today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે કેન્દ્ર સરકાર વન રેંક વન પેન્શન (OROP)અંતર્ગત પૂર્વ સૈન્ય કર્મીઓને બાકીનું પેમેન્ટ કરવા માટે તેમના 2022ના આદેશનું પાલન કરવા માટે બાધ્ય છે. કોર્ટે કેન્દ્રને 2019-20 માટે આગામી 28 ફેબ્રુઆરી સુધી 28,000 કરોડ રૂપિયા બાકી રકમ આપવા કહ્યું છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ , ન્યાયમૂર્તિ પીએસ નરસિનમ્હા અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલાની બેન્ચે સુનાવણી શરૂ થવા પર વન રેંક વન પેન્શનના બાકી પેમેન્ટ પર કેન્દ્ર દ્વારા સીલબંધ કવરમાં આપેલા જવાબનો સ્વીકાર કરવાથી ઇન્કાર કર્યો હતો.
આજે મેં PM કિશિદાને અમારા G20 પ્રમુખપદની પ્રાથમિકતાઓ વિશે વિગતવાર જણાવ્યું હતું. ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓને અવાજ આપવો એ અમારા G20 પ્રમુખપદનો મહત્વનો પાયો છે. એક સંસ્કૃતિ જે વસુધૈવ કુટુંબકમમાં વિશ્વાસ રાખે છે, બધાને સાથે લાવી આગળ વધવામાં માને છે: પીએમ
જાપાનની મુલાકાતે આવેલા વડાપ્રધાન કિશિદા PM મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરૂ
Parliament Budget Session 2023: સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના બીજા સપ્તાહની શરૂઆત પણ હોબાળોથી ભરેલી રહી છે. અદાણી વિવાદ પર લંડનમાં શાસક પક્ષના નિવેદન પર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ માફી માંગવાની વિપક્ષની માંગને લઈને વધી રહેલા હોબાળા વચ્ચે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. અગાઉ વિરોધ પક્ષોએ વ્યૂહરચના પર ચર્ચા કરવા માટે કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની સંસદ ચેમ્બરમાં બેઠક યોજી હતી.
Japan PM Kishida Fumio News: જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સોમવારે તેમની બે દિવસીય ભારત મુલાકાતે નવી દિલ્હી પહોંચી ગયા છે. ભારત સરકાર વતી મંત્રી રાજીવ ચંદ્રશેખરે એરપોર્ટ પર સત્તાવાર રીતે તેમનું સ્વાગત કર્યું. ભારતની મુલાકાતે આવેલા જાપાનના પીએમ કિશિદા સોમવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે. આ દરમિયાન બંને વિશ્વના અગ્રણી રાજનેતાઓ ભારતીય સરહદ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી સૈન્ય ગતિવિધિઓ સહિત વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે.
સંયુક્ત કિસાન મોરચા (SKM) વતી પોલીસે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં સોમવારે કિસાન મહાપંચાયત માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “કિસાન મહાપંચાયત શાંતિપૂર્ણ રીતે યોજાય અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે અમે 2,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કર્યા છે. સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
ખાલિસ્તાન સમર્થક અને વારિસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલ હજુ સુધી મળ્યા નથી. ત્રણ દિવસ સુધી પોલીસ સાથે તેની સંતાકૂકડી ચાલુ છે. તેની શોધમાં પોલીસ સતત દરોડા પાડી રહી છે. પંજાબના મોટાભાગના વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ છે. બેરીકેટ લગાવીને તમામની શોધખોળ કરવામાં આવી રહી છે. અમૃતપાલને લઈને ગૃહ મંત્રાલયની બેઠકમાં અમૃતપાલ પર કાબૂ મેળવવા માટે વિગતવાર યોજના તૈયાર કરવામાં આવી હતી. આમાં, અમૃતપાલના સહયોગીઓની ધરપકડ કર્યા પછી, કાયદો અને વ્યવસ્થાના પડકારોને ટાળવા માટે તેમને પૂર્વોત્તર અથવા દક્ષિણના રાજ્યોની જેલોમાં લઈ જવા માટે કહેવામાં આવ્યું છે. અમૃતપાલના સહયોગીઓ સામે કાર્યવાહી કરતા પોલીસે વારિસ પંજાબ દે (WPD) સંગઠનના 112 કાર્યકરોની ધરપકડ કરી હતી. જેમાંથી 78ની શનિવારે અને 34ની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમૃતપાલના કાકા હરજીત સિંહ અને ડ્રાઈવર હરપ્રીત સિંહે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે.
જ્ઞાન વિદ્યાલય ગુરુકુળ હોસ્ટેલમાં સોલાર પાઇપ ફાટતા 2 વિદ્યાર્થી દાઝ્યા હતા, સારવાર દરમિયાન એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે જ્યારે એક વિદ્યાર્થી સારવાર હેઠળ છે. ધોરણ 8ના વિદ્યાર્થી મિત કોટડિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્ય છે. પડઘરીના રામપરામાં 14મી માર્ચે બનાવ બન્યો હતો.
અમદાવાદમાં આવેલા હાટકેશ્વર બ્રિજ મામલે રાજકારણ ગરમાયું છે. આજે શહેજાદ પઠાણની આગેવાનીમાં જન આક્રોશ રેલી નીકળશે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બહાર દેખાવો કરાશે. જવાબદારોને સજા થાય એની માંગ કરાશે. એએમસી કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવશે. અને આજથી 72 કલાકના ઉપવાસ પર ઉતરવાની યોજના