today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
દિલ્હી-એનસીઆરમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેની અસર દિલ્હી-એનસીઆરમાં જોવા મળી છે. દિલ્હી સિવાય પંજાબ અને ઉત્તર ભારતના કેટલાક શહેરોમાં પણ ભૂકંપ અનુભવાયો છે. જાણકારી પ્રમાણે ભૂકંપની અસર ભારત, અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ચીન, કિર્ગીસ્તાનમાં પણ જોવા મળી છે.
રાજ્યના પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં કરી હતી. તેમણે જણાવ્યું કે ગૃહ વિભાગ આ વર્ષે નવી 8 હજાર જગ્યા પર ભરતી કરશે. જેમાં બિન હથિયારી PSIની 325 જગ્યાઓ પર ભરતી કરાશે. હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરાશે. જેલ સિપાહી પુરુષની 678 અને મહિલાની 57 જગ્યા પર ભરતી કરાશે.
ભાગેડુ હીરા વેપારી મેકુલ ચોક્સીના નામે ઇન્ટરપોલની રેડ નોટિસ હટાવ્યા પછી કોંગ્રેસે બીજેપી પર ઘણા સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું કે વિપક્ષને ઇડી-સીબીઆઈ, મિત્રને છૂટકારો, મોડાની મોડલ મતલબ પહેલા લૂટો, પછી સજા વગર છૂટો.
દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારનું બજેટ આજે રજૂ થવાનું છે પરંતુ એ પહેલા જ પેંચ ફસાયો છે. બજેટ ઉપર ગૃહ મંત્રાલયે કેજરીવાલ સરકાર પાસે સ્પષ્ટીકરણની માંગ કરી છે અને પૂછ્યું છે કે બજેટ પ્રસ્તાવમાં વિજ્ઞાપન માટે વધારે રકમ કેમ વહેંચવામાં આવી છે. જોકે, આમ આદમી પાર્ટીએ કહ્યું કે એવી કોઈ જોગવાઈ નથી. અને ગૃહ મંત્રાલય ખોટું બોલી રહ્યું છે.
સુરતમાં ઉતરાણમાં આવેલું 30 વર્ષ જૂનો પાવર હાઉસ ધ્વસ્ત કરાશે. 85 મીટર ઊંચો ટાવર 7 સેકેન્ડમાં જમીનદોસ્ત કરાશે. ડાયનામાઈટ બ્લાસ્ટથી ટાવર તોડી પાડવામાં આવશે.
ગુજરાતના સાંસદો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠક કરશે. લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને આજે દિલ્હીમાં મંથન કરશે. વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાને બેઠક મળશે.