશો

New Parliament House : ગેલેરીમાં 350થી વધુ કારીગરોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જે તમામ ભારતીય સંસ્કૃતિમાં હસ્તકલાના સમૃદ્ધ અને બહુમુખી ઇતિહાસને સામૂહિક રીતે વર્ણવે છે

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

એમએસ ધોની હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી રાંચી પહોંચ્યો, આગામી વર્ષે આઈપીએલમાં રમશે માહી?

MS Dhoni Injury Update : મહેન્દ્ર સિંહ ધોનીએ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં પોતાના ડાબા ઘૂંટણની સફળ સર્જરી કરાવી, ધોની અમદાવાદમાં આઈપીએલ ફાઇનલ રમી સીધો મુંબઇ પહોંચ્યો હતોસંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Kendra trikon Rajyog : શનિ વક્રી થઈને બનાવશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ ત્રણ રાશિઓને નવી નોકરી, ધન લાભ અને વેતન વૃદ્ધિના યોગ

saturn vakri 2023 : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ 17 જૂનના રાત્રે 10.48 વાગ્યે કુંભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે. આ સ્થિતિમાં તે કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ કરશે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

મુસ્લિમ લીગ પર રાહુલ ગાંધીના નિવેદન પર BJPનો પલટવાર કહ્યું, વિદેશ જઇને આદતથી મજબૂર નિવેદન આપે છે

અમેરિકાના વોશિંગટન ડીસીમાં ભારતીય લોકતંત્ર, પ્રેસની આઝાદી અને મુસ્લિમ લીગ પર આપવામાં આવેલા રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે સખત નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી વારંવાર અજ્ઞાનતામાં આવા નિવેદનો આપી રહ્યા છે. તેમને ઇતિહાસના પુસ્તકવો વાંચવા જોઈએ. કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ સિંહ પટેલે રાહુલ ગાંધીના મુસ્લિમ લીગને લઇને આપેલા નિવેદન પર કહ્યું કે મુસ્લિમ લીગને ધર્મનિરપેક્ષ કહેવું વધારે ખતરનાક છે.

તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી એ કહીને ભાગલાનું બીજારોપણ કરી રહ્યા છે કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની આત્મામાં જિન્ના વસેલા છે. આજ આખી દુનિયા હિંદુસ્તાન અને તેમના નેતૃત્વના વખાણ કરી રહ્યા છે પરંતુ રાહુલ ગાંધી વિદેશ જઇને ભારતની આલોચના કરી રહ્યા છે.

‘બાબા’ઓની ક્રાઈમ ‘કુંડળી’: આસારામ, રામ રહીમ, નિત્યાનંદ સહિત આ ‘બાબા’ઓ ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શિવાજીના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠ પર બોલ્યા વડાપ્રધાન મોદી : શિવાજી શોર્ય અને રાષ્ટ્રનિર્માણ માટે જાણિતા છે

દેશભરમાં છત્રપતિ શિવાજીના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશને સંદેશો પાઠવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે વીર શિવાજી મહારાજ પોતાના શોર્ય અને રાષ્ટ્રનિર્માણ માટે જાણિતા છે. પીએમ મોદીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસ નવી ચેતના અને નવી ઉર્જા લઇને આવ્યો છે.

Wrestlers protest : “કોઈ નિર્દોષને જેલ ન થવી જોઈએ..” બ્રિજ ભૂષણના સમર્થનમાં આવ્યા એસપી સિંગ બઘેલ, બોલ્યા પુરાવાના આધાર પર થવી જોઈએ કાર્યવાહી

wrestlers protest, brijbhushan sharan singh : એફઆઇઆરમાં બ્રિજ ભૂષણ ઉપર સેક્સુઅલ ડિમાંડ, ખોટી રીતે સ્પર્શ કરવાના સંગીન આરોપો લગાવ્યા છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Project Cheetah Kuno National Park : ભારતની ચિત્તા યોજનાને લઈને સંઘર્ષ, નામીબિયાના નિષ્ણાતોએ સંભવિત પતન વિશે આપી ચેતવણી

Project Cheetah Kuno National Park : ચિત્તાની સંખ્યા ફક્ત શિકારના આધાર પર નિર્ભર નથી.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

2 june News | યુએસ એરફોર્સ એકેડેમી ગ્રેજ્યુએશન સમારોહમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પડી ગયા

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ગુરુવારે કોલોરાડોમાં યુએસ એરફોર્સ એકેડેમીમાં ગ્રેજ્યુએશન સમારોહ સમયે પડી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. સર્ટિફિકેટ આપ્યા પછી જો બાઇડન આગળ વધ્યા ત્યારે તેમનો પગ સેન્ડબેગમાં ફસાયો હતો જેથી તેઓએ પોતાના શરીરનું સંતુલન ગુમાવ્યું હતું અને તેઓ પડી ગયા હતા. એરફોર્સના જવાનો અને યુએસ સિક્રેટ સર્વિસના બે અધિકારીઓએ તરત જ તેમને સંભાળી લીધા હતા અને તેમને ઊભા કર્યા હતા. ત્યારબાદ તેઓ પોતાની સીટ ઉપર પાછા બેસી ગયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.

આસારામની પત્ની અને પુત્રી સહિત છ લોકોની મુક્તિથી ગુજરાત સરકાર પરેશાન, નિર્ણયને પડકારવામાં આવશે

Asaram rape case : આસારામ રેપ કેસ મામલામાં પુરાવાના અભાવે આસારામની પત્ની લક્ષ્મીબેન (Asaram wife Laxmiben), પુત્રી ભારતી (Asaram daughter Bharti) સહિત 6 લોકોને નિર્દોષ જાહેર કરવાના મામલાને ગુજરાત સરકાર (Gujarat Goverment) હાઈકોર્ટ (High court) માં પડકારશે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Myth Or Fact : કેલ્શિયમથી ભરપૂર, રાગી એ દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનોનો આરોગ્યપ્રદ વિકલ્પ હોઈ શકે છે? જાણો અહીં

Myth Or Fact : રાગી (ragi) ને એક સુપરફૂડ માનવામાં આવે છે જે કેલ્શિયમ ( calcium )થી ભરપૂર હોય છે અને તેમાં ફાઈબર, પોટેશિયમ, ઝિંક, આયર્ન અને મેગ્નેશિયમ હોય છે.

સંપૂર્ણ આર્ટકિલ વાંચવા માટે અહીં ક્લિક કરો

IIT- JEE એડવાન્સ exam : IITની આશા “મેટ્રિક્સમાં ભૂલ”થી બરબાદ થઈ ગઈ: 17 વર્ષના યુવાનની સિસ્ટમ સામે જુસ્સાદાર લડત

IIT-JEE Advanced exma 2023 : 4 જૂનની પરીક્ષામાં બેસવાની તેમની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું કારણકે હાઇકોર્ટે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) દ્વારા તેમને અંતરિમ રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

2 June News | Gujarat News updates : રાજકોટમાં બે બાળકોની હત્યા કર્યા બાદ માતાએ પણ જીવન ટૂંકાવ્યું

રાજકોટ શહેરમાં આંબેડકર નગરમાં એક હચમચાવતી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં પતિના ત્રાસના કારણે બે બાળકોની હત્યા કર્યા બાદ માતાએ પણ આપઘાત કરીને પોતાની જીવન લિલા સંકેલી લીધી હતી. માલવીયાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

2 June News | Gujarat News updates : જૂનાગઢમાં ડ્રગ્સ કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર

ગુજરાતના જૂનાગઢમાં આવેલી સિવિલ હોસ્પિટલમાંથી ડ્રગ્સ કેસનો આરોપી પોલીસની નજર ચૂકવીને રફ્ફૂચક્કર થયો હતો. સાગર રાઠોડ નામનો આરોપી PSI અને ડોક્ટર સાથે ધક્કામુક્કી કરીને ફરાર થયો હતો. પરિવારજનોએ આરોપીને હોસ્પિટલમાંથી ભગાડવા માટે મદદ કરી હોવાની પણ માહિતી મળી રહી છે. 8 લોકો સામે મદદગારીનો ગુનો નોંધવામાં આવ્યો .

Gujarat News updates: ગીર સોમનાથમાં આજે સવારે આવ્યો ભૂકંપ, 3.4ની તીવ્રતા નોંધાઈ

ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં આવેલા ગીર સોમનાથ જીલ્લાાં આજે સવારે આશરે 8 વાગ્યાના અસરામાં ભૂકંપના આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ ઉપર 3.4ની તીવ્રતા નોંધાઈ હતી. ઉનાથી આશરે 96 કિમી દૂર ભૂકંપની કેન્દ્રબિન્દુ નોંધાયું હતું.

Stocks To Watch: વૈશ્વિક પડકારો વચ્ચે સ્થાનિક શેરોમાં ઉછાળો, ચોથા ક્વાર્ટરમાં કંપનીઓએ કેવો કર્યો દેખાવ?

Stocks To Watch: SGX નિફ્ટીએ સૂચવ્યું કે લોકલ ઈન્ડેક્ષ NSE નિફ્ટી અને BSE સેન્સેક્સની શુક્રવારે પોઝિટિવ શરૂઆત થશે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો

વેદાંતા – ફોક્સકોનનો ગુજરાતમાં ચીપ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ ઘોંચમાં : ભારત માટે આ સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ કેમ મહત્વપૂર્ણ છે

Vedanta foxconn chip plan in Gujarat : અનિલ અગ્રવાલની વેદાંતા કંપનીએ તાઇવાનની ફોક્સકોન સાથે મળીને ભારતનો પ્રથમ ચીપ પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, તેમાં મોટા અવરોધો સર્જાયા છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે ટ્વિસ્ટ? શરદ પવારે એકનાથ શિંદે સાથે કરી મુલાકાત

Sharad Pawar Meets Eknath Shinde : એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત છે, આ બેઠક બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડયું છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો

આજનો ઇતિહાસ 2 જૂન : તેલંગાણા રાજ્ય સ્થાપના દિવસ

Today history 2 june : આજે 2 જૂન 2023 (2 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે તેલંગાણા રાજ્ય સ્થાપના દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (2 june history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજના દિવસના ઇતિહાસ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો

Today Horoscope, 2 june, આજનું રાશિફળ : સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ તણાવપૂર્ણ રહેશે

today Horoscope, 2 june 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

તમામ રાશિના જાતકો પોતાનું આજના દિવસનું રાશિ ભવિષ્ય વાંચવા માટે અહીં ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ