today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો 4 અને 5 મે ના રોજ ગોવામાં શંઘાઇ સહયોગ સંગઠન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારત આવશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલૂચે ગુરુવારે આ જાહેરાત કરી હતી. દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિને જોતા પાકિસ્તાનના વિદેશ મંત્રીને ભારતનું નિમંત્રણ મહત્વપૂર્ણ છે. છેલ્લે 2011માં હિના રબ્બાની ખાર ભારતમાં આવનાર પાકિસ્તાનના અંતિમ વિદેશ મંત્રી હતા.
મુંબઇમાં દેશનો પહેલો એપલ રિટેલ સ્ટોર ખોલ્યા બાદ ટેક દિગ્ગજ કંપનીએ દેશની રાજધાની દિલ્હીમાં પોતાનો બીજો એપલ સ્ટોર ખોલ્યો છે. એપલના સીઈઓ ટીમ કૂક ખુદ એપલના રિટેલ સ્ટોર ઉપર પહોંચ્યા હતા જ્યાં તેમણે ગ્રાહકોનું વેલકમ કર્યું હતું.

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજીને સુરતની સેશન્સ કોર્ટે ગુરુવારે 20 એપ્રિલના રોજ ફગાવી દીધી હતી. કોર્ટે 2 વર્ષની સજાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. કોર્ટના નિર્ણય આવ્યા બાદ ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આને ઓબીસી વર્ગ અને ભારતના સામાન્ય નાગરિકની જીત ગણાવતા કહ્યું કે આનાથી ગાંધી પરિવારનો ઘમંડ તૂટી ગયો છે.
વધુ માહિતી વાંચવા માટે અહિં ક્લિક કરો
રાહુલ ગાંધીનું સાંસદ પદ આ કેસના નિર્ણય પર નિર્ભર છે. એટલા માટે આખા દેશની નજર આ કેસ પર હતી, ત્યારે તેની સાથે જોડાયેલા વકીલો અને ન્યાયાધીશો પણ ચર્ચામાં આવી ગયા છે. તો ચાલો જાણીએ, રાહુલ ગાંધીની અપીલ પર ચુકાદો આપનાર જજ મોગેરાની પ્રોફાઇલઃ

સંપૂર્ણ સમાચાર વાંચવા લિંક પર ક્લિક કરો https://gujarati.indianexpress.com/gujarat/rahul-gandhi-plea-rejected-surat-judge-robin-mogera-who-fought-amit-shah-case-became-district-judge-in-2017/98950/
2002ના ગુજરાત રમખાણો નરોડા હત્યાકાંડ કેસના આરોપી અમદાવાદની ભદ્ર ખાતેની સેશન્સ કોર્ટ ખાતે પહોંચ્યા
(એક્સપ્રેસ ફોટો નિર્મલ હરીન્દ્રન, 20-04-2023, અમદાવાદ)

દિવંગત ફિલ્મ નિર્માતા યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાનું 85 વર્ષની વયે ગુરુવારે મુંબઈમાં નિધન થયું હતું. પામેલા YRFના વડા આદિત્ય ચોપરા અને અભિનેતા ઉદય ચોપરાની માતા હતી.
ડૉ પ્રહલાદ પ્રભુદેસાઈએ indianexpress.com જણાવ્યું હતું કે “તેણીનું આજે અવસાન થયું. તે 15 દિવસથી લીલાવતી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતી. તેણીને ન્યુમોનિયા થયો હતો,”
સુરતની સેશન્સ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજા પર સ્ટે મૂકવાની અપીલને ફગાવી દીધી હતી. કોંગ્રેસના નેતાની “મોદી સરનેમ” ટીપ્પણીને લઈને ભાજપના પૂર્ણેશ મોદીએ ફરિયાદ નોંધાવી હતી.
વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ દુનિયાભરના દેશોમાં દેખાશે. જોકે, આ ભારતમાં દેખાતું નથી. એટલા માટે સૂતક કાળ પણ માન્ય નથી. હાઇબ્રિડ સૂર્ય ગ્રહણ બપોરે 12.29 મિનિટે સમાપ્ત થશે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 12,591 નવા કેસ નોંધાયા છે અને 10,827 દર્દીઓ સાજા થયા છે. આ સાથે દેશમાં સક્રિય કોવિડ કેસલોડ 65,286 છે.
વર્ષ 2002માં થયેલા ગોધરાકાંડ બાદ નરોડા ગામમાં હત્યાકાંડ ખેલાયો હતો. આ ઘટનામાં 11 લોકોની હત્યા કરવામાં આવી હતી. જોકે, આજે 20 એપ્રિલના રોજ સિટી સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ અને સીટના સ્પેશિયલ જજ શુભદા બક્ષી ચુકાદો આપશે.
વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ઓસ્ટ્રેલિયા, જાપાન સહિત અનેક દેશોમાં જોવા મળ્યું છે
યમનની રાજધાની સાનામાં એક મોટી દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા હતા. અહીં કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. જેમાં 78 લોકોના જીવ ગયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. અહીં કાર્યક્રમ દરમિયાન કેટલાક વેપારી આર્થિક સહાય વહેંચી રહ્યા હતા ત્યારે ભાગદોડ મચી ગઈ હતી.
જ્યોતિષચાર્યો અનુસાર વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ મેષ રાશિમાં લાગ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આવું ગ્રહણ આશરે 19 વર્ષ બાદ મેષ રાશિમાં લાગ્યું છે.