Live

Today News Live Updates: દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી

Today Latest news updates, 8 march : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : March 08, 2023 23:10 IST
Today News Live Updates: દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી
ગુજરાત-દેશ દુનિયાના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates

જેલ દિલ્હી સરકારના અંડરમાં, ભાજપા નેતા મનોજ તિવારીએ પૂછ્યું – મનીષ સિસોદિયાને કોનાથી ખતરો?

રામપુરના નવાબે બનાવડાવ્યું હતું ભવ્ય સિંહાસન, જાણો શા માટે તેને વચ્ચેથી કાપી નાખ્યું

ત્રિપુરા : બીજેપી અને ટિપરા મોથા વચ્ચે ફરી મંત્રણા શરૂ, અમિત શાહે અગરતલામાં પ્રદ્યોત દેબબર્મા સાથે બેઠક કરી

ગુજરાત હવામાન : માઉન્ટ આબુમાં વરસાદ સાથે કરા પડ્યા, ગુરુ શિખર પર બફરની ચાદર પથરાઇ

ગૌતમ અદાણીની કંપનીમાં GQG પાર્ટનર્સ વધુ રોકાણ કરે તેવી શક્યતા, એક જ મહિનામાં અદાણી એન્ટરપ્રાઇસમાં બમણું રિટર્ન

દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી

દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં બુધવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. એક પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ છે. જોકે રાહતની વાત એ છે કે દુર્ઘટનામાં કોઇના ઇજાગ્રસ્તના થવાના સમાચાર નથી. આસપાસના લોકોએ આ વિશે સૂચના ફાયર બ્રિગેડ અને પોલીસને આપી હતી. આ પછી ઘટનાસ્થળે પોલીસ પ્રશાસન અને અધિકારીઓ પહોંચીને તપાસ શરુ કરી હતી. સંયોગથી ઇમારત ખાલી હતી.

ઓસ્ટ્રે્લિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ અમદાવાદ આવી પહોંચ્યા, પીએમ મોદી પણ આજે આવશે

તસમિદા જોહર : ભારતની પ્રથમ રોહિંગ્યા ગ્રેજ્યુએટ મહિલાની કહાની, નામ બદલ્યું, દેશ છોડ્યો પણ સપના પુરા કરવા માટે સંઘર્ષ યથાવત્ રહ્યો

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝનું અમદાવાદમાં આગમન

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ અને મેયર કિરીટ પરમાર દ્વારા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ ખાતે રવાના થયા હતા.

વુમેન્સ પ્રીમિયર લીગ : ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરે ઘણા હોશથી ઉજવી ધૂળેટી, બે વખત ધોયા છતા ના ઉતર્યો વાળમાંથી રંગ, હવે સતાવી રહ્યો છે ડર

હોળી: વૃંદાવનની વિધવાઓના મુશ્કેલીભર્યા જીવનમાં ક્ષણિક રંગ લાવે છે

અમેરિકાના ફ્લોરિડામાં તળાવ પર બે વિમાનો અથડાયા, ઘણા લોકો લાપતા, સર્ચ ઓપરેશન શરૂ

Delhi Excise Policy Case: ED એ તેલંગાણાના સીએમની પુત્રી કવિતાને 9 માર્ચે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાને દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં સમન્સ પાઠવ્યું છે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પાર્ટીની MLC કવિતા, 44,ને 9 માર્ચે ED સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. પૂછપરછનું મુખ્ય કારણ હૈદરાબાદ સ્થિત બિઝનેસમેન અરુણ રામચંદ્ર પિલ્લઈ સાથે કવિતાનો મુકાબલો હોવાનું કહેવાય છે.

Holi in dakor : યાત્રાધામ ડાકોરમાં ફૂલદોલોત્સવની ઉજવણી

યાત્રાધામ ડાકોરમાં ફૂલદોલોત્સવની ઉજવણી

રણછોડરાયને સોનાની પિચકારીથી હોળી રમાડી

ઇન્ટરનેશનલ વુમેન્સ ડે 2023: ભારતની પ્રથમ રોહિંગ્યા મહિલા થઇ સ્નાતક, તેની ‘સ્વતંત્રતા’ મેળવવા માટે તમામ ફેરફારો સ્વીકાર્યા

હેલ્થ અપડેટ : શું તમને ભોજન સાથે ફુદીનાની ચટણી જોઈએ છે? જો હા તો તમારા માટે સારા સમાચાર છે

Karnataka Elections Survey: આંતરિક સર્વેથી ઉત્સાહિત કોંગ્રેસ ડીકે શિવકુમારે જણાવ્યું કે તેને કેટલી સીટો મળી રહી છે

કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈને ત્રણેય મોટી પાર્ટીઓ ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ તરફથી તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે મોટો દાવો કર્યો છે.

ડીકે શિવકુમારે મંગળવારે મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો કે કોંગ્રેસ પાર્ટીના સર્વેમાં તેમને રાજ્યની કુલ 224 વિધાનસભા બેઠકોમાંથી 140થી વધુ બેઠકો જીતવાની વાત કહેવામાં આવી છે. આ દરમિયાન ડીકે શિવકુમારે એવો પણ દાવો કર્યો હતો કે આવનારા દિવસોમાં બીજેપીના ઘણા ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે.

ગુજરાત વિધાનસભામાં BBC વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ : ‘ગુજરાત રમખાણો સંબંધિત તથ્યો સાથે છેડછાડ’

CJI DY ચંદ્રચુડની માફી માંગ્યા બાદ કપિલ સિબ્બલ અને નીરજ કૌલ ફસાયા

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ વિકાસ સિંહ વચ્ચેના વિવાદમાં કપિલ સિબ્બલ અને નીરજ કિશન કૌલ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. બારના 235 સભ્યોને લાગે છે કે બંને વરિષ્ઠ વકીલોએ CJIની માફી માંગવામાં ભૂલ કરી હતી. તેમણે સિબ્બલ અને કૌલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની દરખાસ્ત કરી છે. તેમનું કહેવું છે કે માફી માગતા પહેલા બંનેએ કાર્યકારી સમિતિના સભ્યોની સલાહ લેવી પડી હતી. SCBAની કારોબારી સમિતિની 6ઠ્ઠી માર્ચે મળેલી બેઠકમાં 184 સભ્યો વિકાસ સિંહની તરફેણમાં મક્કમપણે ઊભા હતા. જેમાં 16 માર્ચે જનરલ બોડીની બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ત્રણ મુદ્દાઓ પર વિચાર કરવામાં આવશે.

વિશ્વ મહિલા દિવસઃ ગ્રૂપ કેપ્ટન શાલિજા ધામી પહેલી IAF મહિલા અધિકારી જે ફ્રન્ટલાઇન યુનિટની છે પ્રમુખ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023: મહિલાઓની શક્તિ, જુસ્સા અને હિંમતને સલામ કરવાનો દિવસ

આંતરરાષ્ટ્રીય વુમેન્સ ડે 2023 : શું તમે પણ રોજ તમારા વાળમાં હેર ડ્રાયરનો ઉપયોગ કરો છો? વાળ સફેદ થવા સાથે આ આડઅસર થઈ શકે

આંતરરાષ્ટ્રીય વોમેન્સ ડે 2023 : શું છે ઇતિહાસ, મહત્વ અને શા માટે આપણે 8 માર્ચે મહિલા દિવસ ઉજવીએ છીએ?

Gujarat News Latest Updates: અમદાવાદમાં યુટ્યૂબ ચેનલ પર અફવા ફેલાવનારા સામે ફરિયાદ નોંધાઈ

સ્કૂલબસમાં બ્લાસ્ટ થતાં 30 બાળકો સળગી મર્યા, બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર બળાત્કારનો આરોપ અંતર્ગત પોલીસ તેમની ધરપકડ કરી હોવા જેવા ખોટા સમાચારો અપલોડ કરતા પોલીસે પગલાં ભર્યાં

Gujarat News Latest Updates: કચ્છમાં ફરીથી ધરા ધ્રૂજી, કેન્દ્રબિન્દુ ભચાઉથી 10 કિમી દૂર

કચ્છમાં ફરીથી એકવાર ધરાધ્રૂજી હતી. રિક્ટરસ્કેલ પર 3.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. રાત્રે 3.42 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની કેન્દ્રબિન્દુ ભચાઉથી 10 કિલોમિટર દૂર નોંધાયું હતું.

આજનો ઇતિહાસ 8 માર્ચ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

Today Horoscope, આજનું રાશિફળ : ધૂળેટીનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે, અહીં વાંચો તમારું રાશિ ભવિષ્ય

દારૂ પીને વાહન ચલાવનારે કરવું પડશે કેટવોક, મધ્યપ્રદેશની ભોપાલ પોલીસનો નવો આદેશ

અદાણી ગ્રૂપે ₹ 7374 કરોડનું દેવુ ચૂકવ્યું, જાણો હજી કેટલું દેવું છે?

IND vs AUS : મોટેરા સ્ટેડિયમ PM મોદી અને એન્થોની અલ્બેનીઝની ક્રિકેટ ડિપ્લોમેસી માટે સજ્જ, શું મેદાનમાં પ્રેક્ષકોની હાજરીનો રેકોર્ડ તૂટશે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ