today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
ઉમેશ પાલની હત્યા બાદ પોલીસે શૂટર્સને શોધવા માટે દોસ્તો અને સંબંધીઓના આશરે 800 મોબાઇલ નંબરો સર્વેલન્સ પર નાંખ્યા હતા.
વધારે માહિતી માટે અહીં ક્લિક કરો… https://gujarati.indianexpress.com/national-news/after-the-atiq-ashraf-murder-case-800-numbers-surveillance-were-suddenly-stopped/99866/
દિલ્હીની સાકેત કોર્ટ પરિસરમાં શુક્રવારે સવારે ફાયરિંગની ઘટના બની હતી. અહીં જુબાની આપવા માટે પહોંચેલી મહિલા પર જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહિલાને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ફાયરિંગની ઘટનાથી હડકંપ મચી ગયો હતો.

મોદી સરનેમ વાળા નિવેદન સાથે જોડાયેલા ફોજદારી માનહાનિ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગુજરાતની સુરત સેશન્સ કોર્ટે ફટકો લગાવ્યો હતો. સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીએ દોષી કરાર આપીને સ્ટે કરતી અરજીને ફગાવી દીધી હતી. રાહુલ ગાંધી આ મામલે આજે રાહુલ ગાંધી હાઇકોર્ટમાં પડકાર ફેંકશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં 11,692 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય કેસ વધીને 66,170 થઈ ગયા છે. 28 મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 5,31,258 થયો છે,

નરોડા ગામ હત્યા કેસમાં આરોપી તરીકે નામ સામે આવ્યા બાદ ભાજપના તત્કાલિન મંત્રી માયા કોડનાનીની રાજકિય કારકિર્દી ઉપર બ્રેક વાગી ગઈ હતી.વધારે માહિતી માટે અહીં ક્લિક કરો :- https://gujarati.indianexpress.com/gujarat/naroda-gam-massacre-bjp-former-minister-maya-kodnani-gujarat-political-career/99634/

નરોડા ગામ હત્યા કેસમાં તમામ 67 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જુબાની આપનાર સાક્ષીઓએ ગુરુવારને પીડિતો માટે “કાળો દિવસ” તરીકે વર્ણવ્યો હતો.વધુ માહિતી માટે અહીં ક્લિક કરો…. https://gujarati.indianexpress.com/gujarat/naroda-gam-massacre-riots-witnesses-dark-day-for-the-victims/99605/

તાજેતરમાં જલ શક્તિ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રથમ વોટરબોડીઝના રિપોર્ટ મુજબ, ભારતમાં તળાવ અને સરોવરો જેવા 24.24 લાખ જળાશયો છે, જેમાં પશ્ચિમ બંગાળ સૌથી વધુ (7.47 લાખ) અને સિક્કિમ સૌથી ઓછું (134) ધરાવે છે.
વધારે માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/waterbody-census-west-bengal-ponds-jal-shakti-ministry-national-news-updates/99581/
રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીના નેતા છે. રાઘવ દેશના સૌથી યુવા સંસદસભ્ય છે અને પંજાબથી રાજ્યસભાના સાંસદ છે. તેમણે 2012માં આમ આદમી પાર્ટી (AAP) સાથે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. 11 નવેમ્બર 1988ના રોજ જન્મેલા રાઘવ ચઢ્ઢા તેમના દમદાર અને સ્પષ્ટવક્તા ભાષણ માટે જાણીતા છે.
વધારે માહિતી માટે અહીં ક્લિક કરો…. https://gujarati.indianexpress.com/entertainment/parineeti-chopara-and-raghav-chadha-engagement-wedding-net-worth-news/99574/

બોલરોના ચુસ્ત પ્રદર્શન પછી ડેવિડ વોર્નરની (57)અડધી સદીની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2023માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે.
વધારે માહિતી વાંચવા અહીં ક્લિક કરો … https://gujarati.indianexpress.com/sports/ipl-2023-delhi-capitals-vs-kolkata-knight-riders-dc-vs-kkr-live-score/99530/
જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારતીય સેનાના ટ્રક પર આગ લાગવાનું કારણ આતંકી હુમલો બતાવવામાં આવી રહ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ભારતીય સેનાના હવાલાથી જણાવ્યું કે ગુરુવારે ભારતીય સેનાનું એક વાહન રાજૌરી સેક્ટરમાં ભીમબેર ગલી અને પૂંછ વચ્ચે જઇ રહ્યું હતું.
વધારે માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો…. https://gujarati.indianexpress.com/national-news/indian-army-truck-caught-fire-four-soldiers-martyred/99222/
આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.
બધી રાશિ વિશે વાંચવા માટે અહીં ક્લિક કરો… https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-21-april-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/99566/