today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં બુધવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. એક પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ છે. જોકે રાહતની વાત એ છે કે દુર્ઘટનામાં કોઇના ઇજાગ્રસ્તના થવાના સમાચાર નથી. આસપાસના લોકોએ આ વિશે સૂચના ફાયર બ્રિગેડ અને પોલીસને આપી હતી. આ પછી ઘટનાસ્થળે પોલીસ પ્રશાસન અને અધિકારીઓ પહોંચીને તપાસ શરુ કરી હતી. સંયોગથી ઇમારત ખાલી હતી.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ અને મેયર કિરીટ પરમાર દ્વારા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ ખાતે રવાના થયા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાને દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં સમન્સ પાઠવ્યું છે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પાર્ટીની MLC કવિતા, 44,ને 9 માર્ચે ED સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. પૂછપરછનું મુખ્ય કારણ હૈદરાબાદ સ્થિત બિઝનેસમેન અરુણ રામચંદ્ર પિલ્લઈ સાથે કવિતાનો મુકાબલો હોવાનું કહેવાય છે.
યાત્રાધામ ડાકોરમાં ફૂલદોલોત્સવની ઉજવણી
રણછોડરાયને સોનાની પિચકારીથી હોળી રમાડી
કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈને ત્રણેય મોટી પાર્ટીઓ ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ તરફથી તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે મોટો દાવો કર્યો છે.
ડીકે શિવકુમારે મંગળવારે મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો કે કોંગ્રેસ પાર્ટીના સર્વેમાં તેમને રાજ્યની કુલ 224 વિધાનસભા બેઠકોમાંથી 140થી વધુ બેઠકો જીતવાની વાત કહેવામાં આવી છે. આ દરમિયાન ડીકે શિવકુમારે એવો પણ દાવો કર્યો હતો કે આવનારા દિવસોમાં બીજેપીના ઘણા ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ વિકાસ સિંહ વચ્ચેના વિવાદમાં કપિલ સિબ્બલ અને નીરજ કિશન કૌલ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. બારના 235 સભ્યોને લાગે છે કે બંને વરિષ્ઠ વકીલોએ CJIની માફી માંગવામાં ભૂલ કરી હતી. તેમણે સિબ્બલ અને કૌલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની દરખાસ્ત કરી છે. તેમનું કહેવું છે કે માફી માગતા પહેલા બંનેએ કાર્યકારી સમિતિના સભ્યોની સલાહ લેવી પડી હતી. SCBAની કારોબારી સમિતિની 6ઠ્ઠી માર્ચે મળેલી બેઠકમાં 184 સભ્યો વિકાસ સિંહની તરફેણમાં મક્કમપણે ઊભા હતા. જેમાં 16 માર્ચે જનરલ બોડીની બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ત્રણ મુદ્દાઓ પર વિચાર કરવામાં આવશે.
સ્કૂલબસમાં બ્લાસ્ટ થતાં 30 બાળકો સળગી મર્યા, બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર બળાત્કારનો આરોપ અંતર્ગત પોલીસ તેમની ધરપકડ કરી હોવા જેવા ખોટા સમાચારો અપલોડ કરતા પોલીસે પગલાં ભર્યાં
કચ્છમાં ફરીથી એકવાર ધરાધ્રૂજી હતી. રિક્ટરસ્કેલ પર 3.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. રાત્રે 3.42 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની કેન્દ્રબિન્દુ ભચાઉથી 10 કિલોમિટર દૂર નોંધાયું હતું.