today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
અસમના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાએ કહ્યું કે પૂર્વોત્તરના ત્રણેય રાજ્યોમાં એનડીએ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. તેમણે કહ્યું કે ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા બનશે નહીં. એનડીએનો કોઇપણ સાથીકોંગ્રેસ કે તૃણમૂલ કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે નહીં. ઉલ્લેખનીય છે કે ત્રણેય રાજ્યોમાં 2 માર્ચના રોજ પરિણામ જાહેર થશે.
પંચાયત સેવા પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા હવે 9 એપ્રિલના રોજ યોજાશે. હસમુખ પટેલ ટ્વિટ કરી આ જાહેરાત કરી છે.29 જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી
દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને જેલ મંત્રી સત્યેન્દ્ર જૈને રાજીનામું આપી દીધું છે. આ બન્નેએ પોતાના રાજીનામા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોકલાવ્યા છે. જેને કેજરીવાલે મંજૂર કરી લીધા છે. બન્ને નેતાઓના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા બીજેપી નેતા અમિત માલવીયે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પોતાના રાજીનામા માટે તૈયાર રહેવું જોઈએ.
ગુજરાત હાઇકોર્ટે લોક સાહિત્યકાર દેવાયત ખવડના શરતી જમીન મંજૂર કર્યા છે. તેના પર 6 માસ સુધી એટલે કે 183 દિવસ સુધી રાજકોટ પ્રવેશ પણ પ્રતિબંધ મૂક્યો છે. રાજકોટમાં 7 ડિસેમ્બર 2022ના રોજ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખસોએ બિલ્ડર મયૂરસિંહ રાણા પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. આ પછી 9 દિવસ ફરાર રહેલો દેવાયત ખવડ 10માં દિવસે ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો હતો.
દ્વારકાના ભાણવડ તાલુકાના રાણપણ ગામે દીપડાએ વાછરડા ઉપર હુમલો કરીને તેનું મારણ કર્યું હતું. ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. દીપડો હોવાના સમાચાર મળતા જ વનવિભાગ એક્શનમાં આવી ગયો હતો.
ભાવનગરના ટીબી નજીક સ્વામી નિર્દૌષાનંદ હોસ્પિટલ નજીક એક કાર તળાવમાં ખાબકી હતી. ઘટનામાં રાકેશ બારૈયાનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પોતાની ધરપકડ અને સીબીઆઈ તપાસ સામે પડકાર આપતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલે સુનાવણી માંગી છે. મનીષ સિસોદિયા તરફથી અભિષેક મનુ સિંઘવી રજુઆત કરશે. બપોરે 3.50 વાગ્યે આ મામલે સુનાવણી થશે.
અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ મામલે તપાસ કરશે. રેલવેના અનેક અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. સેવાઓ ફરી શરૂ થવામાં લગભગ 4-5 કલાક લાગશેઃ રેલવે અધિકારી રજનીશ કુમાર ગોયલ, ખારકોપર, મહારાષ્ટ્ર
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાન સરકારે સોમવારે એક ઓપરેશન હાથ ધર્યું હતું અને ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (ISKP) ના યુદ્ધ મંત્રી અને લશ્કરી વડા કારી ફતેહની હત્યા કરી હતી. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ વાતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે કુખ્યાત કારી તુફૈલ ઉર્ફે કારી ફતેહ સિવાય, ઇસ્લામિક સ્ટેટ હિંદ પ્રાંત (ISHP) આતંકવાદી એજાઝ અહમદ અહંગર અને તેના બે સાથીઓ પણ સોમવારે કાબુલમાં એક ઓપરેશનમાં માર્યા ગયા.
સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. કેટલાક લુખ્ખા તત્વોએ 2થી 3 લોકો ઉપર હુમલો કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે છરી, લાકડીઓ સાથે આવેલા અસામાજિક તત્વોએ 2થી 3 લોકો ઉપર માથાા ભાગે બોથડ પદાર્ત વડે હુમલો કર્યો હતો.
સાબરકાંઠામાં તસિયા રોડના ધનપુર પાટિયા પાસે ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
વલસાડના સરીગામ જીઆઇડીસીની વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મ ઇન્ડિયા કંપનીમાં વિસ્ફોટ થયાની ઘટના બની હતી. જેના પગલે કંપનીનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં બે કામદારોના મોત પણ નીપજ્યા હતા. અને કેટલાક કામદારો દટાયાની પણ આશંકા છે.